- રેમડેસિવીર ઇન્જેક્શન સંપૂર્ણ ફ્રી કરવા અંગે કરાઈ માંગ
- અમૃતમ કાર્ડ અથવા માં વાત્સલ્ય કાર્ડની મર્જ કરીને કોવીડના દર્દીઓની પ્રાઇવેટ હોસ્પિટલમાં ફ્રી ટ્રીટમેન્ટ કરવા માટે રજૂઆત કરાઈ
- છેલ્લા દોઢ વર્ષથી કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે
કચ્છઃ શુક્રવારે ભુજની કલેક્ટર કચેરી ખાતે બહુજન આર્મીના સભ્યો દ્વારા પ્રાંત અધિકારીને રેમડેસીવીર ઇન્જેક્શન ફ્રીમાં વિતરણ કરવા તથા અમૃતમ કાર્ડ અથવા મા વાત્સલ્ય કાર્ડને મર્જ કરી કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં ફ્રી ટ્રીટમેન્ટ કરાવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ કચ્છના સીમાડાઓના ગામડાઓમાં કોવિડ સેન્ટર શરૂ કરવાની માગ
દર્દીઓને આર્થિક સહાય મળી રહે તે ઉદ્દેશ્ય
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે, ત્યારે ગુજરાતના મધ્યમવર્ગના લોકો પાસે ખાસ કોઈ કામ ધંધો નથી. કોરોનાના દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન સંપૂર્ણપણે મફતમાં વિતરણ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર આપવામાં આવે, જેથી હાલમાં ચાલી રહેલી મહામારી વચ્ચે દર્દીઓને આર્થિક સહાય મળી રહે.