કચ્છ: સમાજમાં પ્રેમલગ્ન કરવા તે ગુનો નથી. પરંતુ પ્રેમલગ્ન પછી પીડા પરિવારે જ ભોગવવાનો વારો આવે છે. 20થી વધારે ઉંમરની દીકરીને વ્હાલથી ઉછેરીને મોટી કરવામાં આવે છે. આ દીકરી તેના મા-બાપ વિરુદ્ધ કાર્ય કરી લે છે. દીકરીને પોતાનો હક છે કે, તે તેના પ્રિય પાત્ર સાથે જીંદગીની શરૂઆત કરે. પરંતુ પોતાની નવી પ્રેમ ભરી જીંદગી શરૂ કરવામાં માતા-પિતાના પ્રેમની આહૂતી લેવાઇ જતી હોય છે. સમાજના મેણા-ટોણાથી લઇને બાપાની ઈજ્જત અને ઘરની લાજ બધું દીકરી કરિયાવરમાં લઇ ગઇ હોય તેવું લાગે છે. કચ્છમાં પણ આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતી પ્રેમલગ્ન કરતાં પરિવારજનો એ યુવતીના ઘરમાં ઘૂસી યુવાનની માતા પેટ્રોલ અને કેરોસીન છાંટીને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો છે.
પ્રેમ લગ્ન અંગે વાત: પ્રેમલગ્ન બાબતે યુવતીના પરિવારજનોએ યુવાનની માતા પર કર્યો જીવલેણ હુમલો વિજપાસર ગામમાં હેમંત નાના કાદિયા ગામની રિધ્ધિ આશિષભાઈ ઊર્ફે બાબુલાલ શેખા નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. બંને લગ્ન કરવા ઈચ્છતા હતા. પરંતુ યુવતીના પરિવારજનોને આ સંબંધ અમાન્ય હતો. રિધ્ધિએ પરિવારજનોના વિરોધ વચ્ચે ત્રણ મહિના પહેલા હેમંત સાથે ગુપચુપ રીતે સત્તાવાર લગ્ન કરી લીધા હતા. પરિવારજનોને પ્રેમલગ્નની જાણ થશે તો રિધ્ધિના પરિવારજનો ભારે વિરોધ કરશે. તે ડરે હેમંત અને રિધ્ધિ બંને નખત્રાણા પોલીસ મથકે પહોંચ્યા હતો. તેમણે પોલીસને પ્રેમ લગ્ન અંગે વાત કરી તેના પર ખોટા કેસ થવાની અને પરિવારજનો દ્વારા અલગ કરી દેવાની વાત વર્ણવી હતી.
આ પણ વાંચો Kutch News : પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજાની સાથે 10 ચરસના પેકેટ ધોવાઈ ગયા
નાસી છૂટયા: યુવકની માતાને જીવતી સળગાવવામાં આવી આ દરમિયાન સાંજના સમયે રિધ્ધિએ માતા, ભાઈ, બે બહેનો સહિત પંદરેક સ્ત્રી-પુરુષ હેમંતના ઘરે જઈ તેની 45 વર્ષની માતા રાધાબેન અને દાદા મેઘજીભાઈ સાથે ધોકાથી મારકૂટ કરી હતી. ગુસ્સે ભરાયેલા રિધ્ધિ પરિવારજનોએ યુવતીના માતા રાધાબેનની હત્યા કરવાના હેતુસર તેના પર પેટ્રોલ અને કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા તે સળગવા માંડ્યા હતા. તમામ આરોપીઓએ બધાને સળગાવીને મારી નાખવાની ધમકી આપી હતી. પછી નાસી છૂટયા હતા. રાધાબેન ગંભીર રીતે બળી જતા તેમને વધુ સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા. તેઓ એટલી હદે તેઓ બળી ગયા છે કે, 80 ટકા જેટલો શરીરનો ભાગ તેમના બળી ગયો છે.
ફરિયાદ દાખલ કરાવી: સમગ્ર બાબત અંગે નખત્રાણા પોલીસ મથકે યુવકના ભાભી અંજનાબેન સચિન માધડે ફરિયાદ નોંધાવી હતી. વધુ વિગતો આપી હતી. નખત્રાણા પોલીસ સ્ટેશન યુવતી રિધ્ધિ દાદી રતનબેન કાનજીભાઈ શેખા, જયશ્રીબેન કાનજીભાઈ શેખા અને જયશ્રીની બહેન, રિધ્ધિ માતા નર્મદાબેન, બહેનો જ્હાન્વી અને જાગૃતિ, ભાઈ હાર્દિક, સામે તેમજ અન્ય સગા-સંબંધી હેતલબેન રૂપાણી, કરણ રૂપાણી, મંગેશ રૂપાણી, પંકજ રૂપાણી તેમજ અન્ય ત્રણ-ચાર અજાણ્યા સ્ત્રી-પુરુષ સામે વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Kutch Forest Appeal : વિશાળ જમીન પર પથરાયેલા રક્ષક વનમાં ગંદકી ન કરવા કચ્છ વનવિભાગની અપીલ
ગુનો નોંધાયો: નખત્રાણા પોલીસ મથકે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અર્થ ઈપીકો કલમ 307, ગુનાહિત કાવતરું રચવા માટે 120 બી, લૂંટ ધાડ માટે 395, એકસમાન હેતુથી ગેરકાયદે મંડળી રચી સશસ્ત્ર ધીંગાણું-હુમલો કરવા બાબત 143, 147, 148, 149 ની કલમ તો મારકૂટ કરવા બાબત 323 ની કલમ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબત 294 ની કલમ તળે અને ગુજરાત પોલીસ એક્ટ 135 ની કલમ હેઠળ ધોકા જેવું હથિયાર સાથે રાખવા માટે ફરિયાદ નોંધવામાં આવી છે.તો નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જે. ઠુમ્મરે આરોપીઓને ઝડપી લેવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે.