ETV Bharat / state

Lakhpat Guruparab 2021 : લખપત ગુરુદ્વારામાં ખાતે ગુરુ નાનકદેવના 552 પ્રકાશ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી

શીખ ધર્મના ધર્મગુરુ નાનકદેવજી મહારાજના 552 વર્ષની જન્મજયંતિની (552 Prakash Parva of Guru Nanak) ઉજવણી 'પ્રકાશ પર્વ' તરીકે દેશભરમાં ઉત્સાહપૂર્વક થઈ રહી છે. કચ્છ સરહદ પર લખપત કિલ્લા મધ્યે પણ (Lakhpat Guruparab 2021) ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ યોજાયો હતો.

Lakhpat Guruparab 2021 : લખપત ગુરુદ્વારામાં ખાતે ગુરુ નાનકદેવના 552 પ્રકાશ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી
Lakhpat Guruparab 2021 : લખપત ગુરુદ્વારામાં ખાતે ગુરુ નાનકદેવના 552 પ્રકાશ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી
author img

By

Published : Dec 25, 2021, 1:23 PM IST

કચ્છઃ 'પ્રકાશપર્વ' નિમિત્તે (Lakhpat Guruparab 2021) 23/24/25 ડિસેમ્બર દરમ્યાન અહીં અખંડ પાઠ, કીર્તન ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજ્યો હતો. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કચ્છના લખપત ગુરુદ્વારા પ્રકાશ વર્ષના (552 Prakash Parva of Guru Nanak) સમાપનમાં વર્ચ્યુઅલી જોડાશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ લખપતના પ્રકાશપર્વ ઉજવણીમાં સહભાગી થશે. અહીઁ આવેલા વિવિધ શીખ સંગઠનોના આગેવાનોએ અહીં પ્રતિક્રિયા આપી હતી.ગુરૂદ્વારા ખાતે આવેલા તમામ શીખ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Lakhpat Guruparab 2021

ગુરૂદ્વારાનો ઈતિહાસ

પ્રથમ ગુરુનો પ્રથમ પ્રસાદ એટલે કે ગુરુ નાનકજી સાથે જોડાયેલું ગુરુદ્વારા, જેને પ્રથમ પાતશાહી ગુરુદ્વારા કહેવામાં આવે છે. ગુરુ નાનકજી ઉદાશી એટલે કે ધાર્મિક પ્રસાર યાત્રા દરમિયાન લખપત આવ્યા હતા અને કેટલોક સમય અહીં વીતાવ્યો હતો. તેમની બીજી ઉદાશી ઇસવીસન 1506થી 1513 અને ચોથી ઉદાશી 1519 થી 1521 દરમિયાન તેઓ (Lakhpat Guruparab 2021) અહીં આવ્યા હતા. તેઓ લખપત બંદરેથી મક્કા ગયા હતા. આ પાતશાહી ગુરુદ્વારામાં તેમની ચાખડી, શણગારેલો હિંચકો સહિતની વસ્તુ દર્શનાર્થે રાખવામાં આવી હતી. લખપતના ગુરુદ્વારામાં ગુરુ નાનકદેવજીની પવિત્ર ચરણ પાદુકા છે. આ ઉપરાંત અહીં જુના સમયના હસ્તલિખિત ગ્રંથ પણ છે. લખપત સાહિબ ગુરુદ્વારાનું (Gurudwara Lakhpat Sahib ) મહત્વ શીખ સમાજમાં ઘણું જ છે.

આ પણ વાંચોઃ લખપત ગુરૂદ્વાર ખાતે પ્રકાશપર્વનાં સમાપન કાર્યક્રમમાં વડાપ્રઘાન મોદીનું સંબોધન LIVE
ત્રણ દિવસના ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું

યુનેસ્કો હેરિટેજમાં સ્થાન પામેલા 508 વર્ષ જુના આ ધાર્મિક સ્થળની (Lakhpat Guruparab 2021) ગુજરાત ટુરિઝમ દ્વારા જાહેરાતમાં ગુરુદ્વારા વિશે પણ જાણકારી અપાય તેવી લાગણી શ્રધ્ધાળુઓ (Lakhpat Guruparab 2021) વ્યકત કરી હતી. માતાના મઢ અને ખાસ કરીને નારાયણસરોવર, કોટેશ્વરથી તદ્દન નજીક આવેલ લખપત એ ઐતિહાસિક સ્થળ છે. અહીં કચ્છના ઇસ 1819ના ભૂકંપની યાદો હજીયે જીવંત છે. ભૂકંપથી સિંધુ નદીનું વહેણ બદલાઈ જતા લખપત આજે ભેંકાર છે, પણ અહીં ભગવાન હાટકેશ્વરજીનું મંદિર, દ્યોસ મોહમદનો કુબો અને ગુરુદ્વારા જેવા ઐતિહાસિક ધાર્મિક સ્થળો છે. લખપત એ પાકિસ્તાન સાથે ભારતને જોડતી સરક્રિક સરહદની નજીક આવેલું છે. અહીં લખપત સાહિબ (Gurudwara Lakhpat Sahib ) ગુરુદ્વારામાં 24 કલાક લંગર ચલાવાય છે, જયાં પ્રવાસીઓ પ્રેમપૂર્વક પ્રસાદ આરોગે છે. ત્રણ દિવસના પ્રકાશ પર્વ ધાર્મિક મહોત્સવ (552 Prakash Parva of Guru Nanak) દરમ્યાન 10 હજારથીયે વધુ શ્રદ્ઘાળુઓ લખપતમાં દર્શને ઉમટ્યા હતાં.

આ પણ વાંચોઃ જામનગરમાં ગુરુનાનક જન્મ જ્યંતીની ભવ્ય ઉજવણી કરાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.