ETV Bharat / state

કચ્છનું નલિયા ઠંડુગાર, કલેક્ટરે કામ વગર બહાર ન નીકળવા કરી અપીલ - Lowest temperature in Nalia of Kutch

કચ્છનું નલિયા ફરી એક વાર ઠંડુગાર થઈ (Lowest temperature in Nalia of Kutch) ગયું છે. તેના કારણે કલેક્ટરે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવાની પણ અપીલ કરી છે. નલિયામાં તાપમાન 2 ડિગ્રી સુધી પહોંચતા લોકો પણ બહાર નીકળવાનું (Kutch Collector appeal to citizen) ટાળી રહ્યા છે.

કચ્છનું નલિયા ઠંડુગાર, કલેક્ટરે કામ વગર બહાર ન નીકળવા કરી અપીલ

author img

By

Published : Jan 16, 2023, 3:07 PM IST

કચ્છ જિલ્લામાં ફૂંકાતા બરફીલા સૂંસવાટા મારતા પવનથી ઠારની ધાર વધુ ડંખિલી બનવા સાથે આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરી રાખવાં પડે તેવું ટાઢોડું અનુભવાયું હતું. નલિયા 2 ડિગ્રીએ રાજ્યના ઠંડા મથકોમાં પ્રથમ સ્થાને અડીખમ રહ્યું છે. તો હવામાન વિભાગે હજી 2 દિવસ કોલ્ડ વેવની અસર રહેશે તેવી આગાહી કરી છે.

આ પણ વાંચો Today Gujarat Weather: હાડ થીજવતી ઠંડી, નલિયા 3.8 ડિગ્રી સાથે ઠંડુગાર

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું રાજ્યમાં આ વખતે ઠંડીની શરૂઆત થોડી મોડી થઈ હતી, પરંતુ હવે ઠંડીનું જોર વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થયા બાદ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડવા લાગ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહીમાં દર વખતની જેમ આ સિઝનમાં પણ કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે અને આવનારા સમયમાં પણ હજુ નલિયાના તાપમાનમાં ઘટાડો થશે.

12થી 20 કિલોમીટરની ઝડપે પવન જિલ્લા મથક ભુજમાં લઘુતમ પારો 7.6 ડિગ્રી નોંધાયો હતો, પરંતુ સરેરાશ 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને લોકોને રીતસરના થરથરાવ્યા હતા. એક સમયે પવનની ઝડપ વધીને 15 કિલોમીટરને પાર થઈ ગઈ હતી. નલિયામાં આજે ચાલુ સીઝનમાં રેકોર્ડ બ્રેક પારો નોંધાયો છે.આજે નલિયામાં 1.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જિલ્લામાં સરેરાશ 12થી 20 કિલોમીટરની ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાયો હતો.

આગામી દિવસોમાં ઠંડી વધુ જોર પકડશે આજે સવારથી જ તીવ્ર ગતિએ પવન ફૂંકાવવાનું શરૂ થતાં ઠારનો માર વધુ અસહ્ય બન્યો હતો. દિવસે તડકામાં તપીને તો રાત્રે તાપણાનો સહારો લઈ લોકોએ ઠંડી સામે રક્ષણ મેળવ્યું હતું. પવનની ઝડપમાં વધારાના કારણે વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી. સાંજ ઢળતાં જ ઠંડી અને ઠારનો માર વધુ આકરો બન્યો હતો. વાતાવરણીય માહોલ જોતાં આગામી દિવસોમાં ઠંડી વધુ જોશભેર કચ્છને થરથરાવશે.

આ પણ વાંચો કેદારકંઠાની કડકડતી ઠંડી વચ્ચે 15 ડિગ્રીમાં ટ્રેકિંગ, 12500 ફૂટની ઊંચાઈ પર તિરંગો ફરકાવ્યો

ચાલુ સીઝનમાં ઠંડીનો રેકોર્ડ નલિયાની વાત કરીએ તો, રાજ્યના સૌથી વધુ ઠંડી અહીં પડતી હોય છે તો ચાલુ સીઝનમાં રેકોર્ડ બ્રેક લઘુતમ તાપમાન નોંધાયું છે જે 1.4 ડિગ્રી છે તો આ પહેલાં 8 ફેબ્રુઆરી 2012ના રોજ નલિયામાં 0.8 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે છેલ્લાં 10 વર્ષનો સૌથી ઓછા તાપમાનનો રેકોર્ડ છે.તો આજે 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

વધુ એક દિવસ શીતલહેરની ચેતવણી જિલ્લામાં ગગડેલા મહત્તમ પારા સાથે 12થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને આખો દિવસ તીવ્ર ઠંડીના ચમકારાનો અનુભવ કરાવ્યો હતો. રાજ્યના હવામાન વિભાગે વધુ એક દિવસ શીતલહેરની ચેતવણી જારી કરી છે. ખાસ કરીને પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા સાથે ઉત્તર ભારતમાં કાતીલ ઠંડી પડી રહી છે. ઉપરાંત ઉત્તર દિશાએથી બરફીલા પવનો ફુંકાવવાનું જારી રહેતા પારો વધુ ગગડે તેવી શકયતા સેવાઈ રહી છે.

વાહનો પર બરફની ચાદર જામી હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તરાયણના બીજા દિવસે ઠંડીનો પારો ઘટી જતાં વાતવરણમાં શિત લહેર ફેલાઈ ગઈ છે. અતિઠંડીના કારણે લોકો દિવસે પણ તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા. ઠેરઠેર ચાની લારી પર લોકો 1થી વધુ વખત ચા પીવા મજબૂર બન્યા છે. તેમાં અબડાસા અને નખત્રાણા પંથકમાં ઠંડીનું જોર વિશેષ જોવા મળ્યું હતું. નાના મોટા પાર્ક કરેલા વાહનો પર ઠાર જામી જતા રીતસર બરફની ચાદર જોવા મળી હતી.

કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કોરોના કાળ બાદ ભુજ શહેર, તાલુકાના સરહદી ગામો અને જિલ્લાના દુર્ગમભાગોમાં ઊભી થયેલી શીત સંચારબંધી જેવી સ્થિતિમાં કચ્છના કલેક્ટરે પ્રથમ વખત માર્ગદર્શિકા બહાર પાડીને જિલ્લામાં બે દિવસ શીત લહેરની આગાહીને લઇને લોકોને કામ સિવાય બહાર ન નીકળવા અપીલ પણ કરી છે.

ઠંડીમાં ધ્યાન રાખવા સૂચનો લોકોને કામ સિવાય ઘરથી બહાર ન નીકળવા, ઠંડા પવનો ઘરમાં ન આવે તે માટે ઘરના દરવાજા, બારીઓ યોગ્ય રીતે બંધ કરવા, ઠંડીથી ફલુ, વહેતું કે ભરેલું નાક, નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે, જેથી તબીબની સલાહ લેવા, કપડાં, ખોરાક, પાણી, ઈંધણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઇટ અને દવાઓનો પૂરતો જથ્થો રાખવા, હવામાન વિભાગની ઠંડીને લગતી માહિતીને અનુસરવા, ફેફસાને સુરક્ષિત રાખવા મોં, નાક, માથાને ઢાંકવા, રોગ પ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામીન સી થી ભરપૂરત ફળો, શાકભાજી ખાવા, નિયમિત ગરમ પ્રવાહી પીવા, નવજાત શિશુ, બાળકો, વૃધ્ધોની ખાસ તકેદારી રાખવા, બંધ જગ્યાઓમાં કોલસો કે, લાકડા ન બાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઠંડીથી મોતના કિસ્સામાં તાત્કાલિક જાણ કરવી કલેક્ટર દિલીપ રાણાના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મામલતદાર, કચ્છના નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તમામ મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરોને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ભીક્ષુક, અનાથ લોકોને રેન બસેરામાં ખસેડવા તેમજ ઠંડીથી મરણના કિસ્સામાં તેનું નિયમ અનુસાર પોસ્ટમોર્ટમ કરાવી, તેની માહિતી તાત્કાલિક મોકલી આપવા તેમજ કન્ટ્રોલ રૂમ નં.02832 252347 પર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય જિલ્લાઓની સરખામણીએ નલિયામાં તાપમાન ઓછું અમદાવાદમાં 7.6 ડિગ્રી, ગાંધીનગરમાં 5.3 ડિગ્રી, રાજકોટમાં 7.3 ડિગ્રી અને નલિયામાં 2 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.