ETV Bharat / state

Lawrence Bishnoi Drugs Case: લોરેન્સ બિશ્નોઇના પાકિસ્તાન ક્નેક્શનના ઈનપુટ મળ્યા, એજન્સીઓની ચોખવટ - Extortion Business

કચ્છના જખૌ પાસેથી ગત સપ્ટેમ્બર મહિનામાં એટીએસએ પાકિસ્તાની બોટમાંથી ઝડપેલાં કરોડોના ડ્રગ્સના કેસમાં પંજાબના કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની એટીએસએ ધરપકડ કરવામાં આવી છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત ATS કચ્છ લઇ આવશે. માદક દ્રવ્યની તસ્કરીના કેસમાં બિશ્નોઈને ભુજની NDPS કોર્ટમાં રજુ કરાશે

Lawrence Bishnoi Drugs Case: લોરેન્સ બિશ્નોઇને ડ્રગ્સ કેસમાં નલિયા કોર્ટમાં રજૂ કરાશે

author img

By

Published : Apr 25, 2023, 10:28 AM IST

Updated : Apr 25, 2023, 1:26 PM IST

કચ્છઃ સપ્ટેમ્બર 2022માં અરબી સમુદ્રમાં ગુજરાતની હદમાં આવતા દરિયાઈ વિસ્તારમાંથી એક હોડીમાંથી 40 કિલો ડ્રગ પકડાયું હતું. જેના તાર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા હતા. દિલ્હીની પટિયાલા કોર્ટની પ્રક્રિયા પૂરી થયા બાદ લોરેન્સને કચ્છની નલીયા કોર્ટમાં રજૂ કરાયો હતો. સુરક્ષા વ્યવસ્થા સાથે કાફલો કોર્ટ પરિસર સુધી આવી પહોંચ્યો હતો. ઈન્ડિય અને કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસના જોઈન્ટ ઑપરેશનમાંથી આ સમગ્ર કેસ સામે આવ્યો હતો. જેમાં પાકિસ્તાની બોટમાંથી 6 સભ્યો ધરપકડ કરાઈ હતી.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : ચાંદખેડામાં બંગલો ભાડે રાખી દુબઈથી કનેક્શનું IPL સટ્ટા રેકેટ ઝડપાયું

પાકિસ્તાન ક્નેક્શનઃ પાકિસ્તાનના પાસની પોર્ટ પર એક કન્સાઈન્મેન્ટ લોડ થયું હતું. જેને ભારતમાં ડિલિવર કરવાનું હતું. જે પછીથી જખૌ સુધી આવી જતા સુરક્ષા એજન્સીઓના ઑપરેશનમાં અટવાયું હતું. જોકે, આ અંગેના ચોક્કસ ઈનપુટ સુરક્ષા એજન્સીને મળેલા હતા. આ કન્સાઈનમેન્ટ બિશ્નોઈને આપવાનું હતું. જે પાકિસ્તાનથી આવી રહ્યું છે એવી બાતમી હતી. બિશ્નોઈના બે સહાયકો, સરતાજ મલિક અને તેના સાળા મેહરાજ રહેમાનીએ, પંજાબની કપૂરથલા જેલમાંથી જખાઉ નજીક હેરોઈન પકડાયાના લગભગ 15 દિવસ પહેલા ડ્રગ લેન્ડિંગ નક્કી કર્યું હતું. થંડિલે માલની પ્રાપ્તિ માટે મલિક અને રહેમાનીને સૂચનાઓ આપી રહ્યો હતો.

હોટેલમાંથી ધરપકડઃ મલિક અને મોહમ્મદ શફી ઉર્ફે જગ્ગી સિંહની પણ તારીખ 6 સપ્ટેમ્બર, 2022 ના રોજ શહેરના આરટીઓ સર્કલ પાસેની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATS અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેટલાક આરોપીઓ આ કેસમાં વોન્ટેડ હોવાથી બિશ્નોઈને તેમના ઠેકાણા અંગે પૂછપરછ કરવાની જરૂર છે. હેરોઈન જપ્ત કરાયું છે. બિશ્નોઈને પૂછપરછ માટે અમદાવાદના છારોડી ખાતેના ગુજરાત ATS હેડક્વાર્ટરમાં લઈ ગયા બાદ પોલીસ તેને પૂછપરછ માટે કચ્છ લઈ જશે.

કેવી રીતે અમદાવાદ આવ્યાઃ જો કે, સુરક્ષાના કારણોને ટાંકીને, પોલીસે તેને દિલ્હીથી અમદાવાદ કેવી રીતે લાવવામાં આવ્યો તે જાહેર કર્યું ન હતું. આ એકમાત્ર કેસ નથી જેમાં ATSએ બિશ્નોઈની સંડોવણી હોવાનો દાવો કર્યો હતો. બિશ્નોઈ, જેની ગેંગ, પોલીસ દાવો કરે છે કે, કોંગ્રેસ નેતા અને પંજાબી ગાયક સિદ્ધુ મૂઝ વાલાની હત્યામાં સામેલ હતી, તે પણ કથિત રીતે મોરબી ડ્રગ્સની દાણચોરીના કેસમાં સામેલ છે. તેની ગેંગના સભ્ય, ભારત ભૂષણ યાદવ ઉર્ફે ભોલા શૂટર, જેનું 3 માર્ચે પંજાબની ફિરોઝપુર જેલમાં રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું, તેણે નવેમ્બર 2021માં મોરબી અને દેવભૂમિ-દ્વારકામાં ઉતરેલા આશરે 144 કિલોના કન્સાઈનમેન્ટમાંથી 3.5 કિલો હેરોઈન ખરીદ્યું હતું.

કરોડોનું ડ્રગ્સ જપ્તઃ ગત સપ્ટેમ્બરમાં ગુજરાત એટીએસએ પાકિસ્તાની બોટ ‘અલ ત્યાસા'માંથી છ પાકિસ્તાની વ્યક્તિઓ સાથે ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની પૂછપરછમાં આ ડ્રગ્સ લૉરેન્સ બિશ્નોઈની સૂચના મુજબ પાકિસ્તાનના હેન્ડલર અબ્દુલ્લાએ બલુચિસ્તાનના પોર્ટ પરથી લોડ કર્યું હતું. આ માદક જથ્થાની ડિલિવરી જખૌ નજીક મીઠા પોર્ટ પાસે થવાની હતી. સમગ્ર કાંડને અંજામ મળે એ પહેલા પ્લાન છતો થઈ ગયો હતો.

NDPS કોર્ટમાં રજૂ કરાશેઃ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો ફોર્સની એક ટુકડી બિશ્નોઇને લઈ ગુજરાત આવવા રવાના થઇ છે. ગુજરાત પોલીસ બિશ્નોઇને ગુજરાતમાં અને કચ્છમાં લાવતી વખતે ચાંપતો બંદોબસ્ત આપવામાં આવશે. આ માટે ખાસ આયોજન કરાયું છે. પણ સુરક્ષા મામલે સત્તાવાર રીતે કોઈ વિગતો સામે આવી નથી. હાલમાં તેને કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી સંભાવનાઓ સૂત્રોએ વ્યક્ત કરી છે. સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ ભુજની સ્પેશિયલ NDPS કોર્ટમાં રજૂ કરવાની સંભાવના વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ Atiq Ahmed: અતિકની ખંડેર ઓફિસમાંથી મળ્યો લોહીના ડાઘાવાળો દુપટ્ટો, ફોરેન્સિક ટીમે શરૂ કરી તપાસ

હત્યામાં પણ સંડોવણીઃ લોરેન્સની તેના પાકિસ્તાન સાથેના કનેક્શનને મામલે અગાઉ પણ પૂછપરછ કરવામાં આવી હતી. લોરેન્સ એક મહિના માટે એએનઆઇ એજન્સીના રિમાન્ડમાં હતો. એ સમયે પણ તેની પૂછપરછ કરવામાં આવી હતી. પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પણ લોરેન્સ બિશ્નોઇ ગેંગની સંડોવણી ખુલતા તેના શૂટરોને પણ કચ્છના મુન્દ્રામાંથી ઝડપવામાં આવ્યા હતા. અનેક ખુલાસાઓ થવાની પૂરી આશંકા છે.

ષડયંત્રની આશંકાઃ આજે જ્યારે લોરેન્સ બિશ્નોઇને કચ્છની કોર્ટમાં રજુ કરવામાં આવશે ત્યારે ગુજરાત ATS સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ લોરેન્સની પૂછપરછ કરશે અને પાકિસ્તાન મારફતે ભારતમાં ગેંગ દ્વારા ક્યાં ક્યાં ષડયંત્રો કરવામાં આવ્યા છે. તેમને હથિયારો અને ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી છે. તેના ખુલાસા આગામી સમયમાં થશે. જોકે, ડ્રગ કેસમાં બીજા લોકો પણ સંકળાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.

Last Updated : Apr 25, 2023, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.