- બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપે 3 આરોપીને ગાંજા સાથે ઝડપી પાડયા
- 1.41 લાખની કિંમતનો 14 કિલો ગાંજો ઝડપાયો
- પોલીસે કુલ 4.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
કચ્છ: પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપે બાતમીના આધારે વોચ ગોઠવીને ભચાઉથી ભુજ આવતી કારમાંથી ત્રણ આરોપીઓ પાસેથી રૂપિયા 1,41,310ની કિંમતનો 14 કિલો 131 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. આ ત્રણે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કેફી દ્રવ્ય ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે કુલ 4.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસ દ્વારા ગાંજા ઉપરાંત 2.50 લાખ રૂપિયાની કાર 16,000 રૂપિયાના 4 મોબાઇલ અને રોકડા રૂપિયા 450 પણ કબજે કરવામાં આવ્યા હતા અને કુલ 4,07,760 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કચ્છ જિલ્લાના મુન્દ્રામાં 6 કિલો ગાંજા સાથે એક યુવાન ઝડપાયો
ઝડપાયેલા આરોપીઓ
- જીતેન્દ્ર કોઠારી
- ઈસ્માઈલ ઉર્ફે લડુ ચાકી
- અનવર ખલીફા લડુ ચાકી
આરોપીઓ અગાઉ પણ અન્ય ગુનામાં સંડોવાયેલા
ભુજમાં જુની રાવલવાડીમાં રહેતા આરોપી જીતેન્દ્ર કોઠારી ભુજના જુના બસ સ્ટેશન પાસે ચાની દુકાન ધરાવે છે. અગાઉ પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપના હાથે ગાંજા સાથે ઝપાયા હતા. તો બીજો આરોપી ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતો ઈસ્માઈલ ઉર્ફે લડુ ચાકી અગાઉ મારામારી અને હુમલાના ગુનામાં પકડાઇ ગયો છે. જ્યારે અનવર ખલીફા પડોશમાં જ રહે છે અને તેનો ખાસ સાગરીત હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: મુન્દ્રા કેસમાં ચેન્નાઈના દંપતીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આરોપીઓ પાસે ગાંજો ક્યાંથી આવ્યો તે સહિતની કાયદેસરની કાર્યવાહી અને તપાસ પોલીસે હાથ ધરી છે. આ કાર્યવાહીમાં ભુજ વિભાગના સર્કલ ઇન્સ્પેક્ટર એસ.બી.વસાવા તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપના કાર્યકારી ઈન્સ્પેક્ટર એ.આર ઝાલા સાથે સ્ટાફના સભ્યો જોડાયા હતા.