ભૂજઃ કચ્છમાં કોરોના સામેની લડાઈમાં તંત્ર, સંસ્થાઓ અને પ્રજાકીય પ્રતિનિધિઓ સૌ કોઈ પોતાની રીતે બનતું યોદગાન આપી રહ્યાં છે. બુધવારે કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ પશ્ચિમ કચ્છ પોલીસના એસ.પી સૌરભ તોલંબિયાની મુલાકાત લઈને જરૂરી વિગતો મેળવવા સાથે તંત્રની કામગીરીની સરાહના કરી હતી. આ સાથે જ તંત્રને જરૂરી સાધનો સામગ્રી આપી હતી.
ભૂજ SP કચેરી ખાતે સાંસદ વિનોદ ચાવડાએ એસ.પી સાથે મુલાકાત કરીને સેનિટાઈઝર અને મેડિકલ સેવાઓની જરૂરી સાધનો અપર્ણ કર્યા હતા. પોલીસ વિભાગે પ્રજાકીય પ્રતિનિધિઓની લાગણીને આવકારીને આભાર વ્યકત કર્યો હતો. એસ.પી સૌરભ તોલંબીયાએ પોલીસ કામગીરીની વિગતો સાથે સાંસદ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.
સાસંદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, પોલીસના જવાનો સતત દિવસરાત એક કરીને સમાજની સેવામાં જોડાયેલા છે. ખાસ કરીને ભુજ એસ.પી સૌરભ તોલંબિયાએ પોલીસ બેન્ડ, સિનિયર સિટીઝનની મદદ સહિતના વિવિધ પગલા ભરીને સરાહનીય કામગીરી કરી છે. સમગ્ર કચ્છમાં પોલીસ વિભાગની કામગરી આવકારદાયક છે. આ સ્થિતીમાં પોલીસ જવાનને મદદ કરવી એ પણ આપણી ફરજ છે. તેથી જ સાંસદની ટ્રસ્ટ અને મિત્રોના સહકારથી પોલીસ વિભાગને જરૂરી સામગ્રી અર્પણ કરાઈ છે.