ભુજ (કચ્છ): માઉન્ટ એવરેસ્ટ એ દુનિયાનું સૌથી ઉંચાઈ ધરાવતું શિખર (Mount Everest, the highest peak in the world) છે. તે હિમાલય પર્વતમાળામાં આવેલું છે અને નેપાળ દેશની હદમાં આવે છે. આ શિખરની ઉંચાઈ 8,848 મીટરની છે. દર વર્ષે સેંકડો તેને લોકો સર કરવા માટે પ્રયત્નો કરતા હોય છે, પરંતુ ખુબ જ જૂજ લોકોને તેમાં સફળતા પ્રાપ્ત થતી હોય છે. ત્યારે આજે આ સિદ્ધિ કચ્છના નામે નોંધાઈ છે. કચ્છના જતીન ચૌધરીએ માઉન્ટ એવરેસ્ટ સર (Kutch Young man Climbed Mount Everest) કરીને ઈતિહાસ (Kutch Young man made history) રચ્યો છે.
ગુરુવારે શિખરની ટોચ પર પહોંચ્યો યુવાન - જતીન ચૌધરી માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ કચ્છી બન્યા છે. આ યુવાન 8,848 મીટર 29,028 ફૂટ શિખર પર પહોંચ્યો હતો. સમગ્ર વિશ્વમાંથી 50 લોકો આ માટે પસંદગી પામ્યા હતાસ જેમાં ભારતના ફક્ત જતીન ચૌધરી એવરેસ્ટ શિખર પર પહોંચ્યો હતો. મૂળ ઉત્તરપ્રદેશનો પણ કચ્છ અને કર્મભૂમિ બનાવનારા જતીન ચૌધરીએ આ કપરૂં ચઢાણ પૂર્ણ કરીને શિખર પર પહોંચ્યો હતો. ગુરૂવારે સવારે એવરેસ્ટની ટોચે પહોંચીને BAPS સ્વામિનારાયણ મંદિરનો (BAPS Swaminarayan Temple) ધ્વજ લહેરાવ્યો હતો. સાહસિક વ્યક્તિઓ જીવની ચિંતા કર્યા વિના પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરી પડકારોનો સામનો કરતા હોય છે.
જતીન ચૌધરી માઉન્ટ એવરેસ્ટ પર ચડનારા પ્રથમ કચ્છી બન્યા - ભૂજના 43 વર્ષિય જતીન રામસિંહ ચૌધરી માઉન્ટ એવરેસ્ટ સર કરનારા (Kutch Young man Climbed Mount Everest) પ્રથમ કચ્છી બન્યા છે. ગઈકાલે (ગુરુવારે) સવારે 7:30 વાગ્યે તેઓ 8,848 મીટર (29028 ફૂટ) ઊંચાઈએ પહોંચ્યા હતા. નેપાળના પ્રવાસન સચિવે જતીન ચૌધરીને 7 સમિટ ટ્રેકના એક અભિયાનના ટીમ લિડર બનાવ્યા હતા. આ ટીમમાં વિશ્વના વિવિધ ભાગોમાંથી 50 પર્વતારોહકો જેડાયા છે. આ ટીમ દ્વારા પર્વત પર ફેલાતા કચરાને અટકાવ અને પ્રકૃતિના જતનનો સંદેશ ફેલાવવાનું છે. જતીન ચૌધરી માઉન્ટ એવરેસ્ટ પર ચડનારો પ્રથમ કચ્છી બનતા કચ્છના લોકોમાં (Kutch Young man made history) પણ ખુશી ફેલાઈ છે.
આ પણ વાંચો- Mount Everest World Record: 26મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
14મી એપ્રિલથી માઉન્ટ એવરેસ્ટના પર્વતારોહણની શરૂઆત કરી હતી - જતિન રામસિંહ ચૌધરીએ 12મી મેએ 8,848 મીટરની ઊંચાઈ જેટલું કપરું ચઢાણ પૂર્ણ કરી માઉન્ટ એવરેસ્ટ સર કરી (Kutch Young man Climbed Mount Everest) પરિવારની સાથેસાથે ક્ચ્છનું નામ રોશન (Kutch Young man made history) કર્યું છે. ગત 14મી એપ્રિલથી માઉન્ટ એવરેસ્ટના પર્વતારોહણની શરૂઆત કરી હતી. તેને લુક્લાથી બેઝ કેમ્પ સુધી પહોંચવામાં 10થી 15 દિવસનો સમય લાગ્યો હતો. ત્યારબાદ 9મીએ ફાઈનલ ચઢાણ શરૂ કરી. ગઈકાલે (ગુરુવારે) સવારે એવરેસ્ટની ટોચે BAPS સ્વામિનારાયણ મંદિરનો (BAPS Swaminarayan Temple) ધ્વજ લહેરાવ્યો હતો.
નોકરી છોડી પર્વતારોહણ શરૂ કર્યું - આ પર્વતારોહણ દરમિયાન એસપીઓ-ટૂ એટલે કે તેનું ઓક્સિજન લેવલ 53 જેટલું થઈ ગયું હતું. સામાન્ય રીતે આટલા લેવલમાં કોઈ પણ અન્ય વ્યક્તિને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડે છે. ખાનગી કંપનીમાં સોફ્ટવેર ઈન્જિનીયર તરીકે નોકરી કરતી વખતે વર્ક ફ્રોમ હોમથી કામગીરી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. તે દરમિયાન જ તેણે પોતાના મિત્રો સાથે હબાયના ડુંગર પર ટ્રેકિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેને પર્વતારોહણ કરવાની લગની લાગતાં તેણે નોકરી છોડી વિવિધ સ્થળે ટ્રેકિંગની પ્રેક્ટિસ શરૂ કરી હતી.
આ પણ વાંચો- દ્વારકાના ડોક્ટરે વિશ્વના 8 નંબરના સૌથી ઉંચા પર્વત માઉન્ટ મનાસલૂને સર કરી ઈતિહાસ રચ્યો
અગાઉ નેપાળના 6,800 મીટર ઊંચા અમાડબલમ પર્વત પર ચઢાણ કર્યું હતું - ઉલ્લેખનીય છે કે, જતિને 6 માસ અગાઉ નેપાળના 6,800 મીટર ઊંચા અમાડબલમ પર્વત પર ચઢાણ કર્યું છે, જ્યાં કેટલાક લોકો જ જઈ શકે છે. આ ચઢાણ દરમિયાન રસ્તામાં 3 પર્વતારોહકોને મુશ્કેલી થતાં હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યૂ કરવા પડ્યા હતા. તેમ છતાં હિંમત હાર્યા વિના જતિને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું. એવરેસ્ટ સર (Kutch Young man Climbed Mount Everest) કરવા પર્વતારોહકો સાથે નેપાળથી ખાસ શેરપા સાથે હોય છે. આ શેરપાઓને ખાસ તાલીમ આપવામાં આવતી હોય છે. જતિને નેપાળમાં આ તાલીમ લઈ ડિગ્રી હાંસલ કરી છે. આથી નેપાળ સરકારના સચિવ દ્વારા તેને ગ્રુપ લીડર બનાવાયો હતો.