ETV Bharat / state

Kutch Rehabilitation Scam: દુધઈમાં પુનર્વસન કામગીરીમાં સંસ્થા દ્વારા ગેરરીતિ, તપાસની માંગ સાથે પૂર્વ વિપક્ષી નેતાએ આપ્યું આવેદનપત્ર - કચ્છમાં ભૂકંપ પીડિતો માટે આવાસ

2001ના ભૂકંપ બાદ કચ્છમાં પુનર્વસન (Kutch Rehabilitation Scam)નું કામ રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાને સોંપવામાં આવ્યું હતું. જો કે મકાનો અને જમીન ગ્રામ પંચાયતને સોંપવાને બદલે તેમાં ગેરરીતિ આચરવાનું સામે આવ્યું છે. આ મામલે કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

Kutch Rehabilitation Scam: દુધઈમાં પુનર્વસન કામગીરીમાં સંસ્થા દ્વારા ગેરરીતિ, તપાસની માંગ સાથે પૂર્વ વિપક્ષી નેતાએ આપ્યું આવેદનપત્ર

author img

By

Published : Jan 17, 2022, 3:54 PM IST

કચ્છ: ભૂકંપને 21 વર્ષ થઈ ગયા છતાં પણ અંજાર તાલુકાના દુધઈ ગામે સરકારી લોક ભાગીદારીથી પુનર્વસન માટેનું કામ 'રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા' (Rashtriya Swabhiman Sanstha)ને સોંપવામાં આવેલું હતુ, પરંતુ આજે પણ સાર્વજનીક મકાનો અને ખુલ્લી જમીન ગ્રામ પંચાયતને સોંપવાને બદલે પોતાનો અડીંગો જમાવી ગેરરીતિ (Kutch Rehabilitation Scam) કરી રહી છે તેવા આક્ષેપો સાથે કચ્છ જિલ્લા પંચાયત (Kutch District Panchayat)ના પૂર્વ વિપક્ષી નેતા વિ.કે. હુંબલ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

પૂર્વ વિપક્ષી નેતા વિ.કે. હુંબલ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સંસ્થા તરફથી પેકેજ 1 હેઠળ દત્તક લેવામાં આવ્યું હતું

અંજાર તાલુકાના દુધઈ ગામ (Dudhai Village Kutch)ને ભૂકંપ બાદ પુનઃવસન માટે રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા તરફથી પેકેજ 1 હેઠળ દત્તક લેવામાં આવ્યું હતું, જેમાં નિયમ મુજબ 50 ટકા હિસ્સો રાજ્ય સરકારનો તેમજ 50 ટકા હિસ્સો સંસ્થા કે દાતાનો હોય છે અને આ પેકેજ હેઠળ દુધઈ ગામના જ ભૂકંપ પીડિત લાભાર્થીઓ માટે રહેઠાણના મકાનો તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શાળા, આંગણવાડી, પંચાયત, ઘર, પાણી, ગટર, રસ્તાઓની સુવિધાઓ ઊભી કરવાની હોય છે.

એકપણ મકાનમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નહોતી

કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલે પ્રેસ કોન્ફરન્સ મારફતે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સંસ્થા દ્વારા દુધઈ ગામનું પુનઃવસન (Rehabilitation of Dudhai village) થયું છે, તેમ જણાવી કચ્છમાં સૌપ્રથમ જૂન-2001 (Kutch earthquake 2001)ના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના હસ્તે આધુ-અધુરું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. નિયમ મુજબ દરેક ઘરમાં શૌચાલયની સુવિધા કરવી જરૂરી હતી, પરંતુ સંસ્થા દ્વારા એક પણ મકાનમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નહોતી. તેમ છતાં સરકાર દ્વારા પણ 50 ટકા મુજબ ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું. કચ્છમાં 100 જેટલી સંસ્થાઓ (Non Government Organisation in Kutch) આવીને જુદા-જુદા ગામોમાં પુનઃવસનની કામગીરી કરી હતી અને મકાનો લાભાર્થીઓને તેમજ સાર્વજનીક મિલકતો ગ્રામ પંચાયતોને સોંપણી કરી પરત ગઈ હતી.

રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાએ પુનઃવસનના નામે ગેરરીતીઓ આચરી: પૂર્વ વિપક્ષી નેતા

જ્યારે દુધઈ ગામનું પુનઃવસન કરવા માટે આવેલી રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા 20 વર્ષથી નવી દુધઈનો કબજો લઇ અડીંગો જમાવી બેસી ગઈ છે અને સંસ્થા દ્વારા સાર્વજનિક મિલકતો તેમજ ખુલ્લી જમીનો ગ્રામ પંચાયતને સોંપવાના બદલે પોતે જ માલિક હોય તેવી રીતે કોમર્શિયલ બેઝ ઉપર કામગીરી કરી રહી છે અને આ સંસ્થા દ્વારા ભયંકર ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે, જેની તપાસ કરવાની અમારી માંગણી છે અને સંસ્થા સામે જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પૂર્વ વિપક્ષી નેતા દ્વારા કરવામાં આવી છે.

સંસ્થાના મેનેજરના નામે 2 મકાનો

આ સંસ્થાએ દુધઈ ગામના જ ભૂકંપ પીડિત લોકો માટે જ પુનર્વસનની કામગીરી કરવા સરકાર સાથે MOU કર્યા હતા, જેમાં લાભાર્થી યાદી રજૂ કરવામાં આવી છે. પંચાયત રેકોર્ડ ઉપર છે તે મુજબ બ્લોક નંબર-Aમાં મકાન નંબર-1 તથા 2 બિજેન્દ્રસિંહને ફાળવવામાં આવેલું છે, જે વ્યક્તિ દુધઈ ગામના વતની નથી અને ભૂકંપ વખતે કચ્છમાં હાજર નહોતા. તેઓ દિલ્હીના વતની છે અને સંસ્થામાં મેનેજર તરીકે જવાબદારી સંભાળે છે, ત્યારે લાભાર્થી તરીકે તેમણે મકાન કઈ રીતે ફાળવી શકાય? જેની તપાસ કરી ગેરરીતિ જણાય તો ફોજદારી ફરિયાદ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.

સંસ્થા દ્વારા મકાનોનું ગેરકાયદેસર રીતે વેચાણ

ઉપરાંત આ સંસ્થા દ્વારા કુલ 648 જેટલા મકાનો બનાવવામાં આવ્યા હતા, તે પૈકી માત્ર 476 મકાનો જ ભૂકંપગ્રસ્ત લોકોને (Housing for earthquake victims In Kutch) ફાળવવામાં આવ્યા છે, બાકીના બચત રહેતા 172 જેટલા મકાનો છે જે પૈકી ઘણા મકાનો આ સંસ્થા દ્વારા દુધઈ બહારના લોકોને 8થી 10 લાખ રૂપિયાની કિંમત લઇ અને ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવ્યા છે. આમાંથી માત્ર 1 લાખની પહોંચ વેચાણ લેનારને આપવામાં આવે છે અને દસ્તાવેજ કર્યા સિવાય સ્ટેમ્પ ડ્યુટીની પણ મોટેપાયે ચોરી કરવામાં આવી રહી છે. તો શું આ સંસ્થા અહી બિઝનેસ કરવા માટે આવી છે? જેની તપાસ દૂધઈ ગામે જઈ રૂબરૂ તપાસ કરવામાં આવે કે ખરેખર દુધઈ ગામના જ લોકોને મકાન ફાળવવામાં આવ્યા છે કે, બહારગામના લોકોને મકાનો વહેંચવામાં આવ્યા છે.

સરકારની ભાગીદારીથી બનેલું મકાન સંસ્થા દ્વારા ભાડે ન આપી શકાય

રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થા માત્ર ભૂકંપના પુનઃવસન માટે જ આવી હતી, પરંતુ બચત રહેતા વધારાના મકાનો કંપનીના કામદારોને ભાડે આપવામાં આવ્યા છે અને જેનું ભાડું માસિક રૂપિયા 2,500 વસૂલ કરવામાં આવે છે. આ સંસ્થાને કઈ રીતે આ અધિકાર મળ્યો છે તેની તપાસ થવી જરૂરી છે. આ સંસ્થા દ્વારા ભૂકંપ પીડિતોના નામે મકાનો બનેલા છે તે પૈકી દુધઈ પોલીસ સ્ટેશનને મકાન ભાડે આપી રૂપિયા 5,500 માસિક ભાડું વસૂલ કરવામાં આવે છે. આના કરારો પણ પોલીસ અધિકારીઓ સાથે કરવામાં આવેલા હશે જેની તપાસ કરવામાં આવે અને સરકારની ભાગીદારીથી બનેલા મકાન સંસ્થા દ્વારા કઈ રીતે ભાડે આપી શકે આ પણ એક ગુનો બને છે.

કોમ્યુનિટી હોલનો કબજો પણ ગ્રામ પંચાયતને સોંપવાનો હોય છે જે સોંપ્યો નથી

વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા દુધઈના લોકો માટે શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં અંદાજીત 80થી 90 જેટલી દુકાનો આવેલી છે. આ દુકાનો પણ મૂળ દુધઈ ગામના લોકોના બદલે બહારગામના લોકોને 3થી 4 લાખ રૂપિયામાં વેચવામાં આવી રહી છે અને જેની સામે માત્ર દાનની પહોંચ આપવામાં આવે છે, જેની પણ તપાસ કરવામાં આવે. કારણ કે સંસ્થાને આ દુકાનો વેચાણ કરવાનો કે પોતાની રીતે કોઈને આપી દેવાનો અધિકાર નથી. આ તમામ દુકાનોનો ઘડોવટ કરવાનો અધિકાર માત્ર ગ્રામ પંચાયતને છે. ઉપરાંત આ સંસ્થા દ્વારા દુધઈના લોકો માટે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે, જેનું ભાડું પણ સંસ્થા મારફતે 10થી 15 હજાર વસૂલ કરવામાં આવે છે, જેની પણ તપાસ કરવામાં આવે; કારણ કે કોમ્યુનિટી હોલનો કબજો પણ ગ્રામ પંચાયતને સોંપવાનો હોય છે જે સોંપ્યો નથી.

આ પણ વાંચો: Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 157 કેસ નોંધાયા

સંસ્થાએ કચ્છ કલેક્ટરના પત્ર મુજબ વેરા પણ નથી ભર્યા: પૂર્વ વિપક્ષી નેતા

સંસ્થા દ્વારા દુધઈ સર્વે નંબર 733 તેમજ 98 નંબર સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરી મકાનો બનાવેલા છે, જેની સરકાર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ગુનો પણ દાખલ કરવામાં આવે. ઉપરાંત આ સંસ્થા દ્વારા જે જમીન સરકાર પાસેથી મેળવેલી છે જે કચ્છ ક્લેકટરના તા. 27/07/2016ના પત્ર મુજબ 4 કરોડ 41 લાખ રૂપિયા તેમજ ઈત્તર વેરાઓ ભરવાની જાણ કરવામાં આવેલી છે, જે પણ આ સંસ્થાએ આજ દિવસ સુધી ભર્યા નથી, જેની પણ યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તેવી માંગ પૂર્વ વિપક્ષી નેતાએ કરી હતી.

2001 બાદ એકપણ રૂપિયાનું કામ દુધઈમાં કરવામાં આવ્યું નથી

પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, આ સંસ્થાના સંચાલકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોવાના કારણે આવી ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. આ સંસ્થા દ્વારા લોકાર્પણ 2001માં કરવામાં આવ્યા પછી એક પણ રૂપિયાનું કામ નવી દુધઈમાં કરવામાં આવ્યું નથી અને આ નવી દુધઈના માલિક આ સંસ્થા હોઈ તેવી રીતે વર્તાવ કરી રહ્યા છે. સરકારના અધિકારીઓ કે સરપંચ, તલાટીને પણ દાદ દેતા નથી, જે ખુબ જ ગંભીર બાબત છે જેથી વહેલી તકે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

આ પણ વાંચો: Corona In Kutch: કચ્છ જિલ્લામાં કોરોનાના નવા 87 કેસ નોંધાયા, ઓમિક્રોનનો એકપણ નહીં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.