ETV Bharat / state

જાણો કચ્છ જિલ્લામાં કઈ રીતે રસીકરણ કરવામાં આવી રહ્યું છે

હાલ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા હાલ બે પ્રકારની વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં કઈ રીતે વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે અંગેની માહિતી મેળવીએ.

જાણો કચ્છ જિલ્લામાં કઈ રીતે રસીકરણ કરવામાં આવી રહ્યું છે
જાણો કચ્છ જિલ્લામાં કઈ રીતે રસીકરણ કરવામાં આવી રહ્યું છે
author img

By

Published : May 25, 2021, 5:18 PM IST

  • કચ્છ જિલ્લાના 10 તાલુકામાં 20 સેશન મારફતે કરવામાં આવી રહ્યું છે વેક્સિનેશન
  • દરરોજના 20 સેશન પ્રમાણે 200 ડોઝ મળીને કુલ 4000 ડોઝ આપવાનું આયોજન
  • અત્યાર સુધીમાં કુલ 2,58,587 લોકોએ રસીકરણનો લાભ લીધો
  • બે વયજૂથ મુજબ રસીકરણ કરવામાં આવી રહ્યું છે

    કચ્છ જિલ્લામાં હાલ કોરોના સામે લડવા માટે ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ બે કેટેગરીમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વધુ વયના લોકોને વયજૂથ પ્રમાણે રસી આપવામાં આવી રહી છે.

    45 વર્ષથી વધુ વયના લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા રસીઓ આપવામાં આવી રહી છે.

    45 વર્ષથી વધુ વયની કેટેગરીમાં 45થી 59 વર્ષના લોકો તથા 60 વર્ષથી વધુ વયના લોકો તેમજ હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરનો સમાવેશ થાય છે. અને 45 વર્ષથી વધુ વયના લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા રસીઓ આપવામાં આવી રહી છે.

    સૌપ્રથમ હેલ્થકેર વર્કર અને ફ્રંટલાઇન વર્કરોને રસીકરણ કરાયું હતું

    18 વર્ષથી વધુ ઉંમરના લોકોના વયજૂથમાં 18 થી 44 વર્ષના લોકોનો સમાવેશ કરવામાં આવે છે. 1લી ફેબ્રુઆરીથી 45 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ હેલ્થકેર વર્કર અને ફ્રંટલાઈન વર્કેરોને રસીકરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ 60 વર્ષથી વધુ વયના તથા 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને રસી આપવામાં આવી હતી.
    કુલ 2,58,587 લોકોએ રસીકરણનો લાભ લીધો

    45 વર્ષથી ઉપરના લોકોને 30 સેન્ટર પરથી રસીકરણ

    હાલમાં કચ્છમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 30 સેન્ટર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે આ રસીકરણનું આયોજન વસ્તી પ્રમાણે કરવામાં આવી રહ્યું છે જ્યાં વધારે વસતી છે તેવા વિસ્તારોમાં વધારે સેન્ટર ઊભા કરવામાં આવ્યાં છે.

    રસીની માગ અનુસાર જથ્થો પહોંચાડાય છે

    આ ઉપરાંત પ્રથમ ડોઝ અને બીજા ડોઝના રેશિયો પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યાં છે. જ્યાં પ્રથમ ડોઝ ઓછા પ્રમાણમાં લેવામાં આવ્યો હોય ત્યાં બીજા ડોઝની માગ પ્રમાણસર ઓછી રહેતી હોય છે માટે એ રીતે રસીનો જથ્થો મોકલવામાં આવે છે.

આ પણ વાંચોઃ જામનગરમાં મેગા કોરોના વેક્સિન ઝુંબેશ - 39 સેન્ટર પર 7,170 લોકોનું થયું રસીકરણ

જરૂર જણાય તો મોબાઇલ સેશન દ્વારા રસીકરણ કરવામાં આવે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ

વહીવટીતંત્ર દ્વારા મોબાઇલ સેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં કોઈ એક દિવસ માટે કોઈ એક સેન્ટર પર રસીકરણ માટેની માગ વધી જાય વધુ લોકો રસી લેવા આવે અને રસીનો જથ્થો ઉપલબ્ધ ન હોય તો વહીવટીતંત્રની ટીમ જઈને ત્યાં મોબાઇલ સેશન દ્વારા રસીકરણ કરી શકે છે.

4000 લોકોને રસીકરણ કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું

આ ઉપરાંત 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ કરવા માટે ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ 10 વધારાના સેશન ઊભા કરવામાં આવ્યા છે જેમાં ભુજ, ગાંધીધામ અને અંજારમાં બે-બે તેમજ માંડવી, નખત્રાણા, ભચાઉ, મુન્દ્રામાં એક - એક નવા સેશન ઊભા કરવામાં આવ્યા છે અને હાલ કુલ 20 સેશનો મુજબ 200 ડોઝની ગણતરીએ 4000 લોકોને રસીકરણ કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

કુલ 2,58,587 લોકોએ રસીકરણનો લાભ લીધો

કચ્છમાં અત્યાર સુધીમાં કુલ 2,58,587 લોકોએ રસીકરણનો લાભ લીધો છે. જેમાં 18 વર્ષથી 44 વર્ષની ઉંમર ધરાવતા 25,191 તથા 45 વર્ષથી વધુ ઉંમર વાળા 2,33,396 લોકોએ રસી લીધી છે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે 18થી 44 વર્ષના લોકો માટે વેક્સિનના 16 લાખ ડોઝ ખરીદ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.