ETV Bharat / state

કચ્છ: લોકડાઉનના 11માં દિવસે તંત્ર અને પોલીસે કરી કડક કાર્યવાહી - લોકડાઉન ગુજરાતમાં

કચ્છમાં લોકડાઉનના 11માં દિવસે પોલીસ અને તંત્રે વધુ કડકાઈ સાથે પગલા ભરવાનું શરૂ કર્યુ છે.શનિવારે એક કેસ શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.જયારે કચ્છ પોલીસે લોકડાઉનનો ભંગ કરવા બદલ 28 લોકો સામે ગુનો નોંધ્યા છે.

etv Bharat
કચ્છ: લોકડાઉનના 11માં દિવસે તંત્ર અને પોલીસે કરી કડક કાર્યવાહી
author img

By

Published : Apr 4, 2020, 9:45 PM IST

કચ્છ: જિલ્લામાં અત્યાર સુધીમાં 18 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. હાલમાં 1 કેસ પોઝીટીવ છે. છેલ્લા ચોવીસ કલાકમાં 1 શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે, જયારે અત્યાર સુધીમાં કુલ 16 વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.

કચ્છ નખત્રાણા પાસેથી ઓન ડયુટી પીજીવીસીએલ લખીને કામદારોને જુનાગઢ પહોંચતા કરવાનો પ્રયાસ પોલીસે નાકામ બનાવ્યો છે. તો ગાંધીધામ અંજાર રોડ પર આઠ કામદારોના પરીવહન સામે પોલીસે ગાડીચાલક સામે તેમજ પ્રેરણા આપનાર કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધાઈ છે. જયારે છેલ્લા ચોવીસ કલાકમાં લોકડાઉનનો ભંગ કરનાર 56 લોકો સામે ફરીયાદ નોંધવામાં આવી છે. અને રૂ.89,100 જેટલી રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. શુક્રવારે સાંજે ચાર વાગ્યાથી શનિવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 1195 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 36,149 લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.જિલ્લા મેજીસ્ટ્રેટ, કલેકટર અને આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાઇરસના પગલે કુલ 6365 લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.

હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ 1233 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના દસ તાલુકામાં સોમવારથી શરૂ કરાયેલ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઇને શરદી ખાંસી અને ઉધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ 21,77,423 લોકોનો સર્વે કર્યો છે. જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ 1233 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં 98.04 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.

લોકડાઉન સમયમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાનગી ઔધોગિક એકમોને પરવાનગી આપવામાં આવે છે.અરજીને ધારાધોરણ મુજબ ચકાસી ચાલુ રાખવા પાત્ર એકમો, ભારે વાહનો અને વ્યકિતઓને અવરજવરની પરવાનગી આપવામાં આવે છે. તા.૨૫મી માર્ચ થી અત્યાર સુધીમાં કુલ 457 અરજી મળી હતી. જેમાંથી 203 ને મંજુરી આપવામાં આવી છે. જયારે 252 અરજીઓને ના મંજુર કરવામાં આવી છે. અને 8384 કર્મચારીઓ અને 626 વાહનોને પરવાનગી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.