- મૂળ બનાસકાંઠાના 5 નાઇ દ્વારા ભૂજમાં કરાયો અનોખો પ્રયોગ
- ગાડીમાં બનાવ્યું સલૂન
- ભૂજમાં હરતું ફરતું સલૂન શરૂ કરવામાં આવ્યું
કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાથી આમ જનતાની હાલત કફોડી બની છે. ગત વર્ષે અને ચાલું વર્ષના પ્રથમ 6 મહિના દરમિયાન કોરોનાની બે લહેર આવતાં અનેક લોકોની જિંદગી બદલાઇ ગઇ છે અને ઘણા લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે મૂળ બનાસકાંઠાના દિયોદર ગામના 5 વાળંદ છેલ્લાં 5 વર્ષથી ભૂજમાં વાળંદનો ધંધો કરી રહ્યા છે, પરંતુ કોરોનાકાળ દરમિયાન દુકાનો બંધ રહેતા તે દરમિયાન દુકાનના ભાડા ભરવાની મુશ્કેલી ઉભી થઈ હતી. જેથી ધંધો બંધ રહેતા આર્થિક ભીંસમાં મૂકાયા હતા અને હાલમાં તેઓએ એક અનોખો પ્રયોગ કરીને ચાલતું ફરતું સલૂન તૈયાર કર્યું છે.
આ પણ વાંચોઃ અભિનેત્રી રાગિની, અનુપમા અને અનુશ્રીનું સલૂન ઉદ્યોગને સમર્થન
2.70 લાખના ખર્ચે હરતું ફરતું સલૂન તૈયાર કરવામાં આવ્યું
મૂળ બનાસકાંઠાના દિયોદરના 5 વાળંદ નાઇ અમિચંદ, નાઇ નવીન, નાઇ મહેશ, નાઇ જગદીશ અને નાઇ મિતેશ નામના યુવાનો છેલ્લા 15-20 વર્ષથી સલૂનના ધંધા સાથે સંકળાયેલા છે અને છેલ્લા 5 વર્ષથી ભૂજના હોસ્પિટલ રોડ પર વાળંદનો ધંધો કરી રહ્યા છે.જોકે હાલ છેલ્લાં દોઢેક વર્ષથી કોરોનાકાળ દરમિયાન ધંધો બંધ રહેતાં આર્થિક ભીંસમાં મુકાયા હતા. ઉપરાંત દુકાનનું 15,000 થી 20,000 ભાડૂં પણ ચૂકવવું પડતું હતું. જેથી ખૂબ મુશ્કેલી સર્જાતી હતી. જેથી તેમણે રૂપિયા 2.70 લાખના ખર્ચે ટાટા કંપનીની છોટા હાથી વાહનમાં સલૂન તૈયાર કરવામાં આવ્યું અને શહેરના આઇયા નગર વિસ્તારમાં શહેરીજનો માટે આ હરતું ફરતું સલૂન શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ લો બોલો, હવે વાળ કપાવવા માટે ચૂકવવા પડશે આટલા બધા રૂપિયા?
નાઇ ભાઈઓ દ્વારા આત્મનિર્ભર બનીને પ્રેરણારૂપ દાખલો બેસાડાયો
ભૂજના શહેરીજનો આ હરતાં ફરતાં સલૂનનો લાભ સવારના 8 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી લઈ શકશે. આમ, આ નાઇ ભાઈઓ દ્વારા કોરોનાની મહામારી સામે હાર ન માનીને હરતું ફરતું સલૂન બનાવવામાં આવ્યું અને આત્મનિર્ભર બનીને એક અનોખો પ્રેરણારૂપ દાખલો બેસાડવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ લૉકડાઉન 4.0 : રાજ્યમાં હેર સલૂન અને બ્યૂટી પાર્લર નહીં ખુલે, ફક્ત હોમ સર્વિસ આપી શકાશે
જાણો શું કહ્યું વાળંદે?
હરતું ફરતું સલૂનના નાઇ અમિચંદભાઈએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કોરોનો કાળમાં સલૂનનો ધંધો ન હોતા અને દુકાનનું 15,000 થી 20,000 ભાડૂં ચૂકવવું પડતું હોવાથી અમે આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતાં અને આ દરમિયાન વિચાર આવ્યો હતો કે, જો હરતું ફરતું સલૂન બનાવવામાં આવે તો ભાડાં અંગેનો કોઈ પ્રશ્ન ઉભો થશે નહીં અને આવી રીતે રૂપિયા 2.70 લાખના ખર્ચે આ સલૂન બનાવવામાં આવ્યું છે.