કચ્છ : ગૂજરાત દેશને 73 ટકા મીઠું પૂરું પાડે છે. કચ્છનું નાનું રણ પરંપરાગત રીતે ગાંગડા વાળા મીઠાં માટે જાણીતું છે, ત્યારે અહીં સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લામાંથી 8 માસ માટે પરંપરાગત અગરિયાઓ સ્થળાંતર કરી મીઠાની ખેતી કરે છે. સૌરાષ્ટ્રનું ગેઝેટીયર જેવા અનેક ઐતિહાસિક દસ્તાવેજોમાં અગરિયા અને રણના મીઠાનો ઉલ્લેખ છે.
8 માસ માટે મીઠું : કચ્છનું નાનું રણ 1973માં અભયારણ્ય તરીકે જાહેર થયું પણ સર્વે અને સેટલ મેંટ પ્રક્રિયામાં રહેલી ખામીના લીધે 50 વર્ષે સદીઓથી મીઠું પકવતાં અગરિયાઓના રણમાં જઈને 8 માસ માટે મીઠું પકવી આજીવિકા મેળવવાના અધિકારો સુનિશ્ચિત થયા નથી. પરિણામે આજે 50 વર્ષે પણ અગરિયાઓને "ગેર કાયદેસર"નું દૂષણ નો ભોગ બનવું પડે છે.
મુખ્યપ્રધાનને કરી રજૂઆત : સાંતલપુર, માળિયા, હળવદ, ધાંગધ્રા અને પાટડી તાલુકાના અગરિયાઓએ એમના ધારાસભ્યોને મોટા પાયે રજુઆત કરતાં આજે તમામ ધારાસભ્યો અગરિયા આગેવાનો સાથે ગાંધીનગરમાં પહોંચ્યા હતાં. જ્યાં મુખ્યપ્રધાન તેમજ શ્રમ પ્રધાન મુળુ બેરાને રજુઆત કરી હતી. "અમો સદીઓથી મીઠું પકવીએ છીએ... અમારાથી ઘૂડખરને કોઈ નુકસાન નથી. ઘૂડખરનું સંખ્યા સતત વધી છે. અમારો રોટલો રણ ઉપર છે. અમો 8 માસ માટે રણમાં જઈને મીઠું પકવવાના અમારા અધિકાર કાયમી માન્યતા મળે તે માટે આજે ગાંધીનગર આવ્યા છીએ"
કાયમી અધિકારો માટે એક અવાજ : રણના ફરતે આવેલાં 4 મતક્ષેત્રના ધારાસભ્ય પી. કે. પરમાર, કાંતિ અમૃતિયા, પ્રકાશ વરમોરા અને લવિંગજીભાઈ તમામા વિસ્તારના 60 જેટલા અગરિયા આગેવાનો સાથે વન પ્રધાન મુળુ બેરા અને ત્યારબાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળ્યા અને એક અવાજે રજુઆત કરી કે સદીઓથી મીઠું પકવતા અગરિયાઓને 8 માસ રણમાં જઈને મીઠું પકવવાના કાયમી અધિકારો મળે.
કચ્છના નાના રણના અગરિયાઓ પરંપરાગત મીઠું પકવે છે. જેમાં સર્વે અને સેટલમેન્ટ મોટા ભાગના અગરિયાઓના નામ રહી ગયા છે. એટલે આજે રણ કાઠાના વિધાનસભાના મત વિસ્તારના ધારોસભ્યો સાથે અગરિયા આગેવાનો વન પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરાને મુલાકાત લીધી અને બાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી. જે બંનેએ હૈયા ધારણા આપી છે કે સિઝન આવે તો રોકે નહીં તે પ્રમાણે વ્યવસ્થા કરીશું અને આ આગરિયાઓ પરંપરાગત રહી ગયા છે તેના પર ગંભીરતા પૂર્વક વિચારણા કરશે. - હરિણેશ પંડ્યા (અગરિયા હિત રક્ષક મંચ)
સરકાર હકારાત્મક રીતે નિર્ણય લેશે : ઉલ્લેખનીય છે કે, સર્વે અને સેટલમેન્ટ પ્રક્રીયા 1997માં શરુ થઈ પણ 25 વર્ષોમાં આ પ્રક્રિયામાં રણનો કોઈ સર્વે કરેલો નથી. એટલે સાચા અગરિયા બાકાત રહી જાવ પામેલ છે. ત્યારે આજે તમામ ધારાસભ્યો એ કરેલી રજૂઆત અને અગરિયા આગેવાનોને સાંભળ્યા બાદ મુખ્યપ્રધાને બાહેંધરી આપી કે પરંપરાગત અગરિયાઓના આજીવિકાને રક્ષણ મળે, તેવી રીતે આ મુદ્દામાં સરકાર હકારાત્મક રીતે નિર્ણય લેશે.