- સાંસદ વિનોદભાઈ ચાવડાએ BSF જવાનો સાથે દીપોત્સવની કરી ઉજવણી
- ભુજ ખાતે BSFના જવાનોને મીઠાઈ આપવામાં આવી
- મુખ્યપ્રધાન પણ જવાનો સાથે કચ્છમાં દિવાળી ઉજવશે
કચ્છ: દિવાળી (Diwali)નો શુભ તહેવાર આવી રહ્યો છે, ત્યારે મંગળવારે ભુજના BSF હેડ ક્વાર્ટર (BSF Head Quarter, Bhuj) ખાતે અખંડ ભારત અને દેશની જનતાની શાંતિ સલામતીના ખેવનહાર વીર જવાનોને કચ્છ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહામંત્રી વિનોદ ચાવડા દ્વારા મીઠાઈનું વિતરણ કરીને દીપોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
BSFના જવાનોને મીઠાઈ આપવાનો કાર્યક્રમ યોજાયો
સૌ કોઈ દિવાળી તહેવારની હર્ષોલ્લાસથી પરિવાર સાથે મળીને ઉજવણી કરે છે, પરંતુ દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત રહેતા BSFના જવાનો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકતા નથી, ત્યારે દર વખતની જેમ આ વર્ષે પણ ભુજમાં સીમા સુરક્ષા દળના જવાનોને મીઠાઈ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
કચ્છ સરહદ પર તૈનાત જવાનોને મીઠાઈ પહોંચાડવામાં આવશે
સાંસદ વિનોદ ચાવડા દ્વારા જવાનોને મીઠાઈ સાથે દિવાળીની શુભેચ્છા આપવામાં આવી હતી. કચ્છ સરહદ પર તૈનાત જવાનોને આ મીઠાઈ પહોંચાડવામાં આવશે. આજે જ્યારે ધનતેરસ છે, ત્યારે આ શુભકાર્યની શરૂઆત કરવામાં આવી છે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ BSF જવાનો સાથે દિવાળી ઉજવશે
આ કાર્ય બદલ જવાનોએ સાંસદ સભ્ય વિનોદ ચાવડાનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે આવતીકાલે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કચ્છમાં જવાનો સાથે દિવાળી ઉજવવા માટે આવી રહ્યા છે. તેઓ ધોરડો સફેદ રણ ખાતે આ પર્વની ઉજવણી કરવાના છે.
આ પણ વાંચો: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કચ્છ બોર્ડર જવાનો સાથે કરશે દિવાળીની ઉજવણી
આ પણ વાંચો: ભચાઉ તાલુકાના નેર ગામમાં દલિતો પર હુમલો કરનારા વધુ 10 આરોપીઓ ઝડપાયા