ETV Bharat / state

Mundra Heroin Case મામલે NIA તપાસમાં જોડાઈ, વધુ મોટા ખુલાસા થવાની સંભાવનાઓ - Heroin at Mundra Port

મુન્દ્રા પોર્ટ પર સેમી પ્રોસેસ્ડ ટેલ્કમ પાવડરની આડમાં 3004 કિલો હેરોઇન DRI દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. આ હેરોઈન પ્રકરણમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બહુચર્ચિત એવા 21,000 કરોડના હેરોઇન પ્રકરણમાં અત્યાર સુધી DRI દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તથા આરોપીઓની પૂછપરછ અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) આ કેસ હાથમાં લીધો છે.

Mundra Heroin Case
Mundra Heroin Case
author img

By

Published : Oct 6, 2021, 10:59 PM IST

  • મુન્દ્રા 21,000 કરોડનો હેરોઈન કેસ મામલો
  • હેરોઈન પ્રકરણમાં હવે NIA એ પણ ઝંપલાવ્યું
  • નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા શરૂ કરાશે તપાસ
  • આગામી સમયમાં આ હેરોઈન પ્રકરણમાં વધુ ખુલાસા થવાની સંભાવનાઓ

કચ્છ: 16 સપ્ટેમ્બર 2021 ના રોજ, DRI અને કસ્ટમ્સ દ્વારા સંયુક્ત ઓપરેશનથી અફઘાનિસ્તાનથી બે કન્ટેનરમાંથી પ્રતિબંધિત હેરોઈનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે મુન્દ્રા આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલ (MICT), મુન્દ્રા પોર્ટ પર આવ્યો હતો. DRI દ્વારા બે કન્ટેનરમાંથી 21,000 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

Mundra Heroin Case મામલે NIA તપાસમાં જોડાઈ

આ પણ વાંચો: Mundra heroin Case: અદાણી પોર્ટના વર્તનથી NDPS કોર્ટ નારાજ

ED એ પણ આ અંગે મની લોન્ડરિંગની દિશામાં તપાસ શરૂ કરી હતી

આ હેરોઈન પ્રકરણમાં અનેક તપાસ એજન્સીઓ જોડાઈ હતી અને DRI એ અત્યાર સુધીના સૌથી મોટા હેરોઈન પ્રકરણને બહાર લાવી છે. તો અફઘાનિસ્તાન અને તાલિબાનના કનેક્શનને કારણે ઇન્ફોરસમેન્ટ ડિરેક્ટરોટ (ED) એ પણ આ અંગે મની લોન્ડરિંગની દિશામાં તપાસ શરૂ કરી હતી. હવે આ કેસમાં NIA પણ તપાસમાં જોડાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Land Scam: મુન્દ્રા-બારોઇના જમીન કૌભાંડનો આંક 100 કરોડને પાર

હેરોઈન પ્રકરણમાં હવે NIA એ પણ ઝંપલાવ્યું

એક અખબારી યાદીમાં NIA એ ગુજરાતના મુન્દ્રા પોર્ટ ખાતે 2988.21 કિલો નાર્કોટિક્સ જપ્ત કરવાનો કેસ હાથ ધર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં આરોપીઓ સામે કલમ 120 B IPC, કલમ 8 (C), NDPS અધિનિયમની 23 અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ 1967 ની કલમ 17, 18 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હજુ વધુ મોટા ખુલાસા થવાની સંભાવનાઓ

હવે આ કેસમાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) પણ જોડાઈ છે અને એજન્સીઓ સાથે મળીને આ પ્રકરણમાં સંડોવાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં હજુ વધુ મોટા ખુલાસા થવાની સંભાવનાઓ છે.

  • આ પ્રકરણમાં DRI દ્વારા મુન્દ્રા પોર્ટ પરથી 3004 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું તથા આ હેરોઈન અફઘાનિસ્તાનથી ઈરાન અને ત્યાંથી મુન્દ્રા અદાણી પોર્ટ પર મોકલવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં અત્યાર સુધી 5 વિદેશી સહિત કુલ 9 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તો આ પ્રકરણમાં તપાસ એજન્સીઓ દ્વારા વધુને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
  • આ પ્રકરણમાં ભુજની NDPS કોર્ટે તપાસ એજન્સીને સખ્ત શબ્દોમાં કહ્યું હતું કે, શું અદાણી પોર્ટ કાયદાથી પણ ઉપર છે ? આ ઉપરાંત કોર્ટ દ્વારા અગાઉ પણ એજન્સીને આ પ્રકરણમાં મુન્દ્રા પોર્ટને કોઈ લાભ મળે છે કે નહીં, તે તપાસવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત પર કોર્ટે DRI પણ અન્ય ટકોરો પણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.