કચ્છઃ ભારત સરકારે વસતી નિયંત્રણ માટે 'હમ દો હમારે દો'નો નારો પ્રજાને આપ્યો છે.જોકે હવે કચ્છના મુન્દ્રા તાલુકાના બારોઈ ગામના કચ્છી વિસા ઓસવાળ જૈન સમાજ (Mundra Baroi Kutchi Visa Oswal Jain Samaj)દ્વારા વસતી વધારવા 'હમ દો હમારે દો-તીન'નો (Incentive prize for third child) નારો અપાયો છે. સાથે જ બીજા અને ત્રીજા સંતાન (Population drive in Kutch)પર દંપતિને 10 લાખ રુપિયા પ્રોત્સાહનરૂપે આપવાની જાહેરાત કરવામાં આવી છે.
દેશમાં અનેક સમાજ પોતાની ઘટતી જતી વસતીથી પરેશાન -અનેક સમાજ અને ધર્મને ટકાવી રાખવા પ્રયત્નો કરી રહ્યા છે. આવી જ રીતે મુન્દ્રા તાલુકામાં બારોઇ કચ્છી વિસા ઓસવાળ જૈન સમાજમાં (Mundra Baroi Kutchi Visa Oswal Jain Samaj)ઘટતી જતી વસ્તીને લઈને પ્રશ્ન ઊભો થયો છે. માટે સમાજમાં વસતી વધારવા નવતર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રતિદિન ઘટતી જતી વસ્તીમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે બારોઇ ક.વિ.ઓ.જૈન સમાજે ઐતિહાસિક નિર્ણય લઇ સંતાનની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ (Population drive in Kutch)અભિયાન હાથ ધરી સમગ્ર જિલ્લાના જૈનો માટે નવી વાત કરી છે.
વસ્તીમાં થતો ઘટાડો રોકવા અભિયાન - આ અભિયાન મુંબઈગરા ક.વિ.ઓ જૈન મહાજન (Mundra Baroi Kutchi Visa Oswal Jain Samaj)દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.'હમ દો હમારે દો-તીન' અભિયાનના (Incentive prize for third child) ભાગરૂપે સમાજમાં બીજા અને ત્રીજા સંતાનના જન્મ બાદ વાલીઓને 1,00,000 અને દર જન્મ દિવસે 50,000 મળી 18માં વર્ષ સુધી કુલ 10 લાખની સહાય (Population drive in Kutch)અપાશે.આ અભિયાનની પત્રિકા સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ છે.
![અભિયાનની પત્રિકા સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15237064_population1.jpg)
આ પણ વાંચોઃ ગુજરાત માટે ચિંતાજનક : આ વિસ્તારમાં જળચર પક્ષીમાં ઘટાડો
બારોઇ જૈન મહાજનની વસ્તીમાં 10 ટકા સુધીનો ઘટાડો -બારોઇ ક.વિ.ઓ.જૈન સમાજના (Mundra Baroi Kutchi Visa Oswal Jain Samaj)સેક્રેટરી અનિલભાઈ કેનિયાએ સમાજના નોંધણી પત્રક પરથી છેલ્લા ત્રણ વર્ષમાં બારોઇ જૈન મહાજનની વસ્તીમાં 10 ટકા સુધીનો ઘટાડો (Population drive in Kutch)થયો હોવાનું જણાવ્યું હતું.વિશેષમાં પરિવાર સીમિત થતાં આગામી સમયમાં માતાપિતાની દેખરેખ કોણ કરશે જેવી સંવેદનશીલ બાબતોને નજરમાં રાખીને આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
બીજા સંતાનના જન્મ વખતે 1,00,000 અને 18 વર્ષ સુધી દર જન્મદિવસે 50,000ની સહાય -આ અભિયાન મુજબ યુવા વર્ગને પ્રોત્સાહન આપવા સાથે આર્થિક રીતે સહયોગી થવાની નેમ સાથે દંપતિને બીજા સંતાનના જન્મ વખતે 1,00,000 અને અઢાર વર્ષ સુધી જન્મદિન નિમિતે 50000 મળી 10 લાખની સહાય આપવાનો નિર્ણય લીધો છે. અભિયાન હમ દો હમારે દો-તીનના (Incentive prize for third child) સૂત્ર અંતર્ગતનો લાભ 1-1-2023 પછી જન્મેલા દરેક બીજા સંતાનને મળશે. તેમજ ત્રીજા સંતાન માટે પણ (Population drive in Kutch) સમાન યોજના લાગુ પડશે.
આ પણ વાંચોઃ Gujarat OBC Morcha : ગુજરાતમાં OBC વોટર્સને આકર્ષવા ભાજપ ખાટલા બેઠકો યોજશે
બાળકોનો અને શિક્ષણનો ખર્ચ જોઈને લોકો એક જ સંતાન ઈચ્છી રહ્યા છે -વર્ષોથી ભણતર અંગે સહાય મેળવવા આવતા સમાજના છાત્રોમાં અચાનક ઘટાડો દેખાતા સર્વે હાથ ધરાયો હતો. જેના આધાર પર આગામી 50 વર્ષમાં સમાજના અસ્તિત્વ પર ખતરો હોવાનો ભય દેખાતાં મિશનને ઓપ (Population drive in Kutch)અપાયો છે. હાલ કારકિર્દી કંડારવા પાછળ ઘેલું થયેલું યુવાધન સંયુક્ત સમાજની ભાવનાને ભૂલી રહ્યું છે, તથા શિક્ષણ અને બાળકોના ખર્ચને કારણે માત્ર એક જ સંતાન ઈચ્છી રહ્યા છે અથવા તો કોઈ પણ સંતાન ન હોય તેમ જીવી રહ્યા છે ત્યારે જૈન સમાજ(Mundra Baroi Kutchi Visa Oswal Jain Samaj) દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
અંદાજિત ચારસો ઘરમાંથી 800 વ્યક્તિઓ ઓછી થઇ હોવાના અહેવાલ - બારોઇના લોકો મોટે ભાગે મુંબઈ ખાતે ધંધાર્થે ગયેલા છે. બારોઇ જૈન મહાજનના અંદાજિત 400 ઘર આવેલા છે. તેમાંથી સર્વે હાથ ધરાતાં હાલ 800 વ્યક્તિઓનો ઘટાડો નોંધાયો છે. માટે (Population drive in Kutch) હમ દો હમારે દો-તીન (Incentive prize for third child) અભિયાન અંતર્ગત જે ફંડની જરૂરિયાત ઊભી થશે તે ફંડ સમાજની (Mundra Baroi Kutchi Visa Oswal Jain Samaj) સમૃદ્ધ વ્યક્તિઓ પૂરું પાડશે.