કચ્છઃ RSSના જિલ્લા સઘં સંચાલક હિમંતસિંહ વસણ અને સૌરાષ્ટ્ર પ્રાંતના સેવાપ્રમુખ નારાણ વેલાણીની આગેવાનીમાં કચ્છભરમાં વિવિધ મદદ સાથે સેવા કરવામાં આવી રહી છે. 2734 લોકોને ઉકાળો પીવડાવાયો હતો. તેમજ 8650 લોકોનો હોમિયોપેથીક ડોઝ અપાયા હતા.
RSS અને સાજિક સંસ્થા દ્વારા કચ્છભરમાં લોકોને જરૂરી મદદ પહોંચાડાઈ આ ઉપરાંત 16 હજાર રાશનકીટ, 1050 લોકોને ભોજન, 3500 માસ્ક, આઠ ગામોમાં દવા છંટકાવ, 1383 પરપ્રાંતિય શ્રમિકોને મદદ કરવામાં આવી છે. આમ, કચ્છના 100થી વધુ ગામો અને શહેરી વિસ્તારમાં સંઘના 900 જેટલા કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે.
RSS અને સાજિક સંસ્થા દ્વારા કચ્છભરમાં લોકોને જરૂરી મદદ પહોંચાડાઈ મહાવીર જન્મ કલ્યાણક નિમીતે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત અને સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા અલગ-અલગ 51 ગામોમાં લીલા ઘાસચારાની ગાડીઓ મોકલવામાં આવી રહી છે. સાથે જ 15 ગૂણ પક્ષીઓના ચણમાં મોકલવાનું આયોજન કરાઈ રહ્યું છે. જેમાં ભૂજ તાલુકાના ગામો નથ્થરકુઈ, વિછીયા, માધાપર(નવાવાસ), પાયરકા, મખણા, આણંદસર, કુરબઈ, વાડાસર સહિતના ગામોને આવરી લેવાયા છે. સંસ્થાના આગેવાને હિતેશભાઈ ખંડોરના જણાવ્યા પ્રમાણે, આ સંકટ સમયે મહાવીર જન્મ કલ્યાણની ઉજવણી ભગવાન મહાવીર સ્વામીએ બનાવેલા અહિંસા પરમો ધર્મનો માર્ગે ચાલી સમગ્ર વિશ્વના જીવોનું કલ્યાણ થાય અને આ કોરોના વાઈરસની મહામારીનું સંકટ દૂર થાય તેમાટે આ જીવદયાના કાર્યથી કરવામાં આવશે.