કચ્છઃ સહજાનંદ સસ્થાના પ્રોગામ ડારયેરકટર રમેશ ભટ્ટીએ ઈટીવી ભારત સાથે વાતચીતમાં જણાવ્યુ હુતં કે, એક જમાનામાં ગધેડા જાજરમાન મોભો ધરાવતા હતા. હવે ગધેડાની ઉપયોગિતા ક્રમશ ઘટી રહી છે. તેથી તેમની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહયો છે. કચ્છમાં કુંભાર અને માલધારી સમુદાય આજે પણ કચ્છી ગધેડાનો ઉછેર કરે છે. કચ્છી ગધેડાના વિશિષ્ટ ગુણોને ધ્યાને રાખીને માન્યતા આપવામાં આવી છે. ઉનાળામાં 50 ડિગ્રી ગરમીમાં મીઠાના રણમાં ચાલીને ભાર ઉપાડી શકવો તે કચ્છી ગધેડાની ખાસ વિશિષ્ટતા છે. એક કવીન્ટલ ભાર સાથે કચ્છી ગધેડા આરામથી પહાડ ચડી શકે છે. પાવાગઠ, શેત્રુજંય, જુનાગઢ જેવા પહાડી વિસ્તારોમાં કચ્છી ગધેડા આજે પણ ઉપયોગમાં લેવાય છે.
કચ્છમાં માટીકામ કરતા કુંભાર પચ્છમા, અબડાસા, લખપતમાં ખેડુતો પણ ગધેડાનો ખેતીમાં ઉપયોગ લે છે. ભૂજ સહિતના વિસ્તારોમાં આજે પણ માલા સાામાન લાકડાની હેરફેરમાં ગધેડાનો ઉપયોગ થાય છે. સ્થળાતરણમાં માલધારી લોકો સામાન ઉંચકવા ગધેડાનો ઉપયોગ કરે છે. કચ્છી ગધેડા વધારાના ખોરાક ખર્ચ વગર સામાન્ય ખર્ચમાં પોતાના માલિકને ઉપયોગી થાય છે. પરંતુ આજે પણ ગધેડા ઉપેક્ષા અને તિરસ્કારના પાત્ર રહયા છે.
મહાશિવરાત્રિની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ સમાચાર ખુશી છે. કચ્છના અફાટ રણા સેવાની ધુણી ધખાવનાર કચ્છા કબીર સંત મેકરણ દાદાએ લાલીયા કચ્છી ગધેડાની પીઠ પર પાણી અને રોટલાની ઝોલી નાંખીને નિર્જન રણમાં વટેમાર્ગુઓને સેવા કરી હતી. આમ કચ્છી ગધેડા લાલીયાને ેમાનવસેવાના કામમાં લગાડીને દાદાએ આ જાતના પ્રાણીને આદર અને સન્માન અપાવયું હતું. આજે પણ દાદાની સાથે તેમેના ભાવિકો લાલીયા ગધેડા અને મોતિયા કુતરા માટે પણ આદર ધરાવે છે. ત્યારે ઘ્રંગ સમાધિ આવેલી છે ત્યાં આસપાસમાં જ કચ્છી ગધેડા ઉછેર કેન્દ્ર બનાવવું જોઈએ. આ ઉપરાંત ઘ્રંગના મેળામાં ગધેડા હરિફાઈ વેચાણ માટે મેળો યોજવાના પ્રયાસો થવા જોઈએ તેવો મત રમેશ ભટ્ટીએ વ્યકત કર્યો હતો.
સંસ્થાના ડો શેરસિંહ ચોહાણ નરેન્દ્ર નંદાણીયા, માલધારીઓ લાલમામદ હાલેપૌત્રા હુસેન કુંભાર મામદ કુંભાર, હનીફ હિંગોરજાએ સહયોગ આપ્યો હતો. કચ્છી ગધેડાની સમગ્ર પ્રોફાઈલ તૈયાર કરવા માટે કચ્છભરમાંથી એક હજાર ગધેડાઓનો શારીરીક જૈનિનિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં ગધેડાની સંખ્યા વધારવા સંવર્ધન કરવા તેમની ખુૂબીઓને ઉજાગર કરવા માટે કચ્છમાં ગધેડા સંવર્ધન કેન્દ્ર, ગધેડા માલિકોને પ્રોત્સાહનઅને વિવિધ યોજનાઓના અમલના પ્રયાસો કરાશે. સહજાનંદ સસ્થાએ કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને રાજયપ્રધાન વાસણભાઈ આહીરને સહયોગ માટે આભાર વ્યકત કર્યો હતો.