કચ્છ: જિલ્લાના નખત્રાણામાં લોકશાહી બચાવ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, વિક્રમ માડમ, લલિત કગથરા સહિતના 14 જેટલા ધારાસભ્યો અને આગેવાનો જોડાયા હતા. નખત્રાણા ખાતેના આ કાર્યક્રમ અગાઉ આ તમામ આગેવાનો કોઠારા નજીક કાર્યકર મિલનમાં હાજર રહ્યા હતા.
આ યાત્રામાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને ગુજરાત કોરોના મહામારી સામે લડી રહ્યું હતું. ત્યારે સત્તાપક્ષમાં બેઠેલા લોકોએ જોડ-તોડનો વાઇરસ ચલાવ્યો હતો. જે કોંગ્રેસના ધારાસભ્યોને ભરખી ગયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ સંગઠિત થઈને લોકોની સાથે રહીને કોરોના મહામારી અને સત્તાપક્ષના જોડ-તોડના વાઇરસ સામે પણ લડશે.