ETV Bharat / state

કચ્છનો ગ્રેજ્યુએટ યુવાન કોરોનાને કારણે લીંબુ પાણી વેંચવા મજબૂર - Trade-business

કચ્છનો એક એવો યુવાન કે જે પહેલા પોતાના સુર અને સંગીતની પ્રતિભાથી ઓળખાતો હતો એ આજે લીંબુ પાણી વેંચવા માટે મજબૂર બન્યો છે. કોરોનાની મહામારીને લીધે આર્થિક પરિસ્થિતિ ખરાબ છે કે આ યુવાન લીંબુ સરબત વેચી ગુજરાન ચલાવે છે.

zz
કચ્છનો ગ્રેજ્યુએટ યુવાન કોરોનાને કારણે લીંબુ પાણી વેંચવા મજબૂર
author img

By

Published : May 29, 2021, 11:45 AM IST

  • કોરોના મહામારીને કારણે અનેકના નોકરી-ધંધા ગયા
  • ભુજનો ભણેલો યુવાન હાલ લીંબુ પાણી વેચવા મજબૂર
  • લોકો કરી રહ્યા છે નોકરી-ધંધાની તલાશ

ભુજ: કોરોનાની મહામારીએ સારા સારા વેપારીઓ અને ભણેલા ગણેલા લોકોનો ધંધો રોજગાર પણ છીનવી લીધો છે. ભુજનો એક ભણેલો ગણેલો યુવાન જૈમિન ઠકકર જે પહેલે પોતાના સંગીતની કલાકારી અને પોતાની ગાયિકા માટે જાણીતો હતો આ ઉપરાંત તે તબલા, કીબોર્ડ, રૉટો પ્લેયર હતો અને આ બધા કામોથી જ તે પોતાનું અને તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

અનેક લોકોએ નોકરી ધંધો ગુમાવ્યો

આ કોરોનાની મહામારીમાં જે પ્રતિબંધો લાગ્યા, નિયંત્રણો લાગ્યા તેમાં કેટલાય લોકોએ પોતાના નોકરી ધંધો ગુમાવ્યા અને આર્થિક પરિસ્થિતિ ખરાબ બની રહી છેઅને હાલ જ્યારે કોરોના ની બીજી લહેર ચાલી રહી છે ત્યારે લોકોએ પોતાનો ધંધો બંધ કરીને અન્ય જગ્યાએ નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આત્મનિર્ભર યુવાન

ભુજના જૈમિન ઠકકરે પોતાની હિંમત ન હારી અને આત્મનિર્ભર બનીને ભુજની બજારમાં લીંબુ પાણીનો સ્ટોલ ઊભો કરીને લીંબુ પાણી વેંચવાનો નિર્ણય કર્યો હતો અને હાલમાં તે ભુજના છઠ્ઠી બારી રીંગ રોડ પર 10 રૂપિયામાં લીંબુ પાણી વહેંચી રહ્યો છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે.

કચ્છનો ગ્રેજ્યુએટ યુવાન કોરોનાને કારણે લીંબુ પાણી વેંચવા મજબૂર

આ પણ વાંચો : સરકારે આપી વેપારીઓને રાહત, નાના વેપારીઓ કરી શકશે ધંધા

સરકાર પાસે કોઈ આશા નથી

દેશના આવા ભણેલા ગણેલા યુવાનોને સરકાર દ્વારા કોઈ મદદની આશા નથી પરંતુ પોતાનો ઘર ચલાવવા માટે આત્મનિર્ભર બનીને લીંબુ પાણી વહેંચીને પોતાનું ગુજરાન ચલાવવા સિવાય કોઈ ઉપાય પણ નથી.

જાણો શું કહ્યું જૈમિને?

જૈમિનએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તે પહેલાં લગ્ન પ્રસંગે અને અન્ય પ્રોગ્રામોમાં ગીત ગાઈને, સંગીત વગાડીને પોતાનું ગુજરાન ચલાવતો હતો પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી આ કોરોનાની મહામારીમાં લગ્ન પ્રસંગો ઓછા થઈ ગયા છે તથા કોઈ પણ જાતના ઓર્ડર પણ નથી મળી રહ્યા માટે તેને લીંબુ પાણી તેને બાળપણથી જ બનાવતાં આવડતું હતું અને તેને આ લીંબુ પાણીને પ્રોફેશન બનાવી દીધું અને હાલમાં લીંબુ પાણી વહેંચીને ઘર ચલાવી રહ્યો છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.