કચ્છમાં દુષ્કાળમાં દુધ ઉત્પાદન 50 ટકા થઈ ગયું હતું. તે વધીને 100 ટકા આસપાસ પહોંચી થઈ ગયું છે. કચ્છમાં ખેતીવાડી ટ્રાન્સપોર્ટ સાથે પશુપાલન પણ મોટો વ્યવસાય છે. કચ્છ જિલ્લામાં 18 લાખ જેટલા પશુધન છે. આ સ્થિતિમાં કચ્છમાં ડેરી ઉદ્યોગને પણ રાહત મળવાનું શરૂ થઈ ગયું છે.
છેલ્લા ત્રણ વર્ષથી કચ્છમાં અનિયમિત અને ઓછા વરસાદને કારણે દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ થયું હતું. દુષ્કાળ પરિસ્થિતિ કારણે કચ્છનો પશુપાલન વ્યવસાય મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. ચાલુ વર્ષ કચ્છ જિલ્લામાં 173 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સાવિત્રી વરસાદથી સીમાડામાં ઘાસચારો પુષ્કળ પ્રમાણમાં ઊગી નીકળ્યો છે.
પરિણામે દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે. દુકાળ સમયે એક લાખ 8 હજાર જેટલું દૂધનો ઉત્પાદન થતું હતું. ચોમાસા બાદ દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે. અંદાજિત 25 ટકા જેટલું દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે. સરહદ ડેરી અત્યારે સવા બે લાખ લીટર દૂધ કલેક્શન કરવામાં આવી રહ્યું છે.
કચ્છ જિલ્લામાં 636 જેટલી દૂધ મંડળી આવેલી છે. દુષ્કાળ કારણે કચ્છ જિલ્લામાં 25% ગામમાં દૂધ મંડળી બંધ થઈ ગઈ હતી. ચાલુ વર્ષે 25 ટકા જેટલો વધારો થતાં માલધારીઓ આર્થિક ફાયદો થયો છે. ડેરી સંચાલકો અનુમાન મુજબ હજુ પણ આગામી દિવસોમાં દૂધના ઉત્પાદનમાં વધારો થશે દિવાળી બાદ હજુ પણ દૂધ ઉત્પાદનમાં વધારો થશે અને 100 ટકા ઉત્પાદન મળવા લાગશે.