કચ્છ : રાપરમાં ધારાશાસ્ત્રી અને બામસેફ સંસ્થા સાથે સંકળાયેલા દેવજીભાઇ મહેશ્વરીની સરાજાહેર કરપીણ હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. રાષ્ટ્રીય દલિક અધિકાર મંચ, કોંગ્રેસે આ મુદે તત્કાળ પગલા ભરાય તેવી માંગ કરી છે.
પરીવારજનોએ કહ્યું કે આ સમગ્ર ઘટનામાં 9 આરોપીઓ સામેલ છે. લુહાર સમાજવાડીના કેસ લડવા બાબતે વકીલની હત્યા કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ કેસ આરોપીઓની બીકથી કોઈ વકીલ લડવા તૈયાર ન હોવાથી આ કેસ હત્યાનો ભોગ બનનાર દેવજીભાઈએ લડવા માટે હાથ પર લીધો હતો.
મૃતકના પત્નીએ જણાવ્યુ કે પરીવારની માંગ છે કે, આ હત્યાના 9 આરોપી છે, પરંતુ પોલીસે હજુ સુધી એક પણ આરોપીને પકડયા નથી.જયાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.હાલે રાપર પોલીસ મથક અને સરકારી હોસ્પિટલ ખાતે લોકોનું ટોળુ જમા થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાવામાં આવ્યો છે.
આરોપીઓએ ભરત જયંતિલાલ રાવલ નામના આરોપીને સોપરી આપી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.પોલીસ નિષ્ક્રીય છે.અમે લેખિતમાં આપ્યું છે. સાંજ સુધીમાં આરોપી નહી પકડાય તો પરીવારજનો સમાજ દ્વારા વિરોધ કરવામાં આવશે. જેની જવાબદારી પોલીસની રહેશે. મારા પતિની સોપારી આપીને હત્યા કરાવવામાં આવી છે. જો ન્યાન નહી મળે તો અમે ધરણા કરીશું.
હત્યાનો ભોગ બનનાર દેવજીભાઈની પત્નીની ફરિયાદના આધારે પોલીસે ભરત જંયતિલાલ રાવલ, જયસુખ લુહાર, ખીમજી લુહાર ધવલ લુહાર, દેવુભા સોઢા, વિજયસિંહ સોઢા મયુરસિંહ સોઢા પ્રવિણસિંહ સોઢા અને અર્જુનસિંહ સોઢા સામે ગુનો નોંધ્યો છે.