ETV Bharat / state

કચ્છના મુન્દ્રા પોર્ટ પર અફઘાન હેરોઇનનો મોટો જથ્થો ઝડપાયો, આંકડો જાણી તપાસ એજન્સીઓ પણ ચોંકી - હેરોઇનનો મોટો જથ્થો ઝડપાયો

કચ્છ જિલ્લામાં દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું ડ્રગ્સ છેલ્લા ઘણા સમયથી પકડાઈ રહ્યું છે. ત્યારે હાલમાં જ મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં અંદાજિત 3000 કરોડ રૂપિયાના હેરોઇનનો જથ્થો પકડાયો હોવાનું સામે આવ્યું છે.

3000 કરોડ રૂપિયાના હેરોઇનનો જથ્થો પકડાયો હોવાનું સામે આવ્યું

author img

By

Published : Sep 16, 2021, 2:04 PM IST

  • મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
  • પકડાયેલા હેરોઇનનો જથ્થો 3000 કરોડ રૂપિયાથી વધુનો
  • અફઘાન હેરોઇનનો આટલો વિશાળ જથ્થો મળતા તંત્ર હરકતમાં
  • કેન્દ્રની તપાસ એજન્સીઓ પણ આ કેસમાં જોડાઈ શકે છે

કચ્છ: જિલ્લામાં દરિયાઈ માર્ગે કરોડો રૂપિયાનું ડ્રગ્સ છેલ્લા ઘણા સમયથી પકડાઈ રહ્યું છે. ત્યારે હાલમાં જ મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં અંદાજિત 3000 કરોડ રૂપિયાના હેરોઇનનો જથ્થો પકડાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે અત્યારે તપાસ ચાલું છે.

3000 કરોડ રૂપિયાથી પણ વધારેનો હેરોઇનનો જથ્થો

રાજ્યમાં નશાનું દુષણ વધી રહ્યું છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સને લઇને કચ્છ જિલ્લો ચર્ચામાં છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર દરિયાઈ માર્ગે ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે. તો હવે 3000 કરોડ રૂપિયાથી પણ વધારેનો હેરોઇનનો જથ્થો મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયો છે. હેરોઇનનો આ મોટો જથ્થો ટેલ્કમ પાવડરની આડમાં લાવવામાં આવ્યો હતો.

2 કન્ટેનરની તપાસ હાથ ધરાતા ઝડપાયું હેરોઇન

આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છે. આ મામલે કેન્દ્રની તપાસ એજન્સીઓને તપાસમાં જોડવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે DRIની ટીમે મુન્દ્રા પોર્ટ પર સંભવિત ગલ્ફ દેશોથી આવેલા 2 કન્ટેનરને રોકી તેના કાર્ગોની વધારે તપાસ હાથ ધરી હતી, જેમાંથી એક કન્ટેનરમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઈન ઝડપાતાં ભારે ખળભળાટ થયો છે અને હાલમાં DRI દ્વારા વધારે તપાસ હાથ ધરાઇ છે.

રાત સુધી આ તપાસનો સીલસીલો ચાલું રહ્યો

જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સની ટીમે ડ્રગ્સ આયાત થયાની બાતમીના આધારે, 2 કન્ટેનર રોકીને તપાસ હાથ ધરી હતી, જેમાં ટેલ્કમ પાઉડરની આડમાં કચ્છના મુંદ્રા બંદરે હજારો કરોડો રૂપિયાની કિંમતના હેરોઈનનો જંગી જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે. સવારથી ચાલેલી આ તપાસમાં અત્યાર સુધીમાં એક કન્ટેનરમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચ્યો છે.

વધુ વાંચો: કચ્છના મુન્દ્રા પોર્ટમાં ટેલ્કમ પાવડરની આડમાં લવાતું અધધ 2,500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

વધુ વાંચો: ડુંગરી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 5 લાખથી વધુની કિંમતનું MD Drugs કર્યું કબજે, 3ની અટકાયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.