કચ્છઃ ભુજ મધ્યે પૂજા ડાઈનિંગ હોલના માલિકે તેમના ડાઈનિંગ હોલમાં 15થી 20 દિવસ ચાલે એટલુ રાશન અને કરીયાણું છે, તે તમામ રાશનથી રોજ બે ટાઈમ 250થી 300 ગરીબ પરિવારોને ભોજન તથા ફુટપેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભુતનાથ સેવા સત્સંગ મંડળ અને હિન્દુ યુવા સંગઠનના હોદેદારો સાથે આ સેવા શરૂ કરાઈ છે.
ખાવડા પોલીસે કોળીવાસના 250થી 300 પરિવારોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું હતું. ગાંધીધામ SP પરીક્ષિતા રાઠોડ સહિતના અધિકારીઓ, ગાંધીધામ જાયન્ટ્સ ગ્રુપ સહિત વિવિધ સંસ્થાઓએ આ જવાબદારી ઉપાડી લીધી છે. બીજી તરફ, માર્ગો પર ડ્યુટી બજાવી રહેલા પોલીસ જવાનોને અનેક સંસ્થાઓ પણ ચા-નાસ્તા, છાશ વગેરેનું વિતરણ કરી રહી છે.
કોરોનાના સંકટ સાથે એક બાબત ચોકકસ છે કે દેશસેવા, એકબીજાના મદદ અને સહકાર માટે ભારતીય મુલ્યો મુઠી ઉંચેરા છે. તે હકીકત છે.