કચ્છઃ સાંસદ વિનોદ ચાવડાના જણાવ્યા પ્રમાણે કોરોના મહામારી કારણે ઉભી થયેલી વિષમ પરિસ્થિતિમાં આગામી દિવસોમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારો લોકડાઉન વધારી શકે છે અને અમૂક રાજ્યોએ લોકડાઉન વધાર્યું છે. જેમાં મહારાષ્ટ્ર સરકારે પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન વધાર્યું છે.
ત્યારે મુંબઈમાં વસ્તા કચ્છીજનો જે નાના કામદાર અને નાના રોજગાર લઈને ત્યાં રહે છે, તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરવા અને કચ્છીજનોને મદદરૂપ થવા માટે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે અને આ બાબતે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને પણ પત્ર લખી મહારાષ્ટ્ર સરકારને ભલામણ કરવા રજૂઆત કરી છે.