ETV Bharat / state

નખત્રાણામાં ધોધમાર 3 ઇંચ વરસાદ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક ખોરવાયો - Rain news

કચ્છ જિલ્લાના નખત્રાણા (nakhatrana kutch bhuj weather) તાલુકામાં બપોરના 1 કલાકના સમયગાળામાં મેઘરાજા મન મૂકીને વરસતા નખત્રાણામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું. નખત્રાણામાં બપોરના 1 વાગ્યાથી 2 વાગ્યા સુધીના માત્ર 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મેઘ મહેર થતાં નગરની અંદરથી પસાર થતા માર્ગો ઉપર પાણી ફરી વર્યા હતા અને ટ્રાફિક ખોરવાયો હતો.

Kutch News
Kutch News
author img

By

Published : Sep 23, 2021, 3:59 PM IST

  • નખત્રાણા પંથકમાં એક કલાકમાં 3 ઇંચ વરસાદ
  • ભારે વરસાદ બાદ નખત્રાણા થયું પાણી પાણી
  • રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક ખોરવાયો
  • વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ નોંધાયો

કચ્છ: જિલ્લાના નખત્રાણા (nakhatrana kutch bhuj weather) તાલુકાના નેત્રા, ઉખેડા, કોટડા, કાદિયા, રસલિયા ટોડીયા, મથલ, વિથોણ, નારણપર, સંઘડ, વવાર સહિતના વિસ્તારમાં અતિ ભારે વરસાદ નોંધાયો હતો. તો ભારે વરસાદના પગલે ભુજ-નખત્રાણા-લખપત રાજ્ય ધોરીમાર્ગ પર ટાફ્રિક ખોરવાયો હતો. આ ઉપરાંત નખત્રાણાના બસ સ્ટેશન વિસ્તાર તથા મેઈન બજાર અને વથાણ વિસ્તારમાં પાણી ભરાયાં હતાં અને વાહનચાલકોને ભારે તકલીફ પડી હતી.

નખત્રાણામાં ધોધમાર 3 ઇંચ વરસાદ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક ખોરવાયો

આ પણ વાંચો: વરસે તો વાગડ ભલો: રાપર તાલુકામાં 2થી 3 ઈંચ વરસાદ, વાગડવાસી ખુશખુશ

ખેડૂતોને સારા પાકની આશા બંધાઈ

બીજી બાજુ તાલુકાના અન્ય ગામોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ નોંધાયો હતો. નખત્રાણામાં બપોરના 12 થી અત્યાર સુધી 3 ઈંચ વરસાદ પડ્યો હોવાનું નખત્રાણા મામલતદાર કચેરીમાંથી વરસાદના આંકડા આપતા કિરણ જેપારે જણાવ્યું હતું. આ ઉપરાંત મેઘરાજા મન મૂકીને વરસતાં એક બાજુ બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો ખેડૂતોને પણ સારા પાકની આશા બંધાઈ હતી.

આ પણ વાંચો: વરસે તો વાગડ ભલો હવે નર્મદાથી લીલાલહેર, એક લાખ હેક્ટરમાં વાવેતર

  • સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલા મધુબન ડેમ અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા કુર્ઝે ડેમમાંથી ભારે વરસાદને કારણે પાણી છોડાયુ છે. મધુબન ડેમમાંથી 1.79 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. જ્યારે કુર્ઝે ડેમનું પાણી સંજાણ નજીક વારોલી નદીમાં 2600થી વધુ ક્યુસેક પાણી છોડાયું છે. જેને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ ઉમરગામ તાલુકામાં 10 અને વાપી તાલુકાના ત્રણ જેટલા ગામમાં એલર્ટ આપી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
  • આ ઉપરાંત પાટણમાં અવિરત પડી રહેલા વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે. શહેરના પ્રવેશદ્વાર સમાન રાજકાવાડાથી લઈ ખાન સરોવર તરફ જવાનો માર્ગ પણ બિસ્માર બન્યો છે. આ સાથે જ નગરપાલિકાના કામની પોલ પણ ખૂલી ગઈ છે. આ માર્ગમાં ઠેરઠેર પડેલ ખાડાના કારણે વાહનચાલકો સહિત રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. જોકે. આ વિસ્તારની સમસ્યા દૂર કરવામાં નગરપાલિકાના સત્તાધીશો વામણાં સાબિત થયા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.