ભૂજઃ તીડના આક્રમણ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી વાય આઈ શિહોરાએ જણાવ્યું હતું રાપર, ભચાઉના રામવાવ કંઠકોટ સહિતના ગામોમાં તીડના ઝૂંડ જોવા મળ્યાં છે. આજે વહેલી સવારથી જ ખેતીવાડીની ટીમો દવા છંટકાવ સહિતના પગલાં લઈ રહી છે. આજે સાંજ સુધીમાં આ તીડના ઝૂંડ સેટલ થશે તેના પર દવા છટંકાવ સહિતની કામગીરી કરાશે. હાલે ઉનાળાની સિઝનમાં જયાં પાક છે તે ખેતરો પર ઝૂંડ નથી પણ ગાંડાબાવળની ઝાડીઓ પર તીડના ઝૂંડ જોવા મળી રહ્યાં છે. આ તમામ 20 હેકટર વિસ્તારમાં ઝૂંડ જોવા મળ્યાં છે ત્યાં કામગીરી ચાલી રહી છે.
કચ્છના 14 ગામોમાં તીડનું આક્રમણ, 20 હેકટરમાં છવા છંટકાવ માટે 20 ટીમો કામે લાગી - Locust infestation
કચ્છમાં કોરોનાની મહામારીની સામેે ચાલી રહેલા જંગ વચ્ચે હવે તીડનું આક્રમણ શરૂ થતાં ખેડૂતો માટે મુશ્કેલીનો દોર શરૂ થયો છે અને ખેતીવાડી તંત્ર દોડતું થયું છે. કચ્છના રાપર અને ભચાઉ તાલુકાના 14 ગામોમાં તીડના ઝૂંડ જોવા મળતાં ખેતીવાડી વિભાગની 14 જેટલી ટીમો કામે લાગી છે.