- ભુજના જાહેર માર્ગો તથા સોસાયટીના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
- નગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરાયો
- આગામી દિવસોમાં પાણી ન ભરાય તે માટે યોગ્ય કાર્યવાહી કરાશે
કચ્છ : અસહ્ય બફારા વચ્ચે આજે વહેલી સવારથી ભુજમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લા મથક ભુજ ખાતે સવારના છ વાગ્યાના અરસામાં એકાએક ઝાપટારૂપી પડેલો વરસાદ 15થી 20 મિનિટ વરસ્યો હતો. બપોરના સવા વાગ્યાની આસપાસ પણ એકા-એક 10થી 15 મિનિટ વરસાદ વરસ્યો હતો. શહેરના જાહેર માર્ગો તથા સોસાયટીના વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયા હતા.
પ્રીમોન્સુનની કામગીરીના ભાગરૂપે સમયસર નાળાની સાફસફાઈની કાળજી રખાઇ
શહેરના ઘનશ્યામ નગર, વાણિયાવાડ, મહેર અલી ચોક, જૂના બસ સ્ટેશન રોડ , અનમ રીંગ રોડ તથા પીપીસી ક્લબ પાસે દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે. આ વખતે ભુજ નગરપાલિકાએ હમીરસરની પાણીની અવર-જવર માટે પ્રીમોન્સુનની કામગીરીના ભાગરૂપે સમયસર નાળાની સાફસફાઈની કાળજી રખાઈ હતી. આ નાળા સફાઈની કામગીરીમાં ભુજ નગરપતિ ઘનશ્યામ ઠક્કરે કાળજી રાખી હતી. જેથી દર વર્ષે ભરાતા વરસાદી પાણી કરતા આ વર્ષે પ્રમાણમાં ઓછું પાણી ભરાયું હતું.
આ પણ વાંચો : પોરબંદરમાં ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર આવતા કોંગી નેતાઓએ આળોટીને નોંધાવ્યો વિરોધ
ભુજ નગરપાલિકાની ટીમ દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરાયો
આજે સવારના સમયે શહેરના સૌથી વધુ ધમધમતાં વિસ્તાર વાણિયાવાડ અને મહેર અલી ચોકના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ભુજ નગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી પાણીનો નિકાલ થઈ ગયો હતો. આ ઉપરાંત શહેરના અનમ રીંગ રોડ વિસ્તારમાં આવેલા દુકાનો પાસે પણ ઘણાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જતું હોય છે.
નવી બોડીની ઝડપી કાર્યવાહીથી વેપારીઓ પ્રભાવિત થયા
સવારના વેપારી દ્વારા નગરપાલિકામાં ફોન કરવામાં આવ્યો હતો. તુરંત જ નગરપાલિકાના સફાઇ કામદાર દ્વારા સ્થળ પર પહોંચીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાની નવી બોડીની ઝડપી કાર્યવાહીથી વેપારીઓ પ્રભાવિત થયા હતા અને નગરપાલિકાનો આભાર માન્યો હતો. આ ઉપરાંત સમસ્યા દર વર્ષે ન સર્જાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વાત કરી હતી.
ભુજ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કાર્યવાહી કરાઇ
ભુજ નગરપાલિકા દ્વારા આ વર્ષે અગાઉથી જ હમીરસરની પાણીની આવન-જવન માટે નાળાની સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા નવો Concept અમલમાં મુકવામાં આવ્યો છે. વરસાદ પહેલા કોન્ટ્રાક્ટરને 75 ટકા રકમ ચૂકવવામાં આવી છે. વરસાદ પછી બાકીની 25 ટકા રકમ તેમને ચૂકવવામાં આવશે. તે પણ ત્યારે જ્યારે કોઈ જગ્યાએ પાણીનો અવરોધ ઊભો નહિ થાય તો જ તેને પેમેન્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો : Rain news: બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, વરસાદી પાણી ભરાતા લોકો ત્રાહિમામ
જાણો શું કહ્યું વેપારીએ ?
નગરપાલિકા દ્વારા અહીં વરસાદી પાણીનો મહદઅંશે નિકાલ કરવામાં આવ્યો છે. પરંતુ હજી અમુક સ્થળે પાણી ભરાયેલા છે. જેનો આગમી દિવસમાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને નિકાલ કરવામાં આવશે તેવી આશા છે. મારી દુકાન પાસે વરસાદી પાણી ભરાઈ ગયું હતું. મેં નગરપાલિકામાં ફોન કર્યો હતો અને તુરંત જ તેનો નિકાલ કરવામાં આવ્યો છે. તે એક સારી વાત છે પરંતુ આ દર વર્ષે અહીં પાણી ભરાય છે. જેનો કાયમી નિકાલ થઈ જાય તેવી આશા અમે રાખીએ છીએ.
જાણો શું કહ્યું નગરપાલિકાના પ્રમુખે ?
આજે ભુજ શહેરની અંદર જ્યાં જ્યાં પાણી ભરાવવાની ફરિયાદ આવી છે. ત્યાં આજે તાત્કાલિક ટીમ મોકલી અને સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નગરપાલિકામાં 20 લોકોની ટીમ અહીં કાર્યરત રાખવામાં આવી છે. જેથી વરસાદ દરમિયાન કોઈ પણ હોનારત સર્જાય તો તાત્કાલિક અમારી ટીમ સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી શકે.
આ પણ વાંચો -
- rain news : સુરત જિલ્લાના કુદસદમાં ઠેર ઠેર પાણી ભરાયા
- પોરબંદર: કડછ ગામમાં વરસાદી પાણી ભરાયા બાદ હવે રોગચાળો ફેલાવાનો ભય
- મેઘ તાંડવ: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં મુશળધાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
- જૂનાગઢ: ઘેડ વિસ્તારમાં વરસાદ બંધ, હજી પણ વરસાદી પાણી
- જામનગર: લાખોટા તળાવ ઓવરફ્લો, શહેરમાં વરસાદી પાણી ભરાયા
- સુરત સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા, લોકોને ભારે હાલાકી
- અમદાવાદમાં માત્ર અઢી કલાક વરસાદમાં જ મનપાના પ્રિમોન્સુન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા
- Patan Rain Update: સિદ્ધપુરમાં પાંચ ઇંચ વરસાદ પડતાં રસુલ તળાવ બેટમાં ફેરવાયું
- Bardoli municipalityની પ્રિમોન્સૂન કામગીરી અડધા ઇંચ વરસાદમાં ધોવાઈ ગઈ, ઘૂંટણસમા પાણી ભરાયાં