કચ્છ: આજથી નવું વર્ષ 2022 શરૂ થઈ ચૂક્યું છે અને અનેક લોકો આ વર્ષની શરૂઆત સારી રહે તે માટે પ્રાર્થના કરી રહ્યા હશે. તો અનેક લોકો પોતાની મનગમતી વસ્તુ આજના દિવસે કરી રહ્યા હશે અને વર્ષનો પ્રથમ દિવસ અનેરી રીતે ઉજવી રહ્યા હશે. ભારત- પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત BSFના જવાનોએ (BSF troopers Kutch) નવા વર્ષની શુભ શરૂઆતના ભાગરૂપે સવારે ભગવાનની આરતી (BSF Troopers Performed Aarti) કરીને કરી હતી.
દેશ અને દેશના નાગરિકો સુરક્ષિત રહે તેવી ભગવાન પાસે કરી પ્રાર્થના
દેશની સુરક્ષા કરતા BSF જવાનો (BSF New Year Celebration) દ્વારા બન્ને સમયે પૂજા આરતી કરવામાં આવતી હોય છે. આજે નવા વર્ષની શરૂઆતમાં દેશ સુરક્ષિત રહે, દેશના નાગરિકો ખુશ અને સુરક્ષિત રહે તથા છેલ્લાં 2 વર્ષોથી ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોનાનો પણ નાશ થાય તે માટે પણ ભગવાન પાસે આરાધના કરી હતી અને આવનારું વર્ષ તમામ માટે મંગલમય બની રહે તેવી પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો: New Year 2022: નવું વર્ષ નાગરિકોને આરોગ્ય અને સુખ આપે, સાધુ સંતોએ ભગવાનને કરી પ્રાર્થના