કચ્છ : વિચરતી માલધારી સમાજના ભરતકામ ખૂબ જ પ્રખ્યાત છે. જેમાં રબારી સમાજની ઉપર ભરતકામ ખૂબજ આકર્ષક છે. કચ્છમાં 12 વર્ષના 18 જેટલી વિવિધ કલા કારીગરી થાય છે. જેમાં ભરતકામ ખાસ કરીને મહિલાઓ માટે સીધી રીતે રોજગારીનું પણ માધ્યમ બન્યું છે. કચ્છમાં આહીર, સોઢા, રબારી, મેઘવાડ, મારવાડા એમ 12 અલગ-અલગ ભરતકામ અજરખ બટીકા કામ લાકડાઓની પ્રિન્ટ પર બાંધણી મુખ્ય છે.
આજે જાણીશું રબારી સમાજ દ્વારા ઉંન ભરતકામ વિશેભુજ તાલુકાના ભુજોડી ગામમાં શામજી વિશ્રામ વણકરના ઘરે અમેરિકન મહિલા આ ઉન વણાટ કામ શીખી રહી હતી. ઇટીવી ભારતની ટીમ આ મકાન માં પ્રવેશી તે સાથે જૂની સંસ્કૃતિ ને સાચવવા અને પ્રોત્સાન માટે થઈ રહેલી કામગીરી ઉડી ને આંખે વળગી હતી.
શામજીભાઈએ જણાવ્યું હતું કે, માલધારીઓ ઉન ઉતારી લે પછી વન વગડામાં નિરાંતના સમયમાં મહિલાઓ ઉન કાંતિ તેના તેના વડે પહેરવેશમાં ભરતકામ અને વણાટ કરતી હતી. પરંતુ ધીરે ધીરે ઉનનો ઉપડયોગ પણ ઘટી ગયો અને વપરાશ પણ ઓછો થઈ ગયો હતો. એક નહિ પણ ત્રણ ત્રણ દાયકા સુધી આ કળા સમેટાંતી રહી હતી. છેલ્લા 10 વર્ષથી આ કળા વધુ નિખાર પામી છે. પેઢી દર પેઢી કલા શીખેલી મહિલા ઓ હવે બજાર મળતું થતા રોજગારી પણ મેડબી રહી છે.
કર્મીબાઈ નામના વૃદ્ધ મહિલા ઉન કાંતવા સાથે જણાવ્યું કે, આ મહેનત માંગી લેતું કામ છે નવી પેઢી માં રોજગારીના અન્ય રસ્તાઓ ખુલ્લા થયા બાદ કલા વારસો માત્ર કહેવા પૂરતો રહી ગયો હતો. પરંતુ હવે મંગ વધી છે એટલે રોજગારી પણ મળતી થઈ છે. હું 15 વરસની હતી ત્યારથી આ કામ કરૂં છું મારી માતાએ મને શીખવ્યું અને મેં મારી દીકરીઓને શીખવ્યું છે.પહલા અમારા કપડાં માટે ભરતકામ કરતા હતા. હવે લોકો માટે પણ કરી ને રોજગારી મેળવી શકીયે છીએ.
યુએસ થી આબેલી એમી નામની મહિલાએ જણાવ્યું હતું કે હું આર્ટ શિક્ષક છું. યુએસમાં વિધાર્થીઓને ભારતની આ પરંપરા શીખવવા ઈચ્છું છું એટલે હું પણ તાલીમ લઇ રહી છું. આ ખરેખર અલગ જ સંસ્કૃતિ અને પરંમપરા છે જે ખૂબ જરૂરી પણ છે.