- કચ્છના સોલાર એનર્જી પાર્કનો વિરોધ
- પીએમ મોદી કરવાના છે શિલાન્યાસ
- જમીન ફાળવણીમાં ગેરરીતી અને સુરક્ષાનો મુદ્દો
કચ્છઃ જિલ્લાના ખાવડા નજીક આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સોલાર એનર્જી પાર્કના શિલાન્યાસ માટે આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે. આ જગ્યાએ ખાનગી ગ્રુપ અદાણીને જમીન ફાળવામાં આવતા વિરોધ થયો છે. રાજય સરકાર દ્વારા સુરક્ષા નિયમો નેવે મૂકીને 47 હજાર હેકટર જમીન 20 વર્ષની લીઝ પર આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સોલાર એનર્જી જમીન ફાળવામાં આવતા સરહદની સુરક્ષા નુકશાન થઈ શકે છે. તેમ જણાવીને ગુરુવારે કોંગ્રેસના પુર્વ પ્રદેશ મહામંત્રી અને આગેવાન આદમ ચાકીએ ભૂજમાં પત્રકાર પરીષદ બોલાવીને વિવિધ માંગણીઓ મુકી હતી.
કાયદાકીય લડતની તૈયારીઓ શરુ
કોંગ્રેસ નેતા આદમ ચાકીએ ખાવડા નજીક સોલાર પ્રોજેકટ જમીન ફાળવામાં લઈને સવાલો ઉઠાવ્યા છે. આ સાથે જ સરકાર પાસે ત્રણ માંગ કરી છે. આદમ ચાકીનું કહેવું છે કે, ખાવડા સ્થિત સોલાર પ્રોજેકટમાં કચ્છ અને રાજ્યના લોકોને રોજગારી આપવામાં આવે, સાથે જ દેશની આંતરરાષ્ટ્રીય સરહદ પર કાર્યરત થનારી સોલાર પાર્ક નિર્માણ બાદ દેશની સલામતી અને સુરક્ષા મુદ્દે વિશેષ ધ્યાન આપવામાં આવે તેમજ સોલાર એનર્જી પાર્ક શરૂ થાય ત્યારે કચ્છમાં વસવાટ કરતા લોકોને 50 % ભાવે વીજળી આપવાની માંગ કરી છે. આ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ 80 કીમી વિસ્તાર ઉદ્યોગો માટે જમીન આપી શકાય નહીં. સરકાર દ્વારા નિયમો નેવે મૂકીને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સોલાર પ્રોજેકટ માટે જમીન ફાળવામાં આવી છે. આગામી દિવસોમાં તેમણે કોર્ટમાં જવાની તેયારી બતાવી છે.