ETV Bharat / state

Kutch News : હાડકાંપાંસળા એક કરે તેવા રસ્તાઓને લઇ નગરજનો હાલાકીમાં, ભુજ નગરપાલિકાએ આપ્યું આવું આશ્વાસન - ભુજ નગરપાલિકા

ભુજમાં વરસાદ બાદ રસ્તાઓની બિસ્માર હાલત જોવા મળી રહી છે અને વાહન ચાલકોની પરેશાનીનો પાર નથી. હાડકાંપાંસળા એક કરે તેવા રોડને લઇને નગરજનો હાલાકીમાં છે ત્યારે આગામી સમયમાં રસ્તાઓનું સમારકામ થશે તેવું આશ્વાસન ભુજ નગરપાલિકા આપી રહી છે.

Kutch News : હાડકાંપાંસળા એક કરે તેવા રસ્તાઓને લઇ નગરજનો હાલાકીમાં, ભુજ નગરપાલિકાએ આપ્યું આવું આશ્વાસન

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 2:55 PM IST

રસ્તાઓનું સમારકામ થશે

ભુજ : ભુજમાં વરસાદ બાદ મોટા ભાગના રસ્તાઓ બિસ્માર બન્યા છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. વરસાદ બાદ શહેરના મુખ્ય રસ્તાઓ તૂટી જવાના કારણે તેમજ ખાડા પડવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો નગરપાલિકા દ્વારા આગામી સમયમાં આવા રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી છે.

નવી બોડીએ ચાર્જ સંભાળ્યા બાદ આ વિષયને લઈને બેઠક પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં તૂટેલા રસ્તાઓનું સમારકામ તેમજ નવા રસ્તાઓ બનાવવા માટે કામગીરી ચાલુ કરવામાં આવશે અને આ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા માટે ભુજ નગરપાલિકાની બોડી પ્રયત્નશીલ છે....ઘનશ્યામ ઠકકર, ( ઉપપ્રમુખ , ભુજ નગરપાલિકા )

એક જ વરસાદમાં ભુજના માર્ગો ધોવાયા : જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો જેમાં કચ્છના દસે દસ તાલુકામાં 100 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. બિપરજોય વાવાઝોડા અને ભારે વરસાદ બાદ ભુજ શહેરમાં મોટા ભાગના રસ્તાઓ તૂટી ગયા છે જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરના રસ્તા પર ઠેર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. જેના કારણે માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. વરસાદ બાદ પણ ભુજ શહેરના મોટા ભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે. શહેરના ઉબડખાબડ રોડ રસ્તા કારણે નાના મોટા અકસ્માતોના પણ બનાવ બની રહ્યા છે.

શહેરના મુખ્ય માર્ગોની હાલત બિસ્માર : શહેરના મુખ્ય માર્ગો તેમજ રઘુવંશીનગર, જ્યુબિલી સર્કલ, ત્રિમંદિર રોડ, આરટીઓ રિલોકેશન સાઈડ, ખેંગાર પાર્ક રોડ વગેરે જેવા રસ્તાઓ બિસ્માર બન્યા છે. શહેરના ખરાબ રસ્તા અંગે સ્થાનિક લોકોએ પણ અનેકવાર રજૂઆત કરી છે. તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા રસ્તાના સમારકામ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી જેના કારણે રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે. લોકોને હાલાકી ભોગવવી પડે છે જેના માટે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદાર હોવાનું નાગરિકોનું માનવું છે.

ભુજ નગરપાલિકા દ્વારા જે જે વિસ્તારોના માર્ગો પર રિસરફેસિંગના કામો કરવામાં આવ્યા તેમાં નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે. જે અંગે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ મામલે ધ્યાન દેવામાં ના આવ્યું. પરિણામે શહેરમાં એક જ વરસાદમાં માર્ગોની હાલત બગડી ચૂકી છે અને ખાડા ખરબચડા થઈ ગયા છે. સ્થાનિક લોકો માર્ગો પર પસાર થઈ રહ્યા છે ત્યારે તેમના વાહનો સ્લીપ થઈ જાય છે અને રાહદારીઓ પડી જાય છે. તેમના વાહનોમાં તો નુકસાની થાય જ છે સાથે સાથે લોકોને પણ ઇજા પહોંચે છે. જેના માટે ભુજ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જવાબદાર છે...દિગ્વિજયસિંહ જાડેજા ( સ્થાનિક )

સર્વે કરી સમયસર સમારકામ કરવામાં આવશે : ભુજ શહેરમાં બિસ્માર રસ્તાને લઈને ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠકકરે જણાવ્યું હતું કે," ભારે વરસાદના કારણે ભુજ શહેરના માર્ગો પર ઘણી બધી નુકસાની છે અને ખાડા ગાબડાં પડી ગયા છે. ભુજ નગરપાલિકાના દ્વારા તમામ બિસ્માર રસ્તાનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

  1. Bhuj Municipality : ભુજ નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે નવા હોદ્દેદારોની નિમણૂક, જૂઓ કોણ પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યાં
  2. Bhuj Open Air Theatre : ભુજમાં સ્થિત ટાઉનહોલ અને ઓપન એર થિયેટર બન્યું ભંગાર વાડો
  3. Hamirsar Lake : હમીરસર તળાવ ઓછા વરસાદમાં છલકાય તેવા પ્રયાસો શરૂ, કામગીરી માટે સરકારનો એકપણ રુપિયો નહીં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.