કચ્છ કોંગ્રેસનાં પ્રવક્તા દિપક ડાંગર, મહામંત્રી રમેશ ગરવા અને વિદ્યાર્થી નેતા યશપાલસિંહ જેઠવાએ સંયુક્ત પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું હતું કે, 2017થી 2018 સુધીનાં એક વર્ષ સુધીના લાંબા ગાળા માટે સેનેટ ચૂંટણી માટેની મતદાર યાદીની પ્રક્રિયા ચાલી હતી. સ્ક્રુટીની પછી ભાજપના જ ઈસી મેમ્બરની મંજૂરી બાદ આ યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. ત્યારે એબીવીપી દ્વારા મતદાર યાદીનાં નામે ‘શાહીકાંડ’ સર્જવામાં આવ્યો હતો. ચૂંટણી જાહેર થયા બાદ પણ મતદાર યાદીની બીજી વખત ચકાસણી કરાઈ હતી. જેમાં યુનિવર્સિટીનાં કુલપતિ, કુલસચિવ, ભાજપનાં ઈસી મેમ્બરો, તમામ વિભાગનાં 12 જેટલા અધ્યક્ષે 8 કલાકથી વધુ સમય સુધી રાત્રે મોડે સુધી આ પ્રક્રિયા હાથ ધરી હતી અને મતદાર યાદી નિયમો મુજબ પ્રસિધ્ધ થઈ છે તેવું તારણ આપ્યું હતું.
કચ્છ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીને લઇ કોંગ્રેસનો ભાજપ સામે અંગત સ્વાર્થનો આરોપ - Kutch univercity
કચ્છઃ જિલ્લાની યુનિવર્સીટીની સેનેટ ચૂંટણીને લઇ કોંગ્રેસે ભાજપ સામે અંગત સ્વાર્થનો આરોપ મૂક્યો છે. ગત પહેલી ડિસેમ્બરે ગુજરાત હાઈકૉર્ટે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવને ચાર સપ્તાહમાં સેનેટની ચૂંટણી યોજવા નિર્દેશ આપ્યો હોવા છતાં યુનિવર્સિટી ચૂંટણી યોજતી નથી.
કચ્છ કોંગ્રેસનાં પ્રવક્તા દિપક ડાંગર, મહામંત્રી રમેશ ગરવા અને વિદ્યાર્થી નેતા યશપાલસિંહ જેઠવાએ સંયુક્ત પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું હતું કે, 2017થી 2018 સુધીનાં એક વર્ષ સુધીના લાંબા ગાળા માટે સેનેટ ચૂંટણી માટેની મતદાર યાદીની પ્રક્રિયા ચાલી હતી. સ્ક્રુટીની પછી ભાજપના જ ઈસી મેમ્બરની મંજૂરી બાદ આ યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. ત્યારે એબીવીપી દ્વારા મતદાર યાદીનાં નામે ‘શાહીકાંડ’ સર્જવામાં આવ્યો હતો. ચૂંટણી જાહેર થયા બાદ પણ મતદાર યાદીની બીજી વખત ચકાસણી કરાઈ હતી. જેમાં યુનિવર્સિટીનાં કુલપતિ, કુલસચિવ, ભાજપનાં ઈસી મેમ્બરો, તમામ વિભાગનાં 12 જેટલા અધ્યક્ષે 8 કલાકથી વધુ સમય સુધી રાત્રે મોડે સુધી આ પ્રક્રિયા હાથ ધરી હતી અને મતદાર યાદી નિયમો મુજબ પ્રસિધ્ધ થઈ છે તેવું તારણ આપ્યું હતું.
Body: કચ્છ કોંગ્રેસના પ્રવક્તા દિપક ડાંગર, મહામંત્રી રમેશ ગરવા અને વિદ્યાર્થી નેતા યશપાલસિંહ જેઠવાએ સંયુક્ત પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું હતું કે,2017થી 2018 સુધીના એક વર્ષ સુધીના લાંબા ગાળા માટે સેનેટ ચૂંટણી માટેની મતદાર યાદીની પ્રક્રિયા ચાલી હતી. સ્ક્રુટીની પછી ભાજપના જ ઈસી મેમ્બરની મંજૂરી બાદ આ યાદી પ્રસિધ્ધ કરાઈ હતી. ત્યારે એબીવીપી દ્વારા મતદાર યાદીના નામે ‘શાહીકાંડ’ સર્જવામાં આવ્યો હતો. ચૂંટણી જાહેર થયા બાદ પણ મતદાર યાદીની બીજી વખત ચકાસણી કરાઈ હતી જેમાં યુનિવર્સિટીના કુલપતિ, કુલસચિવ, ભાજપના ઈસી મેમ્બરો, તમામ વિભાગના 12 જેટલા અધ્યક્ષે 8 કલાકથી વધુ સમય સુધી રાત્રે મોડે સુધી આ પ્રક્રિયા હાથ ધરી હતી અને મતદાર યાદી નિયમો મુજબ પ્રસિધ્ધ થઈ છે તેવું તારણ આપ્યું હતું.
કમિટિએ આ તારણ લેખીતમાં રજૂ કરી મતદાર યાદીને બહાલી આપી હતી. ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરાયાં પછી કાયદો અને વ્યવસ્થાને આગળ ધરી તત્કાલિન કુલપતિ સી.બી.જાડેજાએ સેનેટની ચૂંટણી રદ્દ કરી દીધી હતી. આ નિર્ણયને કોંગ્રેસના પૂર્વ સેનેટ મેમ્બર દિપક ડાંગર અને યશપાલસિંહ જેઠવાએ હાઈકૉર્ટમાં પડકાર્યો હતો જે સંદર્ભે ગત 1 ડિસેમ્બરે હાઈકૉર્ટે કુલપતિ અને કુલસચિવને 4 અઠવાડિયામાં ચૂંટણી કરવા નિર્દેશ આપ્યો હતો.
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓના ત્રાસના કારણે કચ્છ યુનિવર્સિટીના અધિકારીઓ પોતાના રાજીનામાં ધરી દે તેવી દહેશત સર્જાઈ છે અને આ પરિસ્થિતિમાં યુનિવર્સિટી નધણિયાતી બની જાય તેવી શક્યતા છે. સમગ્ર મુદ્દે ભાજપના સાંસદ, ધારાસભ્યો, મંત્રી ભેદી મૌન સેવીને બેઠાં છે તે શિક્ષણ જગત માટે ઘાતક નીવડી શકે તેમ છે. ત્યારે, તેમણે તાત્કાલિક બંધારણને અનુસરીને ચૂંટણી કરાવવી જોઈએ. જો આગામી સમયમાં સેનેટની કોરમ પૂર્ણ ના થાય તો બજેટ માટેની અગત્યની મિટિંગ અટકી જશે અને મોટું નુકસાન થશે તેવી પણ કોંગ્રેસે ચિંતા દર્શાવી છે.
Conclusion: