કચ્છ : ગુજરાતના મુંદ્રા ખાતેનું અદાણી પોર્ટ્સ ભારતનું સૌથી વ્યસ્ત વાણિજ્ય બંદરોમાંનું એક છે. ત્યારે અદાણી પોર્ટ ફરી એકવાર ગૌરવપ્રદ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે. મુંદ્રા પોર્ટ પર અત્યાર સુધીના સૌથી લાંબા જહાજ MV MSC હેમ્બર્ગ લાંગરવામાં આવ્યું હતું. આ મહાકાય જહાજ 4 ફૂટબોલના મેદાન જેટલી લંબાઈ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે આ ઐતિહાસિક ઘટના ત્યારે બની જ્યારે જીનીવા ખાતેની મેડિટેરેનિયન શિપિંગ કંપની (MSC) અને અદાણી ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ પ્રા. લિ(AICT)ના સંયુક્ત સાહસને 10 વર્ષ પૂર્ણ થયા છે.
મેડિટેરેનિયન શિપિંગ કંપનીના હેમ્બર્ગ લાંગરવામાં આવતા અદાણી મુંદ્રા પોર્ટની ઓપરેશન અને કાર્યદક્ષતા સાબિત કરતા વિક્રમોની હારમાળામાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. વર્ષ 2015માં નિર્માણ પામેલું મેડિટેરેનિયન શિપિંગ કંપનીનું જહાજ હેમ્બર્ગ કે જે 15,908 કન્ટેનરો ક્ષમતા ધરાવતું જહાજ છે. જે 12 મીટરનો ડ્રાફ્ટ, 399 મીટર લંબાઈ તેમજ 54 મીટરની પહોળાઈ ધરાવે છે અને ખાસ કરીને અદાણી પોર્ટ અત્યાર સુધીના સૌથી વિશાળ જહાજને બર્થ કરી દરિયાઈ પરિવહન ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે જેનો અદાણી ગ્રુપને ગૌરવ છે. - જયદીપ શાહ (અદાણી પોર્ટસના PRO)
આ અગાઉ APL રેફલ્સ લાંગરવામાં આવેલું : ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સિંગાપોરમાં રજિસ્ટર્ડ થયેલા APL રેફલ્સ અદાણી મુંદ્રા બંદરે લાંગરવામાં આવેલું સૌથી મોટું જહાજ હતું. ઉપરાંત આ અગાઉ અત્યાર સુધીમાં ભારતના બંદરો પર બર્થ થનાર APL રાઈફલ્સ સૌથી મોટું કન્ટેનર જહાજ હતું. ખાસ કરીને વાત કરીએ તો મુન્દ્રાના અદાણી પોર્ટની ખાસિયત એ છે કે તેની ઊંડાઈ 21 મીટર સુધીની છે અને 21 મીટર ઊંડાઈની કેપેસીટી ધરાવતા જહાજને સહજતાથી લંગારી શકાય છે. નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 સુધીમાં અદાણી પોર્ટ અને APSEZ એ 339 MMT વોલ્યુમ સાથે કાર્ગો હેન્ડલ કરવાનો વિક્રમ સ્થાપ્યો હતો. આમ, મુન્દ્રા ખાતેનું અદાણી પોર્ટ બંદરીય સેવા અને સુવિધાઓને સર્વોત્તમ બનાવીને દેશના વિકાસ માટે યોગદાન આપી રહ્યું છે.
24 કલાકમાં 40 જહાજની મુવમેન્ટ : અદાણી પોર્ટનું વિશ્વ સ્તરીય અતિઆધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર ભારતના વિકસતા દરિયાઈ ઉદ્યોગ અને વેપાર વાણિજ્યના વિકાસનું પ્રતિબિંબ છે. મુન્દ્રાના અદાણી પોર્ટસની 24 કલાકમાં 40 જહાજની મુવમેન્ટ હેન્ડલ કરવાની નોંધપાત્ર સિદ્ધિ છે. તે અદાણી પોર્ટની અસામાન્ય ઓપરેશનલ ક્ષમતાઓ અને ઉત્તમ કાર્યદક્ષતા દર્શાવે છે.
બિપરજોય ચક્રવાત બાદ પોર્ટ ફરીથી ધમધમ્યું : હાલમાં કચ્છ પર આવેલા મહાસંકટ બિપરજોય ચક્રવાતમાં સરકાર દ્વારા હંગામી ધોરણે ઓપરેશન ગતિવિધિઓ સ્થગિત રહ્યા બાદ મુંદ્રા પોર્ટ ફરીથી ધમધમી રહ્યું છે. જેમાં મિડલ ઇસ્ટ, યુરોપ, આફ્રિકા અને ગલ્ફના દેશોમાંના જહાજો થકી કન્ટેનર્સ મુવમેન્ટે ફરી વેગ પકડ્યો છે. ખાસ કરીને મુન્દ્રાના અદાણી પોર્ટનું વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાના સર્વોત્તમ ધોરણો પૂરા પાડે છે. પરિણામે તે જેવી કન્ટેનર માટે તે ભારતના પ્રવેશદ્વાર સમાન બની રહ્યું છે.
એન્ડ ટુ એન્ડ સોલ્યુશન : અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ), વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રૂપના એક ભાગ છે. જે એક પોર્ટ કંપનીમાંથી ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટીમાં વિકસિત થયો છે. જે તેના પોર્ટ ગેટથી ગ્રાહક દ્વાર સુધી ઍન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપે છે. ભારતના પશ્ચિમ કિનારે હું વ્યૂહાત્મક બંદરો અને ટર્મિનલ્સ (ગુજરાતમાં મુન્દ્રા, દહેજ, તુણા અને હજીરા, ગોવામાં મોર્મુગાઓ અને મહારાષ્ટ્રમાં દીઘી પોર્ટ) અને પૂર્વ કિનારે 5 બંદરો અને ટર્મિનલ્સ સાથે ભારતમાં સૌથી મોટું પોર્ટ ડેવલપર અને ઑપરેટર છે.
પોર્ટ કાર્ગોના 24 ટકાનું હેન્ડલિંગ કરે છે : ભારતમાં ઓડિશામાં ધામરા, ગંગાવરમ, અને આંધ્ર પ્રદેશમાં કૃષ્ણપટ્ટનમ, અને તમિલનાડુમાં કટ્ટુપલ્લી અને એન્નોર દેશના કુલ પોર્ટ કાર્ગોના 24 ટકાનું હેન્ડલિંગ કરે છે, આમ બંને દરિયાકાંઠા વિસ્તારો અને અંતરિયાળ પ્રદેશોમાંથી મોટા પ્રમાણમાં કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા પૂરી પાડે છે. કંપની વિઝીજમ, કેરળ અને કોલંબો, શ્રીલંકામાં બે ટ્રાન્સ શિપમેન્ટ પોર્ટ પણ વિકસાવી રહી છે.