- છેલ્લા 15 દિવસમાં કચ્છ જિલ્લામાં 7 બોગસ તબીબો ઝડપાયા
- માનકુવા પોલીસે બે બોગસ તબીબોને ઝડપી પાડ્યા
- બોગસ તબીબો પાસેથી 20,484નો મુદ્દામાલ કબ્જે કરાયો
કચ્છ: છેલ્લા 15 દિવસના સમયગાળામાં પૂર્વ કચ્છમાંથી 4 જેટલા બોગસ ડોકટરો ઝડપાયા હતા ત્યારે હવે પશ્ચિમ કચ્છમાં પણ 3 તબીબો ઝડપાયા છે આમ કુલ મળીને 7 જેટલા બોગસ તબીબો છેલ્લા 15 દિવસોમાં ઝડપાયાં હતા.
કોઈ પણ ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ ઝડપાયા
ભુજ તાલુકાના સુરજપર ગામમાં દવાખાનું ચલાવતા બે શખ્સ પાસે ડોક્ટરની ડીગ્રી ન હોવા છતાં તે ડોક્ટર તરીકે મેડીકલ પ્રેક્ટિસ કરતા હોવાની બાતમી માનકુવા પોલીસને મળી હતી. પોલીસે સૂરજપર ગામમાં આવેલી નવી ડેરીની બાજુમાં દર્દીઓને એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શન આપવા માટે કોઈ માન્ય ડીગ્રી કે સર્ટિફિકેટ વગર પ્રેક્ટિસ કરતા હોઇ મનીશ ભટ્ટ તથા ચેતન ત્રિપાઠી નામના બંને શખ્સોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો: ડભોઇથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબો ઝડપાયા, પોલીસે બન્ને બોગસ ડોકટર વિરુદ્ધ કાયદેસરની કરી કાર્યવાહી
બોગસ તબીબો પાસેથી કુલ 20,484નો મુદ્દામાલ કબ્જે કરાયો
પોલીસ દ્વારા બોગસ ડોક્ટરો પાસેથી કુલ 20,484 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી. આમ કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.બારોટ, પોલીસ કોન્સટેબલ હરીશચંન્દ્રસિહ બળવંતસિહ જાડેજા, પોલીસ હેડ કોન્સટેબલ કાનાભાઈ હમીરભાઈ રબારી, પોલીસ હેડ કોન્સટેબલ જયપાલસિંહ, જયદેવસિંહ જાડેજા અને પોલીસ કોન્સટેબલ ઉપેન્દ્રસિંહ દેવુભા જોડાયા હતા.
આ પણ વાંચો: વલસાડ પોલીસે અલગ-અલગ સ્થાને દરોડા પાડી 7 બોગસ તબીબો સામે કરી કાર્યવાહી