સુસવાટા મારતો પવન અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ગુરૂવારે ભુજમાં વહેલી સવારે જોવા મળતો નજારો મહદ અંશે બદલાયેલો જોવા મળ્યો હતો. ઠંડીમાં બહાર નીકળવાનું લોકો ટાળી રહ્યા છે. ઠંડીના કારણે લોકોમાં સુસ્તીનું પ્રમાણ વધે છે, જે કારણે લોકો મોટાભાગનો સમય પથારીમાં રહેવાનું પસંદ કરે છે.
સવારે મોર્નિંગ વોક કરતા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગરીબો અને પશુ-પંખીઓની હાલત દયનીય છે. આ ઠંડીને કારણે લોકો દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરેલા જોવા મળી રહ્યા છે. આંકડામાં દેખાતી અને અનુભવાતી ઠંડીમાં ઘણો ફરક છે, તેવું લોકો જણાવી રહ્યા છે.