- કચ્છની દાબેલી પૂરા દેશમાં લોકપ્રિય
- કચ્છની દાબેલી જેવો સ્વાદ બીજે ક્યાંય નહીં મળે
- 12 રૂપિયાથી 100 રૂપિયામાં મળે છે અવનવી દાબેલી
કચ્છ: દાબેલી માત્ર કચ્છ (favorite street food dabeli) કે ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાતની બહાર પણ લોકપ્રિય છે અને વિદેશમાં વસતા લોકો પણ દાબેલીના ચાહક છે. દાબેલી એટલે દેશી બર્ગર. કચ્છની દાબેલી (kacchi dabeli) ગુજરાતમાં અનેક જગ્યાએ મળી રહે છે તથા સાથેસાથે ભારતના અન્ય રાજ્યોમાં પણ હવે લોકો દાબેલી વહેંચતા થઈ ગયા છે અને ખાસ કરીને મુંબઈમાં પણ અનેક લોકો દાબેલીના ચાહકો છે.
આ પણ વાંચો: ડિસ્કવર ઇન્ડિયા : કચ્છની દાબેલી 1964થી આજે આઈસ્ક્રીમ દાબેલી સુધીની https://www.etvbharat.com/gujarati/gujarat/state/kutch/kachhi-dabeli-news/gj20200306120132319સફર
કચ્છી લોકોનું મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ એટલે દાબેલી
કચ્છની દાબેલીમાં (favorite street food dabeli) જુદી જુદી વસ્તુઓનું મિશ્રણ હોય છે. જેમકે બટાટા, ગરમ મસાલો, ડ્રાય ફ્રુટ, લીલી દ્રાક્ષ, ચેરી, ટુટીફ્રુટી, ટોપરાની ખમણ વગેરેનું મિશ્રણ કરીને પાઉંની વચ્ચે ભરવામાં આવે છે અને ઉપરથી સેવ અને કાચી ડુંગળી પણ ભભરાવામાં આવે છે. જો બહારનો કોઈ વ્યક્તિ આવીને પ્રથમ વાર દાબેલી જોશે તો તેને તે બર્ગર લાગશે તો કોઈને વડાપાઉ લાગશે પરંતુ દાબેલીનો સ્વાદ એકદમ અલગ જ હોય છે. દબેલીએ કચ્છી લોકોનું (favorite street food dabeli of the people of Kutch) મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.
આ પણ વાંચો: કચ્છના રણોત્સવ દરમિયાન થયા છે 1 કરોડથી વધારે રુપિયાના મીઠા માવાનું વેચાણ
1960માં પ્રથમ વાર બનાવવામાં આવી હતી દાબેલી
કચ્છની દાબેલીનો (kacchi dabeli) ઈતિહાસની વાત કરવામાં આવે તો ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવીના કેશવજી ગાભા ચુડાસમા નામની વ્યક્તિએ સૌથી પ્રથમવાર આ પ્રકારની વાનગી બનાવી હતી. વર્ષ 1960માં બનેલી આ વાનગી ગામમાંથી બહાર નીકળી અને ધીમે ધીમે પ્રચલિત થતી ગઈ. ધીમે ધીમે દાબેલી કચ્છની સાથે ગુજરાતના તમામ જિલ્લાઓ સુધી પહોંચતી ગઈ. 'દબાવવામાં આવેલી વાનગી' એટલે તેને દાબેલી કહેવામાં આવે છે. આજથી 20 વર્ષ પહેલા દાબેલી ત્રણ રૂપિયામાં મળતી હતી. આજે આ દાબેલી 10 રૂપિયાથી કરીને 100 રૂપિયા સુધીમાં જુદી જુદી વેરાયટીઓ મુજબની મળી રહે છે.
મુખ્ય ખાસિયત મસાલો અને દાણા
કોઈ પણ કચ્છી કે ગુજરાતી વાનગી હોય ત્યારે તેના સ્વાદમાં થોડી મીઠાશ તો હોય જ છે. બે પાંઉની વચ્ચે જે મસાલો ભરવામાં આવે છે તે તેનો સૌથી મોટી ખાસિયત છે. દાબેલીમાં મુખ્ય સામગ્રી બટાકા છે, ઉપરાંત તેમાં નાખવામાં આવતી ચટણી કે જે દાબેલીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. તેમાં આંબલી, ખજૂર, લસણ અને લાલ મરચું સાથે ખાસ દાબેલીનો મસાલો ઉમેરવામાં આવે છે. આ ચટણીથી દાબેલી ખાટી- મીઠી લાગે છે અને આ દાબેલી પર સેવ ભભરાવવામાં આવે છે. જેનાથી તે ક્રન્ચી લાગે છે ઉપરાંત અમુક લોકો કાચી ડુંગળી પણ સાથે નખાવતા હોય છે. જેનો સ્વાદ પણ અનેરો હોય છે.
અનેક જાતની દાબેલી ઉપલબ્ધ
આ ઉપરાંત પહેલાં તો માટે એક સાદી દાબેલી (history of kacchi dabeli) જ મળતી હતી પરંતુ હવે આજકાલ દાબેલી, જૈન દાબેલી, જમ્બો દાબેલી, કેળાવાળી દાબેલી, ચોકલેટ દાબેલી, ચીઝ દાબેલી, ભેલવાળી દાબેલી, બટર દાબેલી, સેઝવાન દાબેલી, ગાર્લિક દાબેલી, મીની દાબેલી, સેન્ડવીચ દાબેલી, આઈસ્ક્રીમ દાબેલી વગેરે જેવી અવનવી આઇટમો દાબેલીમાં દાબેલી ચાહકોને મળી રહે છે.
દેશ વિદેશમાં દાબેલીના ચાહકો
કચ્છી દાબેલી હવે દરેક શહેરમાં મળી જાય છે. દરેક શહેરના રેલવે સ્ટેશનની બહાર કે બસ સ્ટોપની પાસે દાબેલી વેંચતા વેપારીઓની લારીઓ જોવા મળશે. દાબેલી માત્ર કચ્છમાં જ નહીં ભારતના અન્ય રાજ્યોમાં પણ લોકપ્રિય છે પરંતુ કચ્છની દાબેલીમાં જે સ્વાદ લોકોને મળે છે તે અન્ય જગ્યાએ નથી મળતો. કચ્છના પ્રવાસે આવેલા લોકો કચ્છની દાબેલી તેમજ તેનો મસાલો પણ પાર્સલ કરાવીને લઈ જતા હોય છે અથવા તો કચ્છથી કોઈ સબંધી તેમને ત્યાં જતું હોય છે ત્યારે કચ્છની દાબેલી લેતા આવજો એમ કહીને દાબેલીનો સ્વાદ લેવા માટે ઓર્ડર આપતા હોય છે.