કચ્છ ભુજ તાલુકાના (Bhuj District Nirona village Rogan Art) નિરોણા ગામ (Rogan Art Hub) રોગાન કળાનું હબ ગણાય છે. અહીં છેલ્લા 400 વર્ષથી એક જ પરિવાર પોતાની 8 પેઢી આ કળાની ધરોહરને સાચવી બેઠો છે. આ પરિવારના માસ્ટર આર્ટીસ્ટ (Lacquer Art Master Artist) અબ્દુલ ગફુર ખત્રીને રોગાન કળામાં પ્રદાન માટે કેન્દ્ર સરકારે પદ્મશ્રીથી નવાજ્યા છે. જે બાદ આ કળા વધુ ચર્ચિત બની છે. આ કળા વિશે માહિતી આપતા ખત્રી પરિવારના અશરફ જણાવે છે કે, કપડા પર કોઈ પણ પ્રકારની ડિઝાઇન વગર સીધા જ મનની કલ્પના શક્તિના આધારે ભાત પાડવામાં આવે છે.
ટ્રી ઓફ લાઇફની સંરચના ઇરાની મૂળની આ કળામાં રોગન શબ્દનો અર્થ (Rogan Word Meaning ) તેલ થાય છે. આ કળા કોટન તથા રેશમી કાપડ પણ કરવામાં આવે છે. જેનાથી ડિઝાઇન બનાવે છે તે પેસ્ટ બનાવવામાં એરંડીયાનું તેલ, કુદરતી કલરનો ઉપયોગ (Natural colours Used in Lacquer Art) કરાય છે. જે બાદ ધાતુની કલમની મદદથી કાપડ પર ફૂલ, પાન, મોર, હાથી જેવા જાનવરોની ભૌમિતિક ભાત ઉપસાવે છે. ટ્રી ઓફ લાઇફ કલ્પવૃક્ષની સંરચના (Kalpavriksha Tree Structure) આ કળાની મુખ્ય ખાસિયત છે.
વડાપ્રધાને દેશ વિદેશમાં કળાને કરી પ્રખ્યાત એક નાનો પીસ બનાવતા ઓછામાં ઓછા અઠવાડીયાનો સમય લાગે છે. જેટલો પીસ વિશાળ તે મુજબ મહિનાઓ પણ લાગી શકે છે. તેઓ ઉમેરે છે કે, વર્ષ 2006માં જ્યારે ભુજ આર્ટનું ઉદ્ઘાટન (Bhuj Handicrafts Fair 2006) થયું હતું. આ દરમિયાન હસ્તકલા મેળામાં આ કળાથી પ્રથમવાર તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી રૂબરૂ થયા હતા. તેઓ આ કળા અને અહીંના કારીગરો સાથે દિલથી જોડાઈ ગયા છે. વર્ષ 2014માં ટ્રી ઓફ લાઇફ વિથ પિકોકની થીમ પરની રોગાન ફ્રેમ વડાપ્રધાને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ઓબામાને ભેટમાં આપી હતી. તે બાદથી આ આર્ટ વિશે જાણવા દેશ દુનિયાના લોકોમાં ઉત્સુકતા વધી હતી. અત્યાર સુધી 70થી વધુ દેશના કળાના કદરદાનો આ કળાને જાણવા તથા શીખવા નિરોણા ગામની તથા અમારા ઘરની મુલાકાત લઈ ચૂક્યા છે.
ચાહકો રૂપિયા 1500થી રૂપિયા 15 લાખ સુધીનો ખર્ચ વડાપ્રધાન વિદેશના પ્રવાસે જાય છે તથા ભારતની મુલાકાતે આવતા ડેલીગેટ્સને રોગાન આર્ટના માસ્ટર પીસ ભેટ આપતા હોય છે. જેના કારણે કચ્છી કળાને વિશ્વભરમાં નામના સાથે માર્કેટ પ્રાપ્ત થયું છે. લુપ્ત થવાના કગારે પહોંચેલી કળાને ખરા અર્થમાં વડાપ્રધાને અંગત રસ લઈને જીવંત કરી છે. તે બદલ તેમનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યોજાતા વિવિધ હસ્તકલા મેળાઓમાં માર્કેટિંગ અને વેચાણ (Marketing Platform in Handicraft Fairs) માટે નિ:શુલ્ક પ્લેટફોર્મ અપાતું હોવાથી અમારી પહોંચ કચ્છ, ગુજરાત,દેશના વિવિધ રાજયો તથા વિદેશી કલાશોખીનો સુધી વધી છે. હાલ દેશ દુનિયામાંથી અમને ઓર્ડર પ્રાપ્ત થતા હોય છે. થોડા સમય પહેલા જ વિદેશમાં રૂપિયા 15 લાખની કિંમતના એક રોગાન આર્ટ વર્ક પીસનું વેંચાણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનને રોગાન વર્કનો કુર્તાની ભેટ ગત માસે કચ્છમાં વિવિધ પ્રકલ્પના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ભુજ આવેલા વડાપ્રધાનનું સ્વાગત મુખ્યપ્રધાને રોગાન આર્ટની ફ્રેમથી કર્યું હતું. આ સાથે પીએમ સાથે ખાસ મુલાકાતમાં પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રીએ રોગાનવર્ક કરેલો પીળો કુર્તો તથા એક ફ્રેમ ભેટમાં (Lacquered Yellow Kurta Gift Prime Minister) આપી હતી. જે શુભ પ્રસંગે તે અવશ્ય પહેરશે તેવો વાયદો કર્યા બાદ તાજેતરમાં વડાપ્રધાને એક પ્રસંગમાં આ કુર્તો પહેરીને કચ્છની રોગાન કળાને વધુ એકવાર દેશ વિદેશ સમક્ષ મુકીને પ્રોત્સાહન આપ્યું હતું.