ભારત-પાકને અડીને આવેલી કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદેથી ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી તથા હથિયારો ઘુસાડવા જેવી દેશ વિરોધી પ્રવૃત્તિઓને અટકાવવા તથા આવી કોઇપણ હિલચાલ અંગે સરહદના ગ્રામજનોને જાગૃત કરવા માટે સીમાદળના જવાનો તથા પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત કવાયત થઇ હતી.
સરહદી વિસ્તારની મોહન BOPમાં પોલીસ અને સીમા સુરક્ષાદળના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ ચર્ચા થઇ હતી. સરદાર પોસ્ટ, વિઘાકોટ તરફના ફેન્સિંગ વિસ્તારમાં પોલીસ તથા સીમા સુરક્ષાદળના જવાનોએ સાથે મળીને પેટ્રોલિંગ કર્યું હતુું.
આ ખાસ કવાયતમાં નાયબ પોલીસ અધીક્ષક નખત્રાણા વિભાગના વી.એન. યાદવ, નરા પોલીસ સ્ટેશનના PSI અરવિંદ પરમાર, ખાવડા પોલીસ સ્ટેશનના પ.એસ.આઇ, પી.એસ.આઇ. પરાક્રમસિંહ કછવાહ, સીમા સુરક્ષાદળના અધિકારીઓ ઇન્સ્પેકટર દેવેન્દ્ર મનિક દત્તા વગેરે જોડાયા હતા.