ETV Bharat / state

ભારતીય રેલવેની "ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો", અધધ 54 લાખ મુસાફરોએ લાભ લીધો - FESTIVAL SPECIAL TRAINS

પશ્ચિમ રેલવે દ્વારા ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યો માટે વિશેષ ટ્રેનો સહિત વિવિધ સ્થળો માટે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

ભારતીય રેલવે
ભારતીય રેલવે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 5, 2024, 11:21 AM IST

ગાંધીનગર : ભારતીય રેલવે દ્વારા આ તહેવારની મોસમ દરમિયાન મુસાફરોની માંગને પહોંચી વળવા માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ વર્ષે ભારતીય રેલવે દ્વારા અંદાજે 7,500 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી, જ્યારે ગયા વર્ષે 4,500 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. 3 નવેમ્બરના રોજ ભારતીય રેલવે દ્વારા 188 થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી. જ્યારે 4 નવેમ્બરના રોજ 185 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી.

ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો : પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા બહાર પાડવામાં આવેલ અખબારી યાદી મુજબ મુસાફરોને સુવિધા આપવા અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા સહિત વિવિધ સ્થળોએ મુસાફરી કરવા માટે આ વર્ષે તહેવારોની સિઝનમાં લગભગ 340 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

આ સ્થળોએ દોડતી નિયમિત ટ્રેનો ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા આ વિશેષ ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. વધુમાં ઉપલબ્ધતા અને માંગ પ્રમાણે નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ પણ ઉમેરવામાં આવી રહ્યા છે. 4 નવેમ્બરના રોજ પશ્ચિમ રેલવે દ્વારા 22 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી. જ્યારે 5 નવેમ્બરના રોજ મુસાફરોની સુવિધા માટે 15 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે.

  • 5 નવેમ્બરના રોજ પશ્ચિમ રેલવેથી દોડતી ટ્રેનોની વિગતો :

અમદાવાદથી ઉપડતી ટ્રેનો :

  1. ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ બપોરે 2:10 કલાકે ઉપડશે.
  2. ટ્રેન નંબર 09413 અમદાવાદ-બરૌની સ્પેશિયલ સાંજે 4:35 કલાકે ઉપડશે.
  3. ટ્રેન નંબર 09403 અમદાવાદ-બનારસ સ્પેશિયલ રાત્રે 10:40 કલાકે ઉપડશે.
  4. ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સ્પેશિયલ સાંજે 6:10 કલાકે ઉપડશે.

મુંબઈથી ઉપડતી ટ્રેનો :

  1. ટ્રેન નંબર 09003 મુંબઈ સેન્ટ્રલ-દિલ્હી સ્પેશિયલ સવારે 10:30 વાગ્યે ઉપડશે.
  2. ટ્રેન નંબર 09043 બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ રાત્રે 12:05 કલાકે ઉપડશે.
  3. ટ્રેન નંબર 09055 બાંદ્રા ટર્મિનસ-ઉધના સ્પેશિયલ સવારે 09:50 કલાકે ઉપડશે.
  4. ટ્રેન નંબર 04126 બાંદ્રા ટર્મિનસ-સુબેદારગંજ સ્પેશિયલ સવારે 11:15 કલાકે ઉપડશે.
  5. ટ્રેન નંબર 04810 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સ્પેશિયલ રાત્રે 8:00 કલાકે ઉપડશે.

ઉધના અને વાપીથી ઉપડતી ટ્રેનો :

  1. ટ્રેન નંબર 08472 ઉધના-પુરી સ્પેશિયલ સાંજે 05:00 કલાકે ઉપડશે.
  2. ટ્રેન નંબર 09063 વાપી-દાનાપુર સ્પેશિયલ રાત્રે 10:00 કલાકે ઉપડશે.
  3. ટ્રેન નંબર 03418 ઉધના-માલદા ટાઉન સ્પેશિયલ રાત્રે 11:50 કલાકે ઉપડશે.
  4. ટ્રેન નંબર 09056 ઉધના-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ સાંજે 04:15 કલાકે ઉપડશે.

ભાવનગર અને રાજકોટથી ઉપડતી ટ્રેનો :

  1. ટ્રેન નંબર 09022 ભાવનગર-ઉધના સ્પેશિયલ ભાવનગરથી સાંજે 07:00 કલાકે ઉપડશે.
  2. ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સ્પેશિયલ ઓખાથી સવારે 10:00 કલાકે ઉપડશે.

ક્રાઉડ મેનેજમેન્ટ : સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા અને ટ્રેનની સમયની પાબંદી પર નજર રાખવા માટે રેલવે બોર્ડ, ઝોનલ, ડિવિઝનલ અને સ્ટેશન એમ તમામ સ્તરે વિશેષ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. વિશેષ ટ્રેનોને વ્યાપક પ્રસિદ્ધિ આપવા અને લોકોમાં માહિતીનો યોગ્ય પ્રસાર સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મુસાફરોને વધારાની ટ્રેન સેવાઓ વિશે માહિતગાર રાખવા માટે નિયમિત ટ્વિટ, સોશિયલ મીડિયા પોસ્ટ, અખબારોમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ટિકિટ ચેકિંગ સ્ટાફ, RPF અને GRP સ્ટાફ પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા મુસાફરોને માર્ગદર્શન પૂરું પાડે છે. ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા અનેક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા અને સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપનના યોગ્ય અમલીકરણ માટે વિવિધ વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે.

  1. મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે કટ્ટીબદ્ધ રેલવે વિભાગ
  2. રેલવે દોડાવશે 6556 સ્પેશ્યલ ટ્રેનો, આ સ્ટેશનોથી ઉપડશે ટ્રેન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.