ETV Bharat / state

દેશના 44 શ્રેષ્ઠ શિક્ષકોમાં કચ્છના શિક્ષકની પસંદગી, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે નામ કર્યા જાહેર - બાબિયાની પ્રાથમિક શાળા

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે દેશના 44 શ્રેષ્ઠ શિક્ષકોના નામ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2021 માટે પસંદ કર્યા છે, જેમાં કચ્છ જિલ્લાના હિતેન ધોળકિયા વિદ્યાલય ભૂજના શિક્ષક અશોકકુમાર મોહનલાલ પરમાર (Ashokkumar Mohanlal Parmar)ની રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક (National best teacher) તરીકેની પસંદગી કરવામાં આવી છે.

દેશના 44 શ્રેષ્ઠ શિક્ષકોમાં કચ્છના શિક્ષકની પસંદગી, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે નામ કર્યા જાહેર

author img

By

Published : Aug 21, 2021, 3:51 PM IST

  • શિક્ષણ ક્ષેત્રમાં અવિરત અને અજોડ કામગીરી કરનારા ભુજના શિક્ષક અશોકકુમાર પરમારને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ (National best teacher)
  • શાળાને આકર્ષક અને બાળકોને શિક્ષણ પ્રતે રૂચિ વધે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા
  • વિદ્યાર્થીઓ રમતની સાથે શિક્ષણ મેળવે તે પ્રમાણેની સમગ્ર પ્રણાલી ઉભી કરી

કચ્છઃ ભારત સરકારનું શિક્ષણ મંત્રાલય હંમેશા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે એવોર્ડ આપે છે. ત્યારે શિક્ષણ મંત્રાલયે દેશના 44 શ્રેષ્ઠ શિક્ષકોના નામ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2021 માટે પસંદ કર્યા છે, જેમાં કચ્છ જિલ્લાના હિતેન ધોળકિયા વિદ્યાલય ભૂજના શિક્ષક અશોકકુમાર મોહનલાલ પરમારની પસંદગી કરવામાં આવી છે. ભૂજના હિતેન ધોળકિયા વિદ્યાલયમાં ધોરણ 6થી 8ના મૂળ ભાષાના શિક્ષક પણ ગણિત પર વધુ પ્રભુત્વ ધરાવતા મૂળ કુકમાના અને હાલમાં કેરા રહેતા અશોકકુમાર મોહનલાલ પરમારને વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીના કારણે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ મળશે તેવું કેન્દ્ર સરકારે એક યાદીમાં જાહેર કર્યું છે.
શાળાને આકર્ષક અને બાળકોને શિક્ષણ પ્રતે રુચિ વધે તેવા પ્રયત્નો કરાયા

ભૂજ તાલુકાના કુકમામાં 6 ઓગસ્ટ 1975માં જન્મેલા અશોકકુમાર પરમારની શૈક્ષણિક કારકિર્દી સારી રહી છે. વર્ષ 1993માં પીટીસી કર્યા બાદ વર્ષ 1998માં મુન્દ્રા તાલુકાના બાબિયાની પ્રાથમિક શાળા (Babiyani primary school)થી તેમની કારકિર્દી શરૂ થઈ હતી. શિક્ષક અશોકકુમારે પોતાની શાળાને આકર્ષક અને બાળકોને શિક્ષણ પ્રતે રુચિ વધુ કેન્દ્રિત થાય એ પ્રકારે એક્ટિવિટીથી ભરપૂર બનાવી છે.

દેશના 44 શ્રેષ્ઠ શિક્ષકોમાં કચ્છના શિક્ષકની પસંદગી,
આ પણ વાંચોઃ ‘India Cycle for Change’ ચેલેન્જ હેઠળ ટોપ 11માં રાજકોટની પસંદગી, રૂપિયા 1 કરોડનો મળશે પુરસ્કાર

શાળા ભવનનું શિલાન્યાસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામે કર્યું હતું

મહત્ત્વ અને ઉલ્લેખનીય બાબત છે કે, આ શાળા ભવનનું શિલાન્યાસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામે (APJ Abdul Kalam) વર્ષ 2001 પછી કર્યું હતું ત્યારબાદ આજે શાળામાં શિક્ષક અશોકકુમારે અલગઅલગ માહિતીસભર પોસ્ટર અને બેનર્સ લગાવીને શાળાને આકર્ષક બનાવી છે. શાળામાં પ્રવેશની સાથે બાળકોને શાળા ગમે તે પ્રકારનું માહોલ જોવા મળે છે.

આ પણ વાંચોઃ રાજ્યના 6 પોલીસ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહમંત્રાલય દ્વારા પુરસ્કાર અપાશે
શાળાની દિવાલો પર ચિત્રો મારફતે જુદીજુદી માહિતી વર્ણવી

આ ઉપરાંત શાળામાં દિવાલો પર રંગેબેરંગી માહિતીસભર ચિત્રો સાથે શાળાની દિવાલો પર ભારતના મહાન વ્યક્તિઓ કે, જેમણે દેશ માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના વિશેની સંપૂર્ણ માહિતી અને ભારતના તમામ રાજ્યોના નકશા સાથે તે રાજ્યની વિશેષતા તે રાજ્યની ભાષા, રાજ્ય વિશે તમામ મહત્ત્વની બાબતો સાથેના પોસ્ટર જોવા મળે છે.

શિક્ષણ ક્ષેત્રમાં અવિરત અને અજોડ કામગીરી કરનારા ભુજના શિક્ષક અશોકકુમાર પરમારને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ (National best teacher)

વિદ્યાર્થીઓ રમતની સાથે શિક્ષણ મેળવે તે પ્રમાણેની સમગ્ર પ્રણાલી ઉભી કરી

બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે અને બાળકો રમતની સાથે શિક્ષણ મેળવે તે પ્રમાણેની સમગ્ર પ્રણાલી ઉભી કરીને શિક્ષક અશોકકુમારે અકલ્પનીય પ્રયત્ન કર્યા છે. આજે કોરોનાના આ કાળમાં પ્રાથમિક શાળામાં શિક્ષણ બંધ છે ત્યારે ખાસ કરીને વર્તમાન સમયમાં ગણિત વિષયને રસપ્રદ બનાવવા પઝલ દ્વારા ગણિતને રજૂ કરીને શિક્ષકો અને વિદ્યાર્થીઓને જોડતા રહ્યા છે. અશોકભાઈ ઓનલાઈન શિક્ષણમાં પણ બાળકો સારી રીતે ભણે એ માટે અથાગ પ્રયત્ન કરતા રહે છે.
સરકારી શાળામાં શિક્ષણની ગુણવતા દિવસેને દિવસે વધી રહી છે

વર્ષો પહેલાંથી એમ ચાલ્યું આવ્યું છે કે, સરકારી શાળાનું શિક્ષણ ગુણવત્તાસભર નથી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સરકારી શાળાનું શિક્ષણ ખૂબ જ ગુણવત્તાસભર બન્યું છે. આ પાછળ મુખ્ય બે કારણ છે કે, સરકારી શાળામાં જે શિક્ષકો છે. તે કવોલિફાઈડ શિક્ષકો છે. પીએચડી (PhD) કરેલા શિક્ષકો છે અને બીજું કે, સરકાર દ્વારા પણ સરકારી શાળામાં શિક્ષણની ગુણવત્તા વધે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે અને ચોક્કસપણે કહી શકાય કે, સરકારી શાળામાં દિવસેને દિવસે શિક્ષણની ગુણવત્તા વધતી જાય છે અને શ્રેષ્ઠ બની રહી છે.

વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કર્યા: અશોકકુમાર પરમાર

શિક્ષક અશોકકુમારે આ અંગે જણાવ્યું હતું કે, તેમને ખુશી છે કે કેન્દ્ર સરકારે તેમની આ બાળકોને શિક્ષણ આપવાની પ્રણાલીની નોંધ લઈ તેમને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે મુખ્યત્વે 3 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેમાં શાળાને ચાઈલ્ડ ફ્રેન્ડલી બનાવવાનું, બાળકોને જે શૈક્ષણિક સમસ્યા છે. તે ઈનોવેશન કરીને દૂર કરવાનું અને તે ઉપરાંત 45 પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.