ETV Bharat / state

Valentine Week 2023 : પ્રેમીઓ માટે ભુજની બજારમાં સતરંગી ગિફ્ટનો ખજાનો - valentine gift online

ભુજની બજારમાં વેલેન્ટાઇન ડે માટે અવનવી ગિફ્ટ જોવા મળી છે. ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, પતિ, પત્ની તેમજ તમામ વ્યજૂથ માટે સતરંગી ગિફ્ટનો ખજાનો સામે આવ્યો છે. ભુજમાં ખાસ કરીને ગિફ્ટ માટે આકર્ષક બોક્સ પણ જોવા મળ્યા હતા.

Valentine Week 2023 : પ્રેમીઓ માટે ભુજની બજારમાં સતરંગી ગિફ્ટનો ખજાનો

author img

By

Published : Feb 11, 2023, 4:56 PM IST

ભુજની બજારમાં પ્રેમીઓ માટે અવનવી ગીફ્ટનો ખજાનો

કચ્છ : લોકોની એકબીજા પ્રત્યેની લાગણી એટલે પ્રેમ, એકબીજા પ્રત્યેનો વિશ્વાસ એટલે પ્રીત અને એકબીજા માટે કંઇક કરી છુટવાની ભાવના એટલે પ્યાર. વિદેશમાં થઇ ગયેલા સંત વેલેન્ટાઇનની યાદમાં વિશ્વભરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. આ દિવસે લોકો એકબીજાને પ્રેમનો એકરાર કરે છે. તેમજ ગિફ્ટ તેમજ કાર્ડસની આપ લે કરી આ દિવસની ઉજવણી કરે છે. ત્યારે કચ્છના ભૂજમાં કપલ લોકો માટે બજારમાં સતરંગી ગિફ્ટ જોવા મળી રહી છે.

બજારમાં સતરંગી ગિફ્ટનો ખજાનો
બજારમાં સતરંગી ગિફ્ટનો ખજાનો

7 દિવસનું વેલેન્ટાઈન વીક : ભુજના ગિફ્ટ વેપારી હેમેન શાહે જણાવ્યું હતું કે, કોરોના કાળ બાદ એવું લાગી રહ્યું છે કે બજાર બરાબર રીતે હવે ખુલ્લી છે અને લોકો ખરીદી કરી રહ્યા છે. વેલેન્ટાઇન ડે તેમજ વેલેન્ટાઈન ડે પહેલાના 7 દિવસનું વેલેન્ટાઈન વિક પણ લોકો સેલિબ્રેટ કરતા હોય છે. આ વર્ષે મલ્ટી લાઇટીંગ ગ્લાસ વુડનવાળા ડોમ સંખ્યાબંધ વેરાયટીઓ આવેલ છે. જેમાં કપલ સ્ટેચ્યુ, ફ્લાવર, હાર્ટ, લવ લખેલું હોય છે.

વિવિધ આઈટમ : બેન્ચીસ પર બેઠેલા કપલ શોપીસ, ઝુલામાં કપલ શોપીસ, કપલ ચકેરી વાળા, મ્યુઝિકલ ગ્લોબલ શોપીસ, ફોરપીસ બંટી બબલી શોપીસ, હેડફોન વાળા કપલ શોપીસ, ઘોડાની બગીવાળા શોપીસ, લાઇટીંગ મ્યુઝીકલવાળા ઘર આકારના કપલ શોપીસ, સાઇકલ સાથેના કપલ શોપીસ, પોલીસ્ટોનના શોપીસમાં વિવિધ કલર શોપીસ તદ્દન નવા જ પ્રકારના આવેલ છે. ઉપરાંત હાલમાં ચોકલેટ, ટેડી અને ફૂલના જુદાં જુદાં બુકે પણ ટ્રેડિંગમાં છે.

સતરંગી ગિફ્ટ
સતરંગી ગિફ્ટ

કપલ માટે હોટ ફેવરિટ : વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સાથે જ ગોલ્ડન રોઝ, રેડ રોઝ આકર્ષક ગિફ્ટ બોકસમાં આવેલ છે. સોફ્ટ ટોઇઝના ત્રણ ઇંચની 4 ફુટની સાઇઝના હાર્ટ જેમાં અલગ અલગ લવના લખાણ પ્રિન્ટેડ કરેલ હોય છે. મીસ્ટર- મીસીસ, કિંગ-ક્વીન મીસ્ટર ઓલવેજ રાઈટ વગેરે લખાણવાળા ફેન્સી આકર્ષક કલરના મગ આવેલ છે. ટેડી બિયર બે ઇંચથી છ ફૂટ સુધીના અલગ અલગ કલરોમાં આવેલા છે.

આ પણ વાંચો : Surat Diamond : સુરતના હાર્ટશેપ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ ભારત સહિત અન્ય દેશોમાં પણ મળે છે જોવા

ફ્રેમ, ઘડિયાળ, લેમ્પ, તાજમહેલ વગેરે ગિફ્ટ : વેલેન્ટાઇન સ્પેશિયલ કપલ ફ્રેમ, લવ લખેલા ઘડિયાળ વાળી પાંચ હેંગીગ હાર્ટવાળી ફોટો ફ્રેમ, વોટર લાઇટીંગ ફ્રેમ, કપલ ફ્રેમ, ફેમિલી ફ્રેમ, લવ મેટલ ફ્રેમ, વીન્ટેજ ફ્રેમ, સંખ્યાબંધ ડીઝાઈન, ફોટો ફ્રેમ યાદગાર આવેલા છે. મલ્ટી લાઇટિંગ વાળો તાજમહેલ, મિરર મેજિક ટચ લાઇટીંગ ફોટા ફ્રેમ, મ્યુઝીકલ પેન ડ્રાઈવ લેમ્પ, છત્રી વાળા લેમ્પ, રીમોટ કંટ્રોલ વિથ ટચ લેમ્પ, ટેડી બીયર વાળો લેમ્પ, ક્રિસ્ટલ હાર્ટ વાળો લેમ્પ, ક્રિસ્ટલ સ્ટોન લેમ્પ, ઇન્ફીનીટીલવ નામવાળો લેમ્પ, વુડન કેપ લેમ્પ, ડાયમંડ જડીત લેમ્પ, હેંગીંગ હાર્ટ વીથ ટેડી, ઝુમ્મર વાળા રેડ કલરની જુદી જુદી આઈટમ હાલ આવી છે.

આકર્ષક બોક્સ સાથે ગિફટ
આકર્ષક બોક્સ સાથે ગિફટ

આ પણ વાંચો : Valentine Week 2023: વેલેન્ટાઈન ડે ઉજવવા ગિફ્ટની બોલબાલા, ગિફ્ટ શોપમાં આવી

દરેક વ્યજૂથ માટે ગિફ્ટ ઉપલબ્ધ : ઉપરાંત વેલેન્ટાઇન સ્પેશિયલ કોમ્બો, હેમ્પર ગિફ્ટ, નેઇમવાળા વોલેટ-કીચેઇન, પાસપોર્ટ કવર, પીલો, ફોટો ફ્રેમ, કપલ ટી શર્ટ, બોલપેન, પેન સ્ટેન્ડ વીથ કલોક, રીવોલ્વીંગ ફોટો ફ્રેમ, મગ, ઘડિયાળ, જરૂરિયાત મુજબની મિક્સ ગીફટો તેમજ ફોટા મેસેજ વાળી પર્સનલાઇઝ ગિફ્ટ પણ ઉપલબ્ધ છે. જો આપ આપની ગર્લફ્રેન્ડ, પતિ, પત્ની, બોયફ્રેન્ડ અને કપલ્સ માટે ગિફ્ટ લેવા ઇચ્છો છો તો બજારમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.