કચ્છ: નરનારાયણ દેવના 200 વર્ષ પૂર્ણ થતાં કચ્છમાં પ્રથમ વખત ભુજની ભાગોળે 250 એકરમાં ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવ માટે દેશ-વિદેશથી સેવા કરવા માટે હરિભક્તો છેલ્લાં 2-3 માસથી નોકરી-ધંધો છોડી ભુજ આવ્યા છે. 30 લાખથી વધારે હરિભક્તો જ્યારે આ મહોત્સવમાં ભાગ લેશે ત્યારે 15,000 થી વધારે સ્વયંસેવકો દેશ વિદેશથી આવીને અહીં સેવા આપી રહ્યા છે. વિશ્વના વિવિધ દેશો સાથે વ્યવસાય કરતા ભુજના બિઝનેસમેન રમેશભાઈ આજે મહોત્સવમાં ગૌ મહિમા દર્શન પ્રદર્શની ખાતે સેવા આપી રહ્યા છે.
આયાત-નિકાસનો ખૂબ મોટો વેપાર ધરાવતા હરિભક્ત જોડાયા સેવામાં: રમેશભાઈ આજે મોટાભાગના આફ્રિકન દેશો સાથે ગ્રેનાઈટ, મારબલ, સેન્ડસ્ટોન સહિત અનેક સામગ્રીનું આયાત નિકાસનો ખૂબ મોટો વેપાર ધરાવે છે. ઉપરાંત વિવિધ સામગ્રી અને મશીનોનું ઇમ્પોર્ટ અને એકસપોર્ટ કરી વર્ષે રૂ. 30 કરોડનો ટર્નઓવર કરે છે. મોટું બિઝનેસ ધરાવતા આજે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી પોતાનો વ્યવસાય છોડી પોતાનો સંપૂર્ણ વ્યવસાય પોતાના ભાઈને સોંપી પૂરો દિવસ નરનારાયણ દેવના આ ભવ્ય મહોત્સવની સેવામાં જોડાઈ ગયા છે.
2.5 એકરમાં ગૌ મહિમા પ્રદર્શની: 2.5 એકરમાં ગૌ મહિમા પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે જેના દર્શનની સાથો સાથ લોકો જીવનમાં ગાયનું મહત્વ સમજાય એવા ભાવથી આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં દરેક પ્રદર્શની વિભાગની દીવાલો છે તે કંતાન, માટી અને ગાયના ગોબરથી લીંપણ કરવામાં આવેલી છે. છેલ્લા 1 માસથી હરિભક્ત મહિલાઓ ગામડાઓમાંથી જુદી જુદી ગૌશાળાઓમાંથી ગોબર એકત્રિત કરીને ગોબરનું લીંપણ કર્યું છે.
ગાયના સંવાદો, શૌર્યગાથાઓ, પ્રાચીન મહિમા: આ પ્રદર્શનમાં સજાવટના તમામ તોરણો સંપૂર્ણ પ્રાકૃતિક એટલે કે ગોબર અને એમાં જે રંગ વાપરવામાં આવ્યા છે એ પણ ગીરું અને ચૂનાના રંગો છે. સાથે જ આ પ્રદર્શનમાં ગાયના સંવાદો, શૌર્યગાથાઓ, પ્રાચીન મહિમાની સાથે ગૌ માતાની આજની સ્થિતિની વાતો હશે. ઉપરાંત આ પ્રદર્શનમાં જીવંત ગૌશાળા હશે, તો સાથે જીવંત ખેતી પણ હશે.ઉપરાંત ગાય આધારિત ખેતીના જીવન દર્શન થશે અને ગાય આધારિત કૃષિ કેમ થાય તેમજ તેનું મહત્વ અને લાભ અંગે તમામ પ્રકારના પ્રેક્ટીકલ મોડેલ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે.
ગાય આધારિત ખેતી માટે લોકો જાગૃત થાય તેવો ઉદ્દેશ્ય: કરોડોના ટર્નઓવર ધરાવતા ધંધાર્થી હરિભક્ત રમેશભાઈ દબાસિયાએ જણાવ્યું હતું કે,"મારું ઈમ્પોર્ટ એક્સપોર્ટ બ્લુ પર્લ ઇન્ટરનેશનલ નામનું બિઝનેસ છે અને વાર્ષિક ટર્નઓવર 25 થી 30 કરોડ જેટલું છે. મહંત સ્વામી અને દેવચરણ સ્વામીજીની પ્રેરણાથી અને ભુજ મંદિરનું ગૌ આધારિત ખેતીનું અભિયાન ચાલુ થયું હતું ત્યારથી અમે લોકો ગૌ આધારિત ખેતીની શરૂઆત કરી હતી. અમે અને સ્વામીજી ધીરે ધીરે અન્ય ખેડૂતોને આ અભિયાનમાં જોડતા ગયા. સ્વામીજીનો આદેશ થયો કે આપણે એક પ્રદર્શન બનાવીએ. આ 200 વર્ષનો જે નરનારાયણ દેવનો યજ્ઞ છે એનામાં આપણે પ્રદર્શન કે જેમાં માણસને જાગૃતિ મળે કે ગાય આધારિત ખેતી અને ગાયની પ્રોડક્ટનો કઈ રીત ઉપયોગ થઈ શકે.
છેલ્લાં ત્રણ મહિનાથી વ્યવસાય મૂકીને સેવામાં જોડાયા: ગૌ મહિમા પ્રદર્શન અંતર્ગત સ્વામીજી એ એક આખું ગ્રુપ કંપની જેવો બનાવ્યો જેમાં સેવા આપતા હરિભક્તો છે એને પણ ઉત્સાહ થયો કે જે મેનેજમેન્ટ લેવલે બધું થતું હોય એટલે અમે લોકો બધા ગૌ મહિમા પ્રદર્શન જે છે એનામાં સેવા માટે જોડાયા. છેલ્લાં ત્રણ મહિનાથી વ્યવસાય મૂકીને અમે આ પ્રદર્શનની તૈયારીઓમાં જોડાઈ ગયા. અન્ય લોકો પણ જેઓ ફ્રી હોય અને કોઈ અન્ય નોકરી કે કરી ન હોય તો આ સેવા જે ગાયની સેવા છે તો એ એક તક છે એ જવા ન દેવી જોઈએ અને આ સેવા કરવાનો અવસર છે તેને ઝડપી લઇને સંતોના આશીર્વાદનો લાભ લેવો જોઈએ. હું અત્યાર સુધી સોશિયલ લાઇફમાં પણ નથી આવ્યો અને કોઈ પણ જાતની સામાજિક સેવામાં અગાઉ નથીંજોદયો પહેલી વખત સેવન જોડાયો છું અને જો એ હું ખાલી ગાય માટે કરીને હું જો ખેંચાઈ આવું તો એનાથી વિશેષ કંઈ રહેતું નથી."
આ પણ વાંચો GPSC Medical Officer: તાત્કાલિક ધોરણે સરકાર ભરતી કરશે, GPSC મેડિકલ ઓફિસરની કસોટીનું પરિણામ જાહેર