જેમ-જેમ વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, તેમ-તેમ વહીવટી તંત્ર પણ લોકોને સલામતી અને સુરક્ષા માટે વધુ ઝડપી કામ કરી રહી છે. આજે સવારથી જ કડંલા, ભચાઉ, ગાંધીધામ અને અબડાસા સહિતના વિસ્તારોમાં વહીવટી તંત્રએ વાવાઝોડામાં પ્રભાવિત થાય તેવા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની કવાયત શરૂ કરી હતી. જેમાં અબડાસાના છછી ગામની સાથે 3 અલગ-અલગ ટીમ બનાવીને 13 ગામોમાંથી 2000 લોકોનું સ્થળાતંર વહીવટી તંત્રે શરૂ કર્યુ છે.
છછી ગામના લોકો સાથે વહીવટી તંત્રએ બેઠક યોજવા સાથે સ્થિતીની સમિક્ષા કરી હતી. તો NDRF પોલીસ તથા મહત્વના અધિકારીઓની ટીમે લોકો માટે ઉભી કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરવા સાથે લોકોને સલામત ખસી જવાની અપીલ કરવામાં આવી હતી.