ETV Bharat / state

Kutchh News: અનુસૂચિત જાતિના યુવકને મંદિરમાં દર્શન કરવા મુદ્દે મારામારી, કહ્યું બુટ ચાટ નહીં તો મારી નાખીશું - અંજાર પોલીસ સ્ટેશન

પૂર્વ કચ્છમાંથી અનુસૂચિત જાતિના લોકોને અપમાનિત કર્યાની ઘટના સામે આવી છે. જેમાં મંદિરમાં દર્શન અંગે જાતિ સંબંધિત શબ્દો વાપરી અપમાનિત કરી અને પગરખાંનો હાર પહેરાવવાની ઘટના સામે આવી છે. અંજાર પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની ફરિયાદ થઈ છે. મંદિરમાં દર્શન કરવા મામલે મુદ્દો ગરમાયો હતો. બુટ ચાટ નહીં તો તને મુકીશું નહિ એવી ધમકી ઉચ્ચારી હતી. મામલો પછી મારામારી સુધી પહોંચી ગયો હતો.

પૂર્વ કચ્છમાં ફરી અનુસૂચિત જાતિના યુવકને મંદિરમાં દર્શન કરવા બાબતે જાતિ અપમાનિત કરી મારી નાખવાની ધમકી અપાઈ

author img

By

Published : May 8, 2023, 11:39 AM IST

કચ્છ: દેશ આઝાદી કા અમૃત મહોત્સવની 75 વર્ષોની ઉજવણી તો જોર શોરથી કરી તો લીધી. પરંતુ સમાજમાં એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે હજુ આપણે વિચારોથી આઝાદ થયા નથી. તેવો જ એક કિસ્સો કચ્છમાં આવેલા અંજારમાં સામે આવ્યો છે. અંજાર પોલીસમાંથી મળતી વિગત અનુસાર અનુસૂચિત જાતિના લોકોને મંદિરમાં દર્શન અંગે જાતિ મામલે અપમાનિત કરી, મારામારી કર્યા હોવાની ઘટના બની છે. એટલું જ નહીં તારાથી આ મંદિરે દર્શન ના થાય અને હવે આ આખું મંદિર ધોળાવવું પડશે. એમ કહીને અપમાન કર્યું હતું. રામજીના બુટ ચાટ નહીં તો તને જાનથી મારી નાખીશુંની ધમકી આપી હતી. જેને લઇને અંજાર પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 323, 506 (2), 114 તથા એટ્રોસીટી એક્ટની વિવિધ કલમો તળે ગુનો નોંધાયો છે. જેમાં રામજી નામના શખ્સનું નામ આરોપી તરીકે નોંધાયું છે. પોલીસે ચાર શખ્સોને પકડવા ટીમ બનાવી તપાસનો ધમધમાટ ચાલુ કરી દીધો છે.

સમગ્ર ઘટનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ પી.ચૌધરીને સોંપાઈ છે. હાલમાં જાતિ વિષયક બોલાચાલી થઈ હોવાનો કેસ મળ્યો છે. જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થઈ છે. આ કેસમાં કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ થઈ છે. જેમાં એટ્રોસિટી અને મારામારીની કલમ લાગુ કરવામાં આવી છે. આરોપીને પકડી લેવા માટે ટીમ તૈયાર કરી છે. તપાસ ચાલું છે. -- મુકેશ પી.ચૌધરી (નાયબ પોલીસ અધિક્ષક)

ફરિયાદની વિગતઃ પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર પૂર્વ કચ્છના અંજાર તાલુકાના ખારા પસવારિયા ગામે પશવાડી ખારમાં મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા 32 વર્ષીય જીતેન્દ્ર દાફડા નામનો યુવક તારીખ 3 મેના રોજ સવારના સાડા નવથી સાડા દસ વચ્ચે ગામના શંકર ભગવાનના મંદિર પાસે ગામના માણસો તથા આગેવાનો એકત્ર થયેલા હતા. ત્યારે આ યુવક પણ ત્યાં ગયેલો હતા. દર્શન કરી પરત આવતી વખતે ગામના માણસો એકત્ર થયેલા હતા. જેમાં ગામની ગાયો માટે ચારો ક્યાંથી લેવાનો છે, કેટલામાં લેવાનો છે? જે બાબતે ચર્ચા ચાલું હતી. ત્યારે ગામના રામજી ડાંગર તથા રાધા રબારી તથા શામજી ઉર્ફે પપ્પુ આહિર ગામના માણસો એકત્ર થયેલા, ત્યાં આવેલા અને બધા વચ્ચે યુવકને રામજી ડાંગરે જાતિ અપમાનિત કરી અને કહ્યું હતું કે, તારાથી આ મંદિરે દર્શન ના થાય અને હવે આ આખું મંદિર ધોવડાવવું પડશે.

મારી નાંખવાની ધમકી: યુવકને બાદમાં રાઘા ૨બારીએ પણ જાતિ અપમાનિત કરી જણાવ્યું હતું કે, આ લોકોની હિંમત બહુ વધી ગઈ છે. બહાર કાઢો ત્યારબાદ રામજી ડાંગર અને રાધા રબારી જીતેન્દ્રના બે હાથ પકડી તેને મંદિરની બહાર કાઢેલા હતા. સામેથી શામજી ઉર્ફે પપ્પુ આહિરે જોડાનો હાર લઇ આવેલો અને રામજી તથા રાધાએ કહ્યું હતું કે, જીતેન્દ્ર જોડાનો હાર પહેરાવી દો. એવી વાત કરેલી હતી. પ્રભુ સોમા બહારથી આવી યુવકને પાછળના ભાગે લાત મારી હતી. બાદમાં રાધા સુજા રબારી એવું જણાવ્યું હતું કે, રામજીના બુટ ચાટ, નહીં તો તને મુકીશું નહીં અને જાનથી મારી નાખીશું. તેમજ યુવકને મંદિરના ગેટની બહાર માર મારતા લઇ ગયા હતા. મેઘા ઘેડા તથા વેરશી રબારી નામના લોકોએ આ યુવકને આરોપીઓથી માર ખાતા બચાવ્યો હતો.

આ પણ વાંચો

  1. Kutch news : કચ્છ યુનિવર્સિટીના કુલપતિની મુદત થશે પૂર્ણ, ત્રણ માસથી સરકાર દ્વારા કોઈ નામ જાહેર નથી કરાયું
  2. Kutch Earthquake : ભૂકંપના બે દાયકા બાદ સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ થતાં ખુશીનો માહોલ
  3. Kutch Crime News : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના થયા રિમાન્ડ મંજૂર

જાનથી મારી નાખવાની ધમકી: પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર તારીખ 5 મી મેના રોજ જીતેન્દ્ર અંજાર પોલીસ મથકે ગયા હતા. જે બાદ અંજાર પોલીસ સ્ટેશન 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. અંજાર પોલીસ રામજી ડાંગર, રાધા રબારી, શામજી ઉર્ફે પપ્પુ આહીર અને પ્રભુ રબારી વિરુદ્ધ ઈપીકો કલમ 323, 506 (2), 114 તથા એટ્રોસીટી એક્ટની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ પી.ચૌધરીને સોંપાઈ છે. આગામી સમયમાં ફરીથી અનુસૂચિત જનજાતિ સાથે આવી ઘટના ના ઘટે તે માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.