ETV Bharat / state

Unseasonal Rains : કચ્છમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતાં વૃક્ષ, વીજપોલ ધરાશાયી, ખેડૂતોને કરાયો અનુરોધ

author img

By

Published : May 2, 2023, 4:07 PM IST

Updated : May 2, 2023, 4:42 PM IST

ફરી મેઘરાજા સિઝન વગર કચ્છમાં વરસાદ વરસાવાની સવારીએ નીકળ્યા હતા. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા મકાન, દુકાનોના પતરા ઉડ્યા હતા. અન્ય કેટલીક જગ્યાએ ભારે પવન ફુકાતા વૃક્ષ, વીજપોલ ધરાશાયી થયા હતા. આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પાકને લઈને સાવચેતી માટે પગલા લેવા અનુરોધ કર્યો છે.

Unseasonal Rains : કચ્છમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતાં વૃક્ષ, વીજપોલ ધરાશાયી, ખેડૂતોને કરાયો અનુરોધ
Unseasonal Rains : કચ્છમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાતાં વૃક્ષ, વીજપોલ ધરાશાયી, ખેડૂતોને કરાયો અનુરોધ

કચ્છમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ, ખેડૂતોને પાકની સાવચેતી માટે પગલા લેવા અનુરોધ

કચ્છ : સરહદી જિલ્લા કચ્છમાં છઠ્ઠા દિવસે પણ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આગાહી મુજબ કમોસમી વરસાદના પગલે પશ્ચિમ કચ્છના જુદાં જુદાં વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ પંથકમાં સિઝન વગર મેઘરાજા મેઘમહેરની સવારીએ નીકળ્યા છે. ત્યારે આજે કચ્છના નખત્રાણા ,ભુજ, અંજાર અને માંડવી તાલુકાના ગામડામાં બપોરના સમયે કમોસમી વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ માંડવીના મોટી ભાડાઈમાં તોફાની વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. જ્યાં ભારે પવનના કારણે ગામના મકાનના પતરા ઉડ્યા હતા.

જિલ્લામાં ઠેર ઠેર કમોસમી વરસાદના ઝાપટા : કચ્છના માંડવી તાલુકાના કોડાય, મઉ, ગાંધીગ્રામ, હમલા મંજલ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. તો ભુજ તાલુકાના દહીંસરા, સુખપર, ઝુરા કેમ્પ, લોરિયા ચેકપોસ્ટ માનકુવા, થરાવડા નાના, નખત્રાણા તાલુકાના મોટી વિરાણી, કોટડા (જ.), ભાડરા, જંગડીયા, ઉસ્તીયા, ભારાપરમાં વરસેલા ઝાપટાંથી માર્ગો અને શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા. બપોરે અડધા કલાકમાં અડધો ઇંચ કમોસમી વરસાદ વરસતા ઠેર ઠેર પાણી નીકળી ગયા હતાં. માંડવીના મોટી ભાડાઈમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ, વિજપોલ પણ ધરાશાયી થયા હતા.

આ પણ વાંચો : Amreli News : વરસાદ વરસ્યો છતાં સૌરાષ્ટ્રના એક માત્ર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના પાક સુરક્ષિત

મિશ્ર ઋતુનો અહેસાસ : જિલ્લામાં ફાગણ પછી અવારનવાર ઝાપટાં વરસતાં ભર ઉનાળે હાલમાં 3 સિઝનનો અહેસાસ લોકો કરી રહ્યા છે. સવારે ભારે તડકો હોય છે તો બપોરે કમોસમી વરસાદ વરસે છે તો રાત્રે લોકો ઠંડકનો અનુભવ કરે છે. આ મિશ્ર ઋતુમાં રોગચાળો ફેલાવવાનો ભય પણ પ્રસરી રહ્યો છે. તો કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં પાકને લઈને ચિંતા પણ પ્રસરી છે. ખાસ કરીને દાડમ તેમજ એરંડાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ હતી.

આ પણ વાંચો : Unseasonal Rain : સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાની સવારીથી વાતાવરણ ઠંડુ, પરંતુ ખેડૂતોને ભીતિ

ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા અનુરોધ : જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ અને વાદળછાયું વાતાવરણની સાથે હળવો પવન રહેવાની શક્યતા આગામી 3જી મે સુધી દર્શાવવામાં આવી છે. જેથી કરીને પરીપકવ શાકભાજી, બાગાયતી પાકોને ઉતારી લેવા, તૈયાર ખેત પેદાશો, ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા, એ.પી.એમ.સી અથવા ખરીદ કેન્દ્ર, અન્ય ગોડાઉન ખાતે ખેત-જણસોના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત-જણસોના જથ્થાને કોઈ નુકસાન ન થાય તે માટે સાવચેતીના પગલા લેવા ખેડૂતોને અનુરોધ પણ કરવામાં આવ્યો છે.

Last Updated : May 2, 2023, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.