કચ્છ : જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર અને નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશભાઈ ગોરે લૉકડાઉનમાં સમયનો સદુપયોગ કરવાનું ઠરાવીને, ઑનલાઈન શિક્ષણનો પ્રયોગ શરૂ કર્યો છે.
વિગતો મુજબ , જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરથી વિવિધ ધોરણના પાઠયક્રમની' કોર્સની સી.ડી. તૈયાર કરાઈ છે. જે ડાયટ મારફતે સી.આર.સી.ને મોકલાય છે. સી.આર.સી. પોતાના હસ્તકની શાળાના આચાર્યોના માધ્યમથી મોબાઈલ ફોન પર રજૂ કરે છે. શાળાઓ પાસે આજે મોટાભાગના વાલીઓના નંબર હોવાથી વોટ્સએપ પર બાળકો જુએ છે. શહેરની શાળામાં આ પ્રયોગ વધુ સફળ છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા થયાં છે. આ સમગ્ર પ્રક્રિયા તંત્રને પણ દર્શાવવાની રહે છે.