ETV Bharat / state

'કચ્છડો બારેમાસ': કચ્છી માડુઓનો કેવો રહેશે મિજાજ?, જુઓ વીડિયો - bjp congress

કચ્છ/ભૂજ: ભાતીગળ સંસ્કૃતિ અને અનોખો મિજાજ ધરાવતો કચ્છ જિલ્લો આફતને અવસરમાં બદલવામાં એક પ્રતીક સાબિત થયો છે. ખમીર વંતા કચ્છી માડુએઓ દુનિયાભરમાં 'કચ્છડો બારેમાસ' વસતો કર્યો છે. એક તરફ રણ તો બીજી તરફ દરિયોવાળી ધરોહરનો રાજકીય મિજાજ મહદ અંશે ભાજપ તરફી રહ્યો છે.

ડિઝાઈન ફોટો
author img

By

Published : Apr 12, 2019, 2:59 PM IST

કચ્છ-મોરબી લોકસભા બેઠક અનુસુચિત જાતિ માટે અનામત બેઠક છે. આ બેઠકમાં કચ્છની 6 અને મોરબી સહિત કુલ 7 વિધાનસભા બેઠકના 17 લાખ 30 હજાર મતદારો છે. સરહદી વિસ્તાર ધારાવતા કચ્છના મતદારો છેલ્લી 5 ટર્મ એટલે 25 વર્ષથી ભાજપના ઉમેદવારની સાથે રહ્યા છે. 2009માં નવા સિમાંકન બાદ મોરબીનો કચ્છ બેઠકમાં ઉમેરો થયો હતો. 2014ની ચૂંટણી બાદ કચ્છમાં 22 હજારથી નવા મતદારોનો સમાવેશ થયો છે. જેથી નવા મતદારોનો મૂડ નિર્ણાયક રહેશે.

2014માં ભાજપના વિનોદ ચાવડા 2 લાખ 54 હજારની લીડથી જીતી ગયાં હતાં. જ્યારે કોંગ્રેસ ડો. દિનેશ પરમારને હારનો સામનો કરવા પડ્યો હતો. ચાવડાની આ લીડ કચ્છના ઈતિહાસમાં સૌથી ઉંચી લીડ ગણવામાં આવે છે. વિનોદ ચાવડા સામે કામની નિષ્ક્રિયતા અને સ્થાનિક સંગઠન સાથે તાલમેલના અભાવની વ્યાપક ફરિયાદો છે. 2009માં ભાજપે મહિલા ઉમેદવાર તરીકે પૂનમ જાટને તક આપી હતી. પૂનમબેને 71 હજારની લીડથી કોંગ્રેસના વાલજી દનિચાને માત આપી હતી.

કચ્છી માડુઓનો કેવો રહેશે મિજાજ?

કચ્છમાં પાણીની સમસ્યા સૌથી મુખ્ય પ્રશ્ન છે. બન્ની વિસ્તાર ઘાસીયા જંગલ માટે જાણીતો છે, પરંતુ સ્થાનિક પશુપાલકો ઘાસચારાની સમસ્યાથી પરેશાન છે. આ સિવાય મોદી સરકારની જીએસટી અને નોટબંધીની અસર મુન્દ્રા-ગાંધીધામ જેવા બિઝનેસ હબ પર પડી છે. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં બેરોજગારીનો પશ્ન યથાવત રહ્યો છે.

કચ્છ-મોરબી બેઠકનું સમીકરણ જોઈએ તો આ વખતે ભાજપે વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને રિપિટ કર્યાં છે, તો કોંગ્રેસે નરેશ મહેશ્વરીની મહેનત અને કામગીરી જોઈ ચૂંટણી જંગમાં ઉતાર્યાં છે. નરેશભાઈ, દલિત સમાજમાં સારૂ એવું પ્રભુત્વ ધરાવે છે. આમ, તો કચ્છ-મોરબી બેઠક પર ભાજપની સ્થિતી મજબૂત છે. કારણ કે પંચાયતથી લઇ લોકસભા સુધી ભાજપ પાસે સત્તા રહી છે. જેથી ભાજપ માટે આ બેઠક સુરક્ષિત કહી શકાય.

Intro:Body:

કેવો રહેશે કચ્છી માડુઓનો મિજાજ

કચ્છ/ભૂજ: ભાતીગળ સંસ્કૃતિ અને અનોખો મિજાજ ધરાવતો કચ્છ જિલ્લો આફતને અવસરમાં બદલવામાં એક પ્રતીક સાબિત થયો છે. ખમીર વંતા કચ્છી માડુએઓ દુનિયાભરમાં 'કચ્છડો બારેમાસ' વસતો કર્યો છે. એક તરફ રણ તો બીજી તરફ દરિયોવાળી ધરોહરનો રાજકીય મિજાજ મહદ અંશે ભાજપ તરફી રહ્યો છે.

કચ્છ-મોરબી લોકસભા બેઠક અનુસુચિત જાતિ માટે અનામત બેઠક છે. આ બેઠકમાં કચ્છની 6 અને મોરબી સહિત કુલ 7 વિધાનસભા બેઠકના 17 લાખ 30 હજાર મતદારો છે. સરહદી વિસ્તાર ધારાવતા કચ્છના મતદારો છેલ્લી 5 ટર્મ એટલે 25 વર્ષથી ભાજપના ઉમેદવારની સાથે રહ્યા છે. 2009માં નવા સિમાંકન બાદ મોરબીનો કચ્છ બેઠકમાં ઉમેરો થયો હતો. 2014ની ચૂંટણી બાદ કચ્છમાં 22 હજારથી નવા મતદારોનો સમાવેશ થયો છે. જેથી નવા મતદારોનો મૂડ નિર્ણાયક રહેશે.

2014માં ભાજપના વિનોદ ચાવડા 2 લાખ 54 હજારની લીડથી જીતી ગયાં હતાં. જ્યારે કોંગ્રેસ ડો. દિનેશ પરમારને હારનો સામનો કરવા પડ્યો હતો. ચાવડાની આ લીડ કચ્છના ઈતિહાસમાં સૌથી ઉંચી લીડ ગણવામાં આવે છે. વિનોદ ચાવડા સામે કામની નિષ્ક્રિયતા અને સ્થાનિક સંગઠન સાથે તાલમેલના અભાવની વ્યાપક ફરિયાદો છે. 2009માં ભાજપે મહિલા ઉમેદવાર તરીકે પૂનમ જાટને તક આપી હતી. પૂનમબેને 71 હજારની લીડથી કોંગ્રેસના વાલજી દનિચાને માત આપી હતી.

કચ્છમાં પાણીની સમસ્યા સૌથી મુખ્ય પ્રશ્ન છે. બન્ની વિસ્તાર ઘાસીયા જંગલ માટે જાણીતો છે, પરંતુ સ્થાનિક પશુપાલકો ઘાસચારાની સમસ્યાથી પરેશાન છે. આ સિવાય મોદી સરકારની જીએસટી અને નોટબંધીની અસર મુન્દ્રા-ગાંધીધામ જેવા બિઝનેસ હબ પર પડી છે. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં બેરોજગારીનો પશ્ન યથાવત રહ્યો છે.

કચ્છ-મોરબી બેઠકનું સમીકરણ જોઈએ તો આ વખતે ભાજપે વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને રિપિટ કર્યાં છે, તો કોંગ્રેસે નરેશ મહેશ્વરીની મહેનત અને કામગીરી જોઈ ચૂંટણી જંગમાં ઉતાર્યાં છે. નરેશભાઈ, દલિત સમાજમાં સારૂ એવું પ્રભુત્વ ધરાવે છે. આમ, તો કચ્છ-મોરબી બેઠક પર ભાજપની સ્થિતી મજબૂત છે. કારણ કે પંચાયતથી લઇ લોકસભા સુધી ભાજપ પાસે સત્તા રહી છે. જેથી ભાજપ માટે આ બેઠક સુરક્ષિત કહી શકાય...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.