- તૌકતે વાવાઝોડાને પગલે માનવજ્યોત સંસ્થા દ્વારા 10 હજાર ફૂડ પેકેટ્સ બનાવાયા
- સ્થળાંતરિત થયેલા લોકોને સુકો નાસ્તો તેમજ ગરમ ભોજન પણ પહોંચાડવામાં આવશે
- મુશ્કેલીના સમયમાં માનવજ્યોત સંસ્થાની સરાહનીય કામગીરી
કચ્છ: વાવાઝોડાને પગલે કાંઠાના ગામોમાંથી સ્થળાંતરિત થયેલા લોકોને ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા સૂકો નાસ્તો પહોંચાડવામાં આવશે. ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા સૂકા નાસ્તાના 10 હજાર પેકેટ બનાવવામાં આવ્યા છે જે સ્થળાંતરિત લોકો સુધી પહોંચતાં કરવામાં આવશે.
નુક્સાનીના સંજોગોમાં ભોજન પણ પહોંચાડવામાં આવશે
આ ઉપરાંત જો વાવાઝોડું ટકરાય અને નુકસાની થાય એવા સંજોગોમાં શાક અને પુરીના ફૂડપેકેટ પણ બનાવવામાં આવશે અને જે જે આશ્રયસ્થાનો પર માછીમારો અને દરિયાકિનારા નજીકના ગામોને આશ્રય આપવામાં આવ્યો છે ત્યાં આ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવશે.
સંસ્થા ગમે એટલા દિવસો સુધી સેવા કરવા તત્પર
સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, જો જરૂર જણાશે તો એક દિવસ નહીં બે દિવસ નહીં પરંતુ જેટલા દિવસ સુધી જરૂર હશે તેટલા દિવસ સુધી સંસ્થા દ્વારા ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવશે.