ETV Bharat / state

Lumpy virus in Kutch : લમ્પી સ્કિન ડીસીઝનો કહેર વધતા 5 એકરમાં વિશાળ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા

કચ્છમાં લમ્પી સ્કિન ડીસીઝનો કહેર (Lumpy virus in Kutch ) દિવસેને દિવસે ગાયોની હાલત કથળતી જાય છે. આ રોગ હવે બેકાબુ થઇ ગયો હોય તે રીતે જિલ્લાભરમાં ફેલાઇ ગયો છે. જિલ્લાના મુખ્ય મથક ભુજમાં લમ્પી વાયરસથી પીડાતી ગાયો માટે વિશ્વ હિન્દુ પરિષદ અને ભુજ નગરપાલિકા દ્વારા આઇસોલેશન વોર્ડ શરૂ (Isolation wards for Cow ) કરવામાં આવ્યો છે.

Lumpy virus in Kutch : લમ્પી સ્કિન ડીસીઝનો કહેર વધતા 5 એકરમાં વિશાળ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા
Lumpy virus in Kutch : લમ્પી સ્કિન ડીસીઝનો કહેર વધતા 5 એકરમાં વિશાળ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા
author img

By

Published : Aug 2, 2022, 6:25 PM IST

Updated : Aug 2, 2022, 7:16 PM IST

કચ્છ : કચ્છ જિલ્લામાં 23.79 લાખ પશુધન છે જે પૈકી 5.74 લાખ ગાયો છે. તેમાંથી 2.26 લાખ ગાયોનું લમ્પી રોગ માટેનું રસીકરણ કરાયું છે.લમ્પી સ્કિન ડીસીઝના કારણે જિલ્લામાં 1190 ગાયો મોતને ભેટી છે. ગાયોની આવી પરિસ્થતિ જોઈને ગૌપ્રેમીઓમાં પણ અરેરાટી ફેલાઈ છે. એપ્રિલ મહિનામાં કચ્છના લખપત તાલુકામાં કેપરીપોક્સ વાયરસથી થતી લમ્પી સ્કિન ડીસીઝના કેસ દેખાવાના શરૂ (Lumpy virus in Kutch ) થયા હતા. તો લખપત બાદ અબડાસા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા તેમ ધીમે ધીમે સમગ્ર કચ્છમાં આ બીમારી નોંધાઇ છે. જિલ્લાના 585 ગામોમાં અત્યાર સુધી 37,840 પશુઓને સારવાર આપી છે. તો કુલ 72 ટીમો દ્વારા આ રોગને નાથવા (Isolation wards for Cow ) પ્રયાસ ચાલુ છે.

ગાયો માટે હોમિયોપેથીક, એલોપેથીક અને આયુર્વેદિક દવાઓનો ઉપચાર શરુ કરાયો છે

લમ્પી વાયરસગ્રસ્ત ગાયો રસ્તે રખડતી જોવા મળી રહી છે -ભુજ શહેરમાં લમ્પી વાયરસ ફેલાતા શહેરમાં ઠેર ઠેર વાયરસગ્રસ્ત ગાયો (Lumpy virus in Kutch )રસ્તે રખડતી જોવા મળી રહી છે. પશુપાલકો પણ આવા સમયમાં પોતાની ગાયોની દેખરેખ કરવાની બદલે તેમને ચરવા શહેરમાં છુટા મૂકી દે છે. આ કારણે ગાયોની તબિયત પર પણ માઠી અસર પડે છે તો અન્ય ગાયો પણ વાયરસની ચપેટમાં આવવાની શક્યતા વધે છે.

આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો -શહેરમાં લમ્પી વાયરસના રોગનો ફેલાવો અટકાવવા અને ગાયોના જીવ બચાવવા પાલિકા દ્વારા આગળ આવી વિશ્વ હિન્દુ પરિષદ અને ભુજ જથ્થાબંધ બજાર ગૌસેવા સમિતિના સહયોગથી શહેરના કોડકી રોડ પર ખાસ આઇસોલેશન વોર્ડ (Isolation wards for Cow ) ઊભો કરવામાં આવ્યો છે.ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન જગત વ્યાસે પોતાની માલિકીની 5 એકર જમીન વાયરસગ્રસ્ત ગાયોને માટે આઇસોલેશન વોર્ડ બનાવવા માટે આપી છે. શહેરમાં ભટકતી બિનવારસુ વાયરસગ્રસ્ત ગાયોને નગરપાલિકાના ટ્રેકટર દ્વારા આ આઇસોલેશન વોર્ડ ખાતે (Lumpy virus in Kutch )ખસેડવામાં આવે છે.

આ પણ વાંચોઃ Lumpy virus in kutch : સીએમે ગાયોમાં લમ્પી વાયરસની સ્થિતિને લઇ બેઠક યોજી, કર્યાં આ નિર્ણયો

દરરોજની 25થી 30 ગાયો સારવાર અર્થે આવે છે -આ આઇસોલેશન વોર્ડ (Lumpy virus in Kutch )ખાતે ગાયોની સારવાર માટે પણ તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તબીબી સાધનો ઉપરાંત ગાયો માટે ઘાસચારો પણ અહીં (Isolation wards for Cow ) દાતાઓ અને સેવાભાવી સંસ્થા દ્વારા ભેગો કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા બીમાર ગાયોની સારવાર કરવામાં આવી રહી છે. અહીં દરરોજની 25થી 30 જેટલી ગાયો ક્રિટીકલ હાલતમાં આવે છે ઉપરાંત દરરોજની 10થી 12 ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ લમ્પીગ્રસ્ત ગાયનું દૂધ પીવું કે ન પીવું?

લમ્પી વાયરસગ્રસ્ત ગાયોનો આયુર્વેદિક ઉપચાર - લમ્પી વાયરસગ્રસ્ત ગાયોને આ આઇસોલેશન વોર્ડ (Isolation wards for Cow ) ખાતે હોમિયોપેથીક, એલોપેથીક અને આયુર્વેદિક દવાઓનો ઉપચાર (Ayurvedic treatment of lumpy virus infected cows) કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ગાયોને (Lumpy virus in Kutch ) ગોળ અને વરિયાળીનું પાણી પણ પીવડાવવામાં આવી રહ્યું છે. આયુર્વેદિક ઔષધીયુક્ત લાડું તેમજ રોટલી પણ ગૌ પ્રેમીઓ દ્વારા ખવડાવવામાં આવી રહી છે. જુદી જુદી સંસ્થાઓના સ્વયં સેવકો તેમજ ભુજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અહીં ગૌમાતાની સેવા (Lumpy Skin Disease in Gujarat) કરવામાં આવી રહી છે.

Last Updated : Aug 2, 2022, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.